SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૦] અધ્યાત્મક૯પમ [ દશ પણ તે ગાય, ગધેડા, ઊંટ, પાડા વગેરેનાં રૂપ તારી પાસે લેવરાવીને, ઘણુ કાળ પર્યત તને ભાર વહન કરાવશે.” (૨૮) વિવેચન–ઉપકરણના બહાનાથી બીજા ઉપર અનેક જાતનો ભાર નાખે છે. પૈસાના ખરીને બેજે, લહિયાને ત્યાં આંટા ખાવાનો બોજો, તૈયાર કરવાને બેજે, ભાર વધી જવાથી વિહાર વખતે ઉપાડવાને બેજે અને તેવા અનેક પ્રકારના બેજા અન્ય પર નાખે છે અને તેમાં સંયમના ઉપકરણનું બહાનું કાઢે છે. તે વસ્તુઓને તું સંયમનાં ઉપકરણ તરીકે જ વાપરતો હઈશ, અને તે પણ તારા ઉપયોગ પૂરતું હશે, ત્યાં સુધી તે સમજ કે કદાચ કાંઈ વાંધો આવશે નહિ; પણ જે તું તેના પર મમત્વ કરતો હોઈશ, તેના પર મૂરછ રાખતે હઈશ, તે પછી તારા હાલ બહુ ખરાબ થશે. ભરૂચના પાડા કે દ્રામના ઘડા કે મારવાડના રણના ઊંટ થઈને, ભાર ખેંચી-ખેંચીને, તારે મહાકષ્ટ ભેગવવું પડશે અને તેમ કરીને તારું ઋણ પૂરું કરવું પડશે. (૨૮; ૨૦૯) સંયમ અને ઉપકરણની શેભાની સ્પર્ધા वस्त्रपात्रतनुपुस्तकादिनः, शोभया न खलु संयमस्य सा । *आदिमा च ददते भवं परा, मुक्तिमाश्रय तदिच्छयैकिकाम् ॥ २९ ॥ (रथोद्धता) “વા, પાત્ર, શરીર કે પુસ્તક વગેરેની શોભા કરવાથી કાંઈ સંયમની શોભા થતી નથી. પ્રથમ પ્રકારની શોભા ભવવૃદ્ધિ આપે છે અને બીજા પ્રકારની શોભા મેક્ષ આપે છે, માટે આ બન્નેમાંથી તારી મરજીમાં આવે તે એક શોભાને આશ્રય કર. અથવા તેટલા માટે તે વસ્ત્ર, પુસ્તક વગેરે શેભાને ત્યાગ કરીને, હે યતિ ! મોક્ષ મેળવવાની ઈચ્છાવાળે પણ તે સંયમની શોભામાં કેમ યત્ન કરતે નથી?” (૨૯) વિવેચન-શોભા બે પ્રકારની છે : બાહા શોભા અને અંતરંગ શેભા. સંસાર વધવાના નિમિત્તભૂત બાહ્ય શેભાને ત્યાગ કરી, પરિગ્રહ મમતા પરિહરી, અંતરંગ શોભા માટે યત્ન કર. સત્તર પ્રકારના સંયમ અથવા ચરણસિત્તરી અને કરણસિત્તરીની શોભા કરવી એ તારું કર્તવ્ય છે. વળી, સાથે એટલું પણ ધ્યાનમાં રાખજે કે જ્યાં બાહ્ય શભા કરાય છે ત્યાં અંતરંગશોભા કરી શકાતી નથી, તેથી તારે એકને જ આશ્રય કરવો યુક્ત છે. (૨૯; ૨૧૦) * * ૨૦૫-૨૧૦–આ છ લોકોમાં બહુ ઉપયોગી હકીકતનો સમાવેશ થયેલ છે. કેટલાક વહેવારુ જી કહે છે કે જ્ઞાન દશન-ચારિત્રનાં સાધનને પરિગ્રહ કહેવાય નહિ. સૂરિમહારાજ કહે છે કે તમારું તે કહેવું બરાબર છે, પણ એમાં જરા ફેર છે. અમુક સંજોગોમાં તેને પણ પરિગ્રહ કહેવાય. જે સંયમનાં ઉપકરણે ઉપર મારાપણાની બુદ્ધિ થાય. એનો વિયોગ કણકર થઈ પડે, એને વારસે કોને મળે, એ નિર્ણય કરવાની પિતાની સત્તા માનવામાં આવે, કે, ટૂંકમાં કહીએ તે, સાક્ષીભાવ ઉપરાંત ધણીપણાની કોઈ પણ * પાછળનાં બે પદ આ પ્રમાણે છે: તાં તવારિદ્ધા સંકે, હિંદ ! જ યત રિવા?િ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy