SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] યતિશિક્ષા [ ર૦૧ પ્રકારની સત્તા કે કોઈ પ્રકારને હક્ક જોગવવાની ઈચ્છા થાય, તે તરત જ તે પરિગ્રહની કેટિમાં આવી જાય છે. આ ઉપકરણે સાધુપણુમાં સ્થિર કરવાના ઈરાદાથી, સંયમનું રક્ષણ કરવાના ઈરાદાથી અને મહરાજા પર જય કરવાના શસ્ત્ર તરીકે વાપરવાના ઈરાદાથી રાખવાનું ફરમાન છે, તેને બદલે તે જ જયારે સંસારમાં રખડાવનારાં થાય ત્યારે કેટલું બધું નુકસાન થાય છે તેને વિચાર કર. ઘર, સ્ત્રી, પૈસા વગેરેનું મમત્વ મુકાવું બહુ મુશ્કેલ છે. એ સર્વને ત્યાગ કરી, માત્ર પાનાં-પુસ્તક પર મમત્વ બંધાવું, એ પૂરેપૂરી નબળાઈ છે. પરંતુ જરા વિચાર કરવાથી તેનો ત્યાગ થઈ શકે તેમ છે. એમાં અગાઉના મહાત્માઓનાં દૃષ્ટાંતો લઈએ તે તો કામ થઈ જાય અને કેવળ સ્વહિત માટે છેલ્લા છેલ્લા થયેલા શ્રી આનંદઘનજી અને ચિદાનંદજીનાં દૃષ્ટાંતે જોતાં પણ, પરિગ્રહત્યાગને નમૂને હૃદયપટ પર ખડો થાય છે. જેઓ ધર્મને નામે ગ્યાના, પાલખી કે ગાડીડા રાખે, તેઓના શા હાલ થશે તે તે ખ્યાલમાં પણ આવી શકતું નથી. સંસારસમુદ્રના લગભગ કાંઠા પર આવી, ગળે પથ્થર બાંધી, પાછા પડનારા આ મૂઢ છ દશ-વીશ વરસની વિનશ્વર અનિયમિત સાહાબી ખાતર, અનંત કાળ સુધી દુઃખ મળે એવો સંસાર વધારે છે. તેઓ એ ઉપાધ્યાયજીને નીચેને બ્લોક વિચાર : सुखिनो विषयतृप्ता, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः ॥ અસંતુષ્ટ પરિગ્રહભર્યા, સુખીયા ન ઈદ નરી, સલુણે સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમકંદ, સલુણે; પરિગ્રહ-મમતા પરિહર. આ શ્લેકના મન પર દુનિયાના એક મહાન પ્રશ્નનો આધાર છે અને તે પર વિવેચન કરતાં વિચારની વધારે જરૂર છે. એનું રહસ્ય સમજી, તદનુસાર સંતોષ રાખવા યત્ન કરે બહુ જ જરૂર છે, એટલું જ નહિ પણ સંસાર સમુદ્ર પાર ઊતરવાને સીધે અને સિદ્ધ ઉપાય છે. પરીષહસહન-સંવર शीतातपाद्यान्न मनागपीह, परिषहांश्चेत्क्षमसे विसोढुम् । વર્થ તો નાપામવાસ–સુવાનિ સોરિ મવારે ? રૂ (૩વજ્ઞાતિ ) આ ભવમાં જરા પણ ઠંડી, તાપ વગેરે પરીષહે સહન કરવાને શક્તિમાન થતું નથી, તે પછી ભવાંતરમાં નારકીગતિનાં તેમ જ ગર્ભવાસનાં દુખે કેવી રીતે સહન કરીશ?” (૩૦) વિવેચન-હવે જુદા જુદા વિષય ઉપર પ્રકીર્ણ માં ઉપદેશ આપે છે. એનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy