________________
વિકાર ]
દેવ-ગુરુધ શુદ્ધિ
[ ૨૬૧
આ જીવને ખરેખરા ઉપયેાગી ગુરુમહારાજ છે. સ'સારથી તારનાર, હાવાને લીધે તે ખરેખરા લાભકારક કહી શકાય. તેના ઉપકારના બદલા વાળવા મુશ્કેલ છે. શ્રી સિંદૂરપ્રકરમાં ગુરુ અધિકાર કહે છે કે :~
*
નરકરૂપ ખાડાને વિષે પડતા જીવાને પુણ્ય અને પાપનું ફળ પ્રકટ ખતાવી આપનારા ગુરુ વિના બીજા કોઈ પિતા, માતા, ભાઈ, પ્રિય સ્ત્રી, પુત્રના સમૂહ, મિત્ર, મદોન્મત્ત હસ્તી, અશ્વ, સુભદ્ર અને રથ, સ્વામી કે સેવકવર્ગ આ પ્રાણીનું રક્ષણ કરવાને સમર્થ નથી. ”
पिता माता भ्राता प्रियसहचरी सुनुनिवहः सुहृत् स्वामी माद्यत्करिभटरथाश्वः परिकरः । निमज्जन्तं जन्तुं नरककुहरे रक्षितुमलं, गुरोर्धर्माधर्मप्रकटनपरात्कोऽपि न परः ||
તેટલા માટે સૌંસારસમુદ્રમાં પડતાં બચાવનાર ગુરુમહારાજ ખરેખરા માતા, પિતા, મધુ, મિત્ર કે જે કહીએ તે છે, એવા સદ્ગુરુની શેાધ કરી તેમની સેવા કરવી અને તેમનાથી શુદ્ધ દેવ અને ધર્મને ઓળખવા. ગુરુની સેવામાં વિનય પ્રધાન છે. એ ગુણથી ધ પ્રાપ્તિ, વિદ્યાપ્રાપ્તિ વગેરે જલદી થાય છે.
ગુરુમહારાજની સેવા કરી શુદ્ધ ધર્મ આદરવા. તેનુ વિસ્તૃત સ્વરૂપ અગિયારમા તથા ખારમા શ્લોકમાં બતાવ્યુ છે. વધારે વિગત ગુરુમહારાજથી જાણવી.
આ જમાનામાં ગુરુ વગર સર્વ જ્ઞાન મેળવવાની આકાંક્ષા બહુ રહે છે, પરાધીન વૃત્તિ પસંદ આવતી નથી; પરતુ જૈન શાસ્ત્રની રચના અને પદ્ધતિ પ્રમાણે એ બનવું મુશ્કેલ છે. એવા જ્ઞાનથી લાભ કરતાં હાનિ ઘણીવાર થાય છે અને, વાસ્તવિક વિચારીએ તા, ચાલુ જમાનાની કેળવણી પણ ગુરુના બતાવ્યા વગર મળી શકતી નથી. આ બાબત ધ્યાનમાં રાખવાની બહુ જરૂર છે. આવતા અધિકારમાં સાધુ કેવા હેાવા જોઈ એ તે બહુ સ્પષ્ટ રીતે બતાવાશે.
ગુરુને શાસ્ત્રકાર આવી મહત્ત્વવાળી જગ્યા આપે છે, તેના બદલામાં તેએ પાતાની જવાબદારી સારી રીતે સમજે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઘટતા ફેરફારો કર્યા કરે, ઉપદેશ અને ઉદ્દેશ લેાકરુચિ પ્રમાણે નહિ, પશુ આગળ-પાછળના પુષ્કળ વિચાર કરી શુદ્ધ વસ્તુસ્વરૂપ બતાવે અને સ્વીય અને પરકીયના તફાવત રાખે નહિ—— —આવા પુરુષા અને મહાત્માએ ગુરુસ્થાનને શેાભાવે છે.
ધર્મ શુદ્ધિના સ`ખંધમાં આ અધિકારમાં કાંઈ ઉલ્લેખ નથી, અગિયારમા અધિકારમાં તે સબધમાં ઉલ્લેખ કરવામાં આવ્યા હતા અને ગુરુતત્ત્વની મુખ્યતા કરવાથી અને તેની પસંદગીમાં ભૂલ ન કરવાથી ધર્મતત્ત્વ પ્રાપ્ત થાય છે એ નિયમને અનુસરીને ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org