SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૧ અધિકાર ] દેહમમત્વમેચન વિચારવાનું પ્રાણીએ શરીર-કારાગૃહને સદુપયોગ કરવા જોઈએ, તેના પર એ અમલ ચલાવવો જોઈએ કે ફરીવાર તે કેદખાનામાં આવવું જ પડે નહિ. શરીર પરનું મમત્વ છોડવું, એ જરા પણ મુશ્કેલ નથી. એક ગાગરમાં બોર ભર્યા છે. ગાગરનું માં સાંકડું છે. વાંદરો ગાગર નજીક આવી બોર લેવાની ઈચ્છાથી હાથ નાંખી માટી મુઠ્ઠી ભરે છે. પછી હાથ નીકળતું નથી ત્યારે સમજે છે કે ગાગરે પિતાને પકડી રાખે છે? વાસ્તવિક શું છે ? ગાગરને પોતે પકડી રાખી છે, અને જેવો મદારી એક ચાબખા મારે છે કે હાથ છૂટી જાય છે. તેવી જ રીતે આ જીવ માને છે કે તેને શરીરે પકડી રાખ્યો છે, સ્ત્રી-પુત્રે પકડી રાખે છે. વસ્તુતઃ તે, વાંદરાની પેઠે, પોતે જ તેઓને મૂકતો નથી, મમત્વ છોડવું હોય તે જરા પણ મુશ્કેલી નથી. માટે વિચાર કરે; નહિ તે જ્યારે કાળરૂપ મદારી આવી સપાટે લગાવશે ત્યારે તે પિતાની મેળે જ મુઠ્ઠી છૂટી જશે અને શરીરને એકદમ ત્યાગ કરવો પડશે (૨; ૫૫) શરીરસાધનથી કરવા એગ્ય કર્તવ્ય તરફ પ્રેરણું चेद्वाञ्छसीदमवितुं परलोकदुःखत्भीया ततो न कुरुषे किमु पुण्यमेव ? । शक्यं न रक्षितुमिदं हि च* दुःखभीतिः, पुण्यं विना क्षयमुपैति न वज्रिणोऽपि ॥३॥ (वसंततिलका) જે તું તારા શરીરને પરલોકમાં થનારા દુઃખના ભયથી બચાવવા ઈચ્છતા હોય તે, પુણ્ય જ શા માટે કરતો નથી? આ શરીર (કઈ વડે પણ) પિષી શકાય તેવું નથી, ઇંદ્ર જેવાને પણ પુણ્ય વગર દુઃખની બીક નાશ પામતી નથી.” (૩) વિવેચન–હે ભાઈ! તને કદાચ એમ ભય લાગતું હોય કે આ શરીરને અહીં મૂકીને પરલોકમાં જશું ત્યારે બહુ દુઃખ ભેગવવાં પડશે અને તેથી અહીં જ વધારે જીવી લેવું સારું છેઃ આવા વિચારથી તું રાત્રિભૂજન કરતો હો કે કંદમૂળ, અભક્ષ્ય, અનંતકાય વગેરેનું ભક્ષણ કરતા હો અને શરીરને પોષતે હો, તે તેમાં તારી ભૂલ થાય છે. વધારે ઉત્તમ રસ્તો એ છે કે તારે ખૂબ પુણ્ય કરવું. આથી તારું શરીર આ ભવમાં સારું રહેશે અને તને પરભવ સંબંધી ભય નહિ રહે. હાલ તને જે સ્થિતિહીનતા લાગે છે તે પુણ્ય ઓછું હોવાને લીધે જ છે, અને તે જ કારણથી ઇંદ્ર અને ચકવર્તી એ પણ ભય પામ્યા કરે છે. શરીર-પ્રાપ્તિને હેતુ શે અને તે હેતુ સૌથી સારી રીતે કેવી રીતે પાર પડે, તે વિચારવાની બહુ જરૂર છે. અથવા આ શ્લોકને ભાવ બીજી રીતે પણ સમજવા ગ્ય છે. જે તે શરીરનું રક્ષણ કરવા ઈચ્છતો હે તે પુણ્ય કર, કારણ કે પરભવમાં જે શરીર પ્રાપ્ત થશે તે તેથી સારું પ્રાપ્ત થશે. આનું કારણ એ છે કે આ શરીરને બચાવવા કઈ પણ શક્તિમાન નથી. ઈંદ્ર સરખા પણ અશક્ત છે, માટે પુણ્યધન પ્રાપ્ત કરવું. પુણ્ય વગર પરલેકનાં દુઃખને ભય | # કોઈક પ્રતમાં અત્ર જ છે અને ચતુર્થ પંક્તિમાં જ છે, તેને ભાવ પણ તે જ રહે છે. Jain Education International Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy