SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] યતિશિક્ષા [ ૨૮૩ તારી ફરજ બજાવીશ, તે તું તે સર્વ મેળવવા માટે હકદાર છે, નહિ તે આવતા ભવમાં બળદ કે પાડા થઈને ભાર ખેંચી દેવાં પૂરાં કરવાં પડશે; અથવા ગધેડા કે ઘડા થઈને વાહન ખેંચવાં પડશે; ભરૂચના પાડા થઈને દેવું આપવું પડશે કે દ્રામના ઘોડા થઈ દુઃખ વેઠી, હવાલા નખાવવા પડશે! માટે ગુણ વગર સ્તુતિની ઈચ્છા રાખ નહિ, ગુણ માટે પ્રયાસ કર. પડાઈ પછવાડે પૂંછડું ચાલ્યું આવે છે, તેમ ગુણ પછવાડે સ્તુતિ તે ચાલી જ આવે છે. (૧૯ ૨૦૦) ગુણ વગરના વંદન-પૂજનનું ફળ गुणेषु नोद्यच्छसि चेन्मुने ! ततः, प्रगीयसे यैरपि वन्द्यसेऽय॑से । ગુલિત પ્રત્વ તિ નોf તૈત્તિ રામમવષ્યs a | ૨૦ | (વંરાથવિટ) - “હે મુનિ ! જે તું ગુણ મેળવવા યત્ન કરતો નથી, તે પછી જેઓ તારી ગુણસ્તુતિ કરે છે, તને વાંદે છે અને પૂજે છે, તેઓ જ જ્યારે તું યુગતિમાં જઈશ ત્યારે તને ખરેખર હસશે અથવા તારે પરાભવ કરશે.” (૨૦) વિવેચનસ્પષ્ટ છે. ગુણ ગાન, વંદન, પૂજન એ સર્વ ગુણ હેય તે જ શોભે છે, નહિ તે શોભતા નથી, એટલું જ નહિ પણ પરભવમાં મહાદુઃખ આપે છે, કૃતકર્મ ભેગવવાં પડે છે. અત્યારે બાહા દંભ ચાલે છે, પરંતુ પરભવમાં તેને બદલે ભગવો પડશે ત્યારે બહુ આકરું પડશે અને ત્યાં કઈ પણ પ્રકારને દંભ ચાલશે નહિ. (૨૦, ૨૦૧) ગુણ વગરનાં વંદન-પૂજન: હિતનાશ दानमाननुतिवन्दनापरैर्मोदसे निकृतिरञ्जितैजनैः ।। न त्ववैषि सुकृतस्य चेल्लवः, कोऽपि सोऽपि तव लुट्यते हि तैः ॥ २१ ॥ (रथोद्धता) “તારી કપટજાળથી રંજન પામેલા લોકે તને દાન આપે, નમસ્કાર કરે કે વંદન કરે ત્યારે તું રાજી થાય છે, પણ તું જાણતા નથી કે તારી પાસે એક લેશ સુકૃત્ય હશે તે પણ તેઓ તૂટી જાય છે.” (૨૧) વિવેચન-પ્રગટ છે. બાહ્ય વેશ, બેટે ઉપદેશ અને આડંબર કરી તું કપટજાળ પાથરે છે. એ જાળમાં અજાણ્યાં પક્ષીઓ જેવા મનુષ્ય ભૂલથી ફસાઈ જાય છે અને પછી તને દાન, માન વગેરે આપે છે ત્યારે તું રાજી થાય છે. પણ મૂર્ખ તારામાં જરા પુણ્યને અંશ કદાચ હોય, તે પણ તું ખાતો જાય છે, પાપ બાંધે છે, તેને વિચાર કરે છે? તું માને છે કે પક્ષી ઠીક સપડાયું છે, પણ પક્ષી તે નિર્દોષ છે, તે શુભ ઈરાદાથી આવ્યું છે, તેથી તે તે લાગ આવે છેવટ છટકી જશે, પણ જશે ત્યારે તને મોટું નુકસાન થશે, તારી પક્ષીને મેળવવાની જે સાધનશક્તિ હતી તે પણ જશે. આવી રીતે તને લાભ કરતાં હાનિ ઘણું વધારે થાય છે તે તું જ. તે ઉપરાંત બાહ્ય દેખાવ જાળવી રાખવા, અત્યારે જે યુક્તિએ તારે રચવી પડે છે તે તે જુદી. (૨૧; ૨૦૨). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy