________________
૨૮૪] અધ્યાત્મકલ્પદ્રુમ
[ ત્રયાશ . સ્તવનનું રહસ્ય-ગુણર્જન भवेद्गुणी मुग्धकृतैर्न हि स्तवैर्न ख्यातिदानार्चनवन्दनादिभिः । . विना गुणानो भवदुःखसंक्षयस्ततो गुणानर्जय किं स्तवादिभिः १ ॥ २२ ॥
(વંરારથ અને સ્ત્રઘંરા-પાતિ ) “ભેળા એ કરેલી સ્તુતિથી કઈ માણસ ગુણવાન થતું નથી, તેમ જ પ્રખ્યાતિ પામવાથી અથવા દાન, અર્ચન અને પૂજન મેળવવાથી પણ કેઈ ગુણવાન થતું નથી. ગુણ વગર સંસારનાં દુઃખને ક્ષય થતો નથી, તેટલા માટે હે ભાઈ! ગુણ ઉપાર્જન કર. આ સ્તુતિ વગેરેથી શું લાભ છે ?”(૨૨)
વિવેચન–અનેક વાર જોઈ ગયા કે સર્વ પ્રાણીની ઈરછા દુઃખને નાશ કરવાની અને સુખને પ્રાપ્ત કરવાની હોય છે, જે સુખ પછવાડે ફરી દુઃખ થાય, તેને સુ સુખ કહેતા નથી. અવ્યાબાધ સુખ તે મોક્ષ થાય ત્યારે જ મળે છે; મેક્ષ મેળવવા માટે અસાધારણ ગુણે ઉત્પન્ન કરવા જોઈએ. તેથી જણાય છે કે આ જીવનસાફલ્ય માટે ગુણ ઉત્પન્ન કરવાની ખાસ જરૂર છે.
કેટલાંક પ્રાણી ભેળા જે સ્તુતિ કરે તે સાંભળી રાજી થાય છે. મહારાજ! આપ તે શાંતરસના દરિયા છે અને કૃપાસિંધુ છે. પરંતુ એથી ગુણવાન થવાતું નથી. ગુણવાન તે ગુણ હોય તે જ થાય છે, માટે ગુણ મેળવ. વંદન-નમસ્કાર મીઠાં લાગે છે, સારાં લાગે છે, પણ તે પરિણામે ખેટાં છે, ફસાવનારાં છે, રખડાવનારાં છે, અને તારું જીવન અફળ કરનારાં છે. કોધનો જય, બ્રહ્મચર્ય, માન-માયાને ત્યાગ, નિઃસ્પૃહતા, ન્યાયવૃત્તિ અને શુદ્ધ વ્યવહાર વગેરે ગુણોની તારામાં જમાવટ કર અને પછી તેની સુવાસ ચિતરફ ફેલાવ. સારું અને સાચું વર્તન કરતી વખતે તારા મનમાં જે અપૂર્વ આનંદ થશે તે વર્ણવી શકાય તેવું નથી. આ જન્મનું સાર્થક કરવાને એ એક મુખ્ય અને કદી નિષ્ફળ ન થાય તેવો રસ્તે છે. (૨૨; ૨૦૩)
ભવાંતરને ખ્યાલ લોકરંજન પર અસર अध्येषि शास्त्रं सदसद्विचित्रालापादिभिस्ताम्यसि वा समायैः । येषां जनानामिह रजनाय, भवान्तरे ते क्क मुने ! क च त्वम् १॥२३॥ (उपजाति)
જે મનુષ્યનું મનરંજન કરવા માટે તું સારા અને ખરાબ અનેક પ્રકારનાં શાસ્ત્ર ભણે છે અને માયાપૂર્વક વિચિત્ર પ્રકારનાં ભાષણેથી (કંઠશેષાદિ) ખેદ સહન કરે છે, તેઓ ભવાંતરે ક્યાં જશે અને તું ક્યાં જઈશ?”(૨૩)
વિવેચન–હવે જો એમ કહેતા હોય કે આપણે તો બધું જનરંજન કરવા માટે જ * જુઓ હદયપ્રદીપષત્રિંશિકા, લેક ૧૯મો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org