________________
અધિકાર ] દેવ-ગુરુ-ધર્મશુદ્ધિ
[ ર૫૭ પ્રસંગેનો તે એવો સારી રીતે લાભ લેવો જોઈએ કે પછી આ ભવના ફેરા અને પારકી કરી અથવા આશીભાવ નિરંતરને માટે મટી જાય. (૧૫, ૧૭૯)
દેવ-ગુરુ-ધમ ઉપર અંતરગ પ્રીતિ વિના જન્મ અસાર છે न धर्मचिन्ता गुरुदेवभक्ति-र्येषां न वैराग्यलवोऽषि चित्ते । तेषां प्रसूक्लेशफलः पशूना-मिवोद्भवः स्यादुदरम्भरीणाम् ॥ १६ ॥ ( उपजाति )
જે પ્રાણીને ધર્મ સંબંધી ચિંતા, ગુરુ અને દેવ તરફ ભક્તિ અને વૈરાગ્યને અંશ માત્ર પણ ચિત્તમાં હેય નહિ તેવા પેટભરાઓને જન્મ, પશુની પેઠે, જણનારીને ફલેશ આપનારો જ છે.” (૧૬)
વિવેચન–મારૂં કર્તવ્ય શું છે ? મારી જનસમૂહ પ્રત્યે ફરજ શી છે? હું કેણ છું! મારી ફરજ બજાવવા માટે મેં આખા દિવસમાં શા શા પ્રયત્ન કર્યો છે? તેમાં હું કેટલે દરજજે ફતેહમંદ થયો છું? આજના કાર્યમાં નિષ્ફળતા કેટલી મળી? શા કારણથી મળી? આજે મૂક્યું છે ત્યાંથી આવતી કાલે કેવી રીતે શરૂ કરવું? ફરજ બજાવવાઉપકાર કરવા માટે આજના જે માંગલિક દિવસ એક પણ નથી. આનું નામ શાસ્ત્રકાર ધર્મચિતા-કર્તવ્યપરાયણવૃત્તિ કહે છે.
આ અધિકારમાં બતાવેલી રીત પ્રમાણે પસંદ કરેલા ગુરૂમહારાજ અને તેમના બતાવેલા દેવ તથા ધર્મ ઉપર એકાંત શ્રદ્ધા અને ભક્તિ, એ ભક્તિમાં દેખાવ કે આડબર નહિ, પણ અંતઃકરણની ઊર્મિઓને ઉત્સાહ, “ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું છે. પૂજા અખંડિત એહ” એ વાક્યમાં બતાવેલા ભાવનું યથાશ્મ, એનું નામ દેવગુરુભક્તિ.
આ સંસારના સર્વ પદાર્થ અસ્થિર છે, અલ્પ સમયસ્થાયી છે, પદ્દગલિક છે. આ જીવ શુદ્ધ નિરંજન નિર્લેપ છે, અનંત જ્ઞાન-દર્શનચારિત્રરૂપ છે. ઉપાધિ સહિત દેખાય છે, તે તેની વિભાવદશા છે, કર્મજન્ય છે. શુદ્ધ દશામાં એ, એ સર્વથી રહિત છે. આત્મિક વસ્તુ આદરી પદગલિક વસ્તુને ત્યાગ કરે, તે બે ભેદ પાડી દે, તેને બરાબર ઓળખીને પૌદ્દગલિક ભાવ તજી આત્મિક ભાવ આદર, એનું નામ વૈરાગ્ય છે.
પ્રત્યેક પ્રાણીએ ધર્મચિંતા, ગુરુભક્તિ અને વિરાગ્યવાસિત હૃદયવાળા થવું જોઈએ. જ્યારે આ ત્રણે ભાવ હૃદયમાં ઊંડી જગ્યા લે ત્યારે જ સંસારને છેડે આવે. જેઓ આ ત્રણ ભાવ હૃદયમાં ધારણ કરતા નથી તેઓ, ભલે બહારથી સારો દેખાવ કરનારા હોય, પણ વાસ્તવિક રીતે આ ભવના સુખમાં મગ્ન અને તેને પ્રાપ્ત કરવાનાં સાધને એકઠાં કરનારા અને પેટભરા જ છે, તેઓ જન્મ લઈને પોતાની માને પ્રસવની મહાવેદના અને યૌવનના નાશનું કષ્ટ માત્ર આપે છે, પણ પિતે તે આવા ઉત્તમ મનુષ્યભવની છેવટે અનંત સંસાર વધારી, કર્મકાદવથી ખરડાઈ રખડવા કરે છે.
અ. ૩૩
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org