SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ ૫ ચમ નાશ પામવાના નથી. ઘડાના નાશ થવાની બીક રાખવા કરતાં ઘડો બનાવવાની કળા શીખી લેવી, જેથી નાશ થાય ત્યારે નવા ઉત્પન્ન કરીને પ્રાપ્ત કરવાની શક્તિ રહે. (૩૬ ૫૬) દેહાશ્રિતપણાથી દુઃખ; નિરાલ`બનત્વમાં સુખ देहे विमु कुरुषे किमघं न वेत्सि, देहस्थ एव भजसे भवदुःखजालम् । लोहातो हि सहने घनघातमग्नि-बधा न तेऽस्य च नभोवदनाश्रयत्वे ||४|| (बसन्ततिलका) “ શરીર ઉપર મેહ કરીને તું પાપ કરે છે, પણ તને ખખર નથી કે સંસારસમુદ્રમાં દુઃખ ખમવાં પડે છે, તે શરીરમાં રહ્યો છે તેથી જ પામે છે. અગ્નિ લેાઢામાં રહ્યો હોય છે ત્યાં સુધી જ હુંઘેાડાના (ઘણુના ) પ્રહારો (ઘા) ખમે છે; તેથી જ્યારે તું આકાશની પેઠે આશ્રયરહિતપણુ અંગીકાર કરીશ ત્યારે તને અને અગ્નિને કાંઈ પણ પીડા નહિ થાય.” (૪) વિવેચન—અત્યાર સુધીમાં પરલેાક-દુઃખ-શકાથી પુણ્યસંચય વધારે કરવાના ઉપદેશ કર્યાં. હવે આ શ્લોકમાં કહે છે કે આ લેકમાં પણ તુ' દુ:ખ શા સારુ પામે છે ? શરીરથી તને કાઈ પણ પ્રકારનુ' સુખ નથી, ઊલટાં તારે જે જે દુઃખ ભોગવવાં પડયાં છે, તે તે શરીરસ ખંધથી ભેગવવાં પડયાં છે. શરીર સાથેના સબંધ છેડી દે તા એકદમ મોક્ષે ચાલ્યા જઇશ. જેએ શરીરને અભક્ષ્યથી પોષે છે, તે તા અને રીતે માર ખાય છે. આ ભવમાં પણુ મોટી ઉંમરે દુ:ખી થાય છે. કદાચ ચઢતા લાહીમાં માલ-મસાલા બે વર્ષ નુકસાન બતાવે નહિ, પણ જરા મેાટી 'મર થતાં તેની અસર જણાયા વગર રહેતી નથી. શરીર થાડા વખતમાં જજરીભૂત થઇ જાય છે, પરલેાકમાં પુણ્ય વગર શા હાલ થાય તે તા પ્રસિદ્ધ જ છે. અને શ્લાકના ઉદ્દેશ એ છે કે હે ભાઈ એ ! પરલેાકમાં સુખ પામવાની મરજી હેાય અને આ ભવમાં શરીરને સામાન્ય રીતે સારી અવસ્થામાં રાખવુ હોય તેા તેને બહુ પ`પાળવું નહિ. ધર્મના સાધન તરીકે શરીર ઉપયાગી છે તેથી તેને વિસારી પણ મૂકવુ નહિ. વિચાર કરીને મધ્યમ માર્ગ પકડવા ઉચિત છે. અગ્નિ જ્યારે લાહના સબંધમાં આવે છે ત્યારે મોટા મોટા ઘણુ તેના પર પડે છે; પણ જ્યારે લાઢામાંથી નીકળી જાય છે ત્યારે બધી પીડા મટી જાય છે. આત્મા અગ્નિ જેવા છે; શરીરરૂપ લેાહના સંબધથી રાગ, દુઃખ વગેરે ખમે છે, પણ જ્યારે તેની સાથેના સંબંધ છેડશે કે તેનાં દુઃખા નાશ પામી જશે. આ જીવ જેને પોતાના આશ્રય માને છે તે શરીર જ આશ્રિતને દુઃખ આપે છે, એ બહુ દુઃખકારક મીના છે; તેથી હવે તે એવું કામ કરવું જોઈ એ કે કાઈ પણ પ્રકારના વિચારને અયેાગ્ય * એવા એ નાલાયક શરીરને આશ્રય જ કરવા પડે નહિ. શરીર પર મમત્વ આછું કરવા માટે આ ઉપમા બહુ ચગ્ય છે. આ ઉપરાંત નીચેના શ્લેાક પણ વિચારવા જેવા છે. (૪૬ ૫૭) * Not deserving any consideration. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy