SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] વૈરાગ્યપદેશ [ ૧૮૯ સર્વથી ચારિત્ર લે અને ત્યાર પછી કામગની ઈચ્છા કરે તો તેને પરિણામે કામગ પણ ન મળે અને ચારિત્રથી પણ ભ્રષ્ટ થાય; માટે એવું કરીશ નડિ. ઉભયભ્રષ્ટ થનાર ઘણા મનુષ્યો હોય છે, તેમ જ શેડા લેભની ખાતર, આખો ભવ ઝેર જેવો કરનારા પણ ઘણા મનુષ્ય મળી આવે છે. એવી જ રીતે અમુક વ્રત-નિયમ લઈ પાછો તજેલા પદાર્થોના સેવનની ઈચ્છા કરે છે, પરંતુ દુનિયાને કમ એ છે કે તાજેલી વસ્તુ ફરીને મળતી નથી અને તેની ઈરછા કરનારનું તજવાનું પુણ્ય નાશ પામે છે, આવી રીતે બન્નેથી ભ્રષ્ટ થાય છે. તજવાથી થતો મનને સંતેષ અને ન તજનારને થતો સ્થૂળ કલ્પિત સંતેષ એ બને તેને મળતા નથી. બીજી રીતે આ દષ્ટાંત મનુષ્યજન્મ ઉપર બરાબર ઘટી શકે તેવું છે. વિષય કાકિણું તુલ્ય સમજવા અને હજાર મહોર તે મનુષ્યભવ સમજ. જરા વિચાર કરવાથી કાકિણી સારુ મનુષ્યજન્મ હારનારની મૂખતા સમજી શકાશે. ૩. જળબિંદુનું દૃષ્ટાંત–એક વખત એક મનુષ્ય બહુ તરસ્ય થયો હતો. તેણે ઊભા ઊભા દેવની સ્તુતિ કરી, તેથી કોઈ દેવતા પ્રસન્ન થઈ તેના પર તુષ્ટમાન થયો અને તેને ઉપાડીને ક્ષીરસમુદ્રને કાંઠે લાવીને મૂકો. આ પ્રાણી મૂર્ખ હતો. તેણે તો ત્યાં પણ પાણી પીધું નહિ અને પિતાને ઉપાડી લાવનાર દેવને કહ્યું કે “હે દેવ! મારા ગામની સીમમાં એક કૂવો છે તેના કાંઠા પર દર્ભ ઊગેલે છે અને તે દર્ભના છેડા પર રહેલું પાણીનું બિંદુ પીવાની મારી ઈચ્છા છે, તેથી જો તમે મારા પર તુષ્ટમાન થયા હો તે, ત્યાં લઈ જાઓ.” દેવતાએ જાણ્યું કે એ મંદભાગ્ય મૂર્ખ છે, તેથી તેને ઉપાડીને અસલ જગ્યાએ મૂક્યો. કૂવાકાંઠે જઈને જુએ છે તે પાણીનું બિંદુ તે પવનથી પડી ગયું હતું. તે વખતે ઘણે શોક કરવા લાગ્યો કે હું તે બન્નેથી ભ્રષ્ટ થયો. મેં જળબિંદુ પણ ખોયું અને ક્ષીરસમુદ્ર પણ ખાયો અને નફામાં તરસ્યો રહ્યો. ઉપનય--કેઈક દેવની સહાયથી જેમ તે પ્રાણી ક્ષીરસમુદ્ર પહોંચ્યો અને પોતાની લાલસાને તાબે થઈ પાણી પીધા સિવાય પાછા આવ્યા અને બનેથી ભ્રષ્ટ થયો, તેવી જ રીતે તને પણ દેવગે તપસંયમરૂપ ક્ષીરસમુદ્ર પ્રાપ્ત થાય ત્યારે તું તેનું આરાધન કર્યા વગર ઝાકળબિંદુ તુલ્ય સાંસારિક સુખની લાલસાથી પાછા સંસારી થવા ઈચ્છા કરીશ, તે પરિણામે તને આ ભવમાં સુખ મળશે નહિ અને પરભવનું સુખ તે તું ચારિત્રના પરિ ણામથી ભ્રષ્ટ થયું ત્યારથી જ હારી ગયું છે, કારણ કે તેના ઉપાયભૂત તપ-સંયમને તે મૂકી દીધાં છે. શુદ્ધ ચારિત્ર-વર્તન ન રાખનાર બને રીતે ભ્રષ્ટ થાય છે. સંતેષ રાખનારને, શુદ્ધ વર્તન રાખનારને પ્રવૃત્તિની મારામારીથી થતી મનની વ્યાકૂળતાના અભાવ ઉપરાંત ફરજ બજાવ્યાની શાંતિ અને આનંદ થાય છે, તે પણ તેને મળતાં નથી અને વર્તનનું ફળ પણ મળતું નથી. આ ઉભયભ્રષ્ટ સ્થિતિ બહુ વિચારવા જેવી છે. બીજા કાકિણીના દષ્ટાંતની પેઠે આ દષ્ટાંત પણ મનુષ્યભવ માટે ઘટે છે. અત્રે ઉદયબિંદુ તુલ્ય વિષય, દેવ તુલ્ય ગુરુમહારાજ અને ક્ષીરસમુદ્ર તુલ્ય સમ્યક્ત્વ કે ચારિત્ર સમજવાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy