________________
અધિકાર ] યતિશિક્ષા
[ ર૭પ, એવી રીતના શબ્દો તું દરરોજ બને ટંકના પ્રતિક્રમણમાં અને પિરિસિ ભણાવતાં વારંવાર બોલે છે અને છતાં પણ પાછું વર્તનનું ઠેકાણું રાખતું નથી, એ તે સ્પષ્ટ રીતે ગેરવ્યાજબી લાગે છે. એથી તે તું બેવડે ભારે થાય છેઃ સાવદ્ય કર્મથી તને પાપ લાગે છે અને અસત્ય વચન બોલવાથી પણ પાપ લાગે છે. વચન અને વર્તન એકસરખાં પ્રવર્તાવવાં જોઈએ. જ્યાં મન-વચન-કાયાની ત્રિપુટી ત્રણ રસ્તા લે ત્યાં દુઃખના દરિયા ઊછળે છે. વચન-દેખાવ-ઉપદેશ જુદા પ્રકારનો કર અને વર્તન વિપરીત રાખવું એથી પરભવમાં અનેક જાતની માનસિક ઉપાધિઓ ઉપરાંત નરકના જેવી મહાભયંકર શારીરિક પીડાઓ ભોગવવી પડે છે અને આ ભવમાં પણ દેખાવ જાળવી રાખવા કેટલીક બેટી ખટપટ કરવી પડે છે. વિદ્વાને કહી ગયા છે કે –
यथा चित्तं तथा वाचो, यथा वाचस्तथा क्रियाः ।
चित्ते वाचि क्रियायां च, साधूनामेकरूपता ॥ એટલે જેવા વિચાર તેવી જ વાચા અને વાચા તેવું જ વર્તન : એવી રીતે સાધુને મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં એકીભાવ હોય છે. અત્ર એટલું જણાવવું આવશ્યક થઈ પડશે કે અભ્યાસદશામાં જેવી વાણું તેવું જ સર્વથા વર્તન હોઈ શકતું નથી, પણ શુદ્ધ ચિત્તથી મનમાં તે વતન પિતામાં હવાને દાવો કર્યા સિવાય અને ઓટો ડોળ કર્યા સિવાય અભ્યાસ કરવામાં બાધ નથી. (૧૧; ૧૯૨)
યતિ સાવધ આચરે તેમાં પરવચનનો દોષ वेषोपदेशाद्युपधिप्रतारिता, ददत्यभीष्टानृजवोऽधुना जनाः । भुक्षे च शेषे च सुखं विचेष्टसे, भवान्तरे ज्ञास्यसि तत्फलं पुनः ॥१२॥ (उपजाति )*
વેશ, ઉપદેશ અને કપટથી છેતરાયેલા ભદ્રિક લોકો તેને હાલ વાંછિત વસ્તુઓ આપે છે, તું સુખે ખાય છે, સૂવે છે અને ફરતે ફરે છે, પણ આવતા ભવે તેનાં ફળ જાણીશ.” (૧૨)
વિવેચન—ઉપર ચેથા અને પાંચમા શ્લોકમાં આ બાબતમાં બહુ કહ્યું છે. હે યતિ ! ભદ્રિક જી તને ગુણવાન ધારીને પિતે ન ખાય તેવી વસ્તુઓ તને ખાવા માટે આપે છે, તેમ જ તને દરેક પ્રકારની સગવડ કરી આપે છે, તેને તુ ગેરલાભ લે છે સાધુ પણાને યોગ્ય તારું વર્તન ન હોય તો તારે તે વસ્તુ પર કઈ પણ પ્રકારને હક્ક નથી. હક વગર તું કાંઈ પણ ગ્રહણ કરીશ તે દેવાદાર થઈશ અને તે ઉપરાંત દંભ કરવાથી મહાદુર્ગતિમાં જવું પડશે.
જદ્રવંશા અને વંશસ્થને સંકર થવાથી એક ઉપજાતિ થાય છે. આ ઉપજાતિ તે જાતને છે. જુઓ છંદેનુશાસન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org