SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૦ ] અધ્યાત્મક૫મ | [ દ્વાદશ કાચી હોય, તો આવા ગુરુને જેગ થાય છે. એવાને આશ્રય કરવામાં પણ જરા પણ લાભ નથી, એટલું જ નહિ પણ અનેક પ્રકારનાં શલ્ય હૃદયમાં પેસે છે કે જે અનંત ભવે પણ જવાં મુકેલ થાય છે. આવા ગુરુ કદાચ શુદ્ધ ઉપદેશક હોય, છતાં 4G ના કg –આત્મા આત્માને જાણે છે–મને મન સાક્ષી છે-એ નિયમ પ્રમાણે એવા ઓળઘાલુના ઉપદેશની ખરી અસર થતી નથી. દંભી, કપટી, માયાવી ગુરુને પણ આ વર્ગમાં સમાવેશ થાય છે. અપવાદ માગે આ વર્ગ આદરતા કેટલાક ઉત્તમ છે તેના ઉપદેશથી તરી પણ જાય છે. ચોથા વર્ગમાં પોતે ડૂબે અને આશ્રય લેનારને પણ ડૂબાડે-એવા પથ્થર સમાન ઉસૂત્રપ્રરૂપક શિથિલાચારી કુગુરુ સમજવા. એ વર્ગમાં પોતે ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારની પુષ્ટિ કરનારા ગોરજી, યતિ, શ્રીપૂજય વગેરે આવે છે. તેઓ સંસારના સર્વ વિષયમાં આસક્ત, ધર્મને નામે ઢાંગ ચલાવનારા અને ધર્મ પર આજીવિકા ચલાવનારા છે. હવે પછીના અધિકારમાં સૂરિમહારાજ એ વર્ગને ઘટતો ન્યાય આપે છે, તેથી અત્ર લખવાની બહુ જરૂર રહેતી નથી. આ ચાર પ્રકારના ગુરુમાંથી પહેલા ભાંગાના શુદ્ધ ગુરુ શેાધી તેને ઉપદેશ ગ્રહણ કરે. ગુરૂમહારાજને અનુસરવું એ ખાસ ફરજ છે. ઉપાધ્યાયજી ત્યાગાષ્ટકમાં કહે છે કે – गुरुत्वं स्वस्य नोदेति, शिक्षासात्म्येन यावता । आत्मतत्त्वप्रकाशेन, तावत्सेव्यो गुरुत्तमः ।। આત્મતત્વ પ્રકારે કરીને (પરમાર્થ સ્વરૂપની પ્રાપ્તિ થઈને) ગુરુએ આપેલી શિક્ષામાં થવી જોઈતી તલ્લીનતાએ આ જીવ જ્યાં સુધી ગુરુત્વને પામે નહિ, ત્યાં સુધી ઉત્તમ ગુરુની સેવા કરવી.” શાસ્ત્રકાર કુગુરુના પાંચ વર્ગ પાડે છે: પાસ, ઉસ, કુશીલ, સંસત્ત, યથા દે-આ સર્વ ક્રિયામાર્ગમાં તથા જ્ઞાનમાર્ગમાં જુદી જુદી રીતે શિથિલતા બતાવનારા છે. એના ઉપર આવતા અધિકારમાં વિવેચન કરવામાં આવશે. તેની વિશેષ સમજણ મેળવવા માટે સંબોધસિત્તરીની ટીકા, ધમદાસ ગણિકૃત ઉપદેશમાળા અને ઉપાધ્યાયજીની કુગુરુની સક્ઝાય વાંચવાં. એ પ્રમાણે સદ્દગુરુનું અને કુગુરુનું સ્વરૂપ છે. આ મનુષ્યભવની સફળતા ગુરુની જોગવાઈ અને પસંદગી પર છે. ગુરુને શાસ્ત્રકાર એટલું બધું માન આપે છે કે એક તરફ ગુરુ હોય અને એક તરફ દેવ હોય તો, અમુક અપેક્ષાએ, પ્રથમ ગુરુને નમસ્કાર કર્યો પછી દેવને વંદન કરી શકાય. આનું કારણ સ્પષ્ટ છે. જોકે દેવ તે ગુરુ અને શિષ્ય બંનેને એકસરખા આરાધ્ય છે, પરંતુ, શિષ્યની અપેક્ષાએ જોઈએ તો, ગુરુ દેવને બતાવનાર છે, ઓળખાવનાર છે. કેટલીક વાર એ દષ્ટિરાગ થઈ જાય છે કે તેથી ગમે તેવા ગુરુનો આશ્રય કરવાની વૃત્તિ થાય છે. એના સંબંધમાં સાતમા શ્લોકમાં યથાર્થ વિવેચન થયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy