________________
૨૫૮ અધ્યાત્મદ૯પમ
[ અષ્ટમ આ શ્લેક પર મનન કરજે. એને “લાઈન કલીઅર 'આપીશ નહિ. જરા વિચાર કરજે કે તું કોણ છે? ક્યાં છે? કેના ઘરમાં છે? તારું શું છે? તું કોને છે?—આ સવાલો રાતના સૂતી વખત અથવા સવારના ઊઠતી વખત વિચારજે; એથી બહુ લાભ થશે. (૧૬; ૧૮૦)
દેવ, સંઘાદિ કાર્યમાં દ્રવ્યવ્યય न देवकार्ये न च सङ्घकार्ये, येषां धनं नश्वरमाशु तेषाम् । तदर्जनाद्यैर्वृजिनर्भवाब्धी, पतिष्यतां किं * त्ववलम्बनं स्यात् ॥१७॥ ( उपजाति)
ધન-પૈસા એકદમ નાશવંત છે આવા પૈસા જેની પાસે હોય છે તેઓ જે તેને દેવકાર્યમાં અથવા સંઘકાર્યમાં વાપરતા નથી તો તેઓને સદરહુ દ્રવ્ય મેળવવા માટે કરેલાં પાપોથી સંસારસમુદ્રમાં પડતાં કોને ટેકો મળશે?
વિવેચન–પૈસા મેળવવા માટે પ્રાણી કેવાં કેવાં કાર્યો કરે છે, તે આપણું અનુભવ બહાર નથી. એને માટે એમ જ કહીએ તે ચાલે કે પૈસા માટે એવું કંઈ પણ અયોગ્ય કામ નથી કે જે પ્રાણી કરતા ન હોય. એના પર વિસ્તારથી વિવેચન ધનમમત્વમોચન અધિકારમાં થઈ ગયું છે. વળી, પૈસા કેટલા બધા અસ્થિર છે, નાશવંત છે, તે પણ આપણે વાંચ્યું છે, અનુભવ-ગમ્ય છે અને મહાવિગ્રહ બતાવી આપ્યું છે. આવી રીતે પાપથી મેળવેલા પૈસા નાશવંત છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પૈસા બાંધ્યા રહેતા નથી, પુણ્યપ્રકૃતિ ફરે છે ત્યારે હજારે, લાખે કે કરોડોની પૂંજી એક ક્ષણમાં-બહુ થોડા વખતમાં-હતી ન હતી થઈ જાય છે. છેવટે પણ આ દેલત અત્રે મૂકીને ઉઘાડે હાથે ચાલ્યા જવું પડે છે.
હવે પૈસા પ્રાપ્ત કરતી વખતે અનેક આશ્રવ સેવવા પડે છે, હિંસા કે અસત્યને મોટે ભાગે તે વખતે થાય છે અને તે ઉપરાંત અનેક પાપ લાગે છે. એ સર્વ પાપકર્મ જીવને સંસાર-સમુદ્રમાં ફેંકી દે છે. હવે જે તે વખતે કાંઈ પણ અવલંબન-ટેકે હોય તે જીવ ટકી રહે છે, નહિ તે તળિયે બેસે છે.
પ્રાપ્ત કરેલા પૈસાને જે જ્ઞાનેદ્વાર, જીર્ણોદ્ધાર, શાસદ્ધાર, દેવપૂજા, પ્રતિષ્ઠા, તીર્થ યાત્રા, અષ્ટાદ્ધિકા-મહોત્સવ વગેરેમાં ખરચવામાં આવે તે સંસારમાં પડતાં તે એક પ્રકારનું આલંબન આપે છે. તેવી જ રીતે ધનને જે સ્વામિવાત્સલ્યમાં એટલે ગુણી સ્વામિબંધુઓની ભક્તિમાં કે નિરાશ્રિત ધર્મબંધુઓને આશ્રય આપવામાં અથવા કેન્ફરન્સ વગેરે મહાન યોજનાઓ ઘડી તેના વડે શાસનના અભ્યદયની વૃદ્ધિમાં અથવા નિજ ધર્માનુયાયીઓને ધાર્મિક તથા વ્યાવહારિક શિક્ષણ આપવામાં જે ખરચવામાં આવે તે, સંસારમાં પડતા આ જીવને ટેકે મળે છે.
* યથાજો ય ત વ પટઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org