SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] કષાયત્યાગ [ ૧૩૭ પુત્રોને બોલાવ્યા. ઇદ્રદત્ત રાજા પણ પુત્ર સહિત આ મંત્રી સુરેંદ્રદત્તને પણ સાથે લઈ આવ્યો. સ્વયંવરમંડપની શોભા અદભુત કરી હતી. મંડપની વચ્ચે સ્તંભ ઊભો કર્યો. તેની ઉપર ચાર ચાર ચક્ર મંડાવ્યાં. એક એક ચક્રમાં બહુ આરા કર્યા અને દરેક ચક્રને એવી રીતે યંત્ર દ્વાર ગોઠવ્યું કે એક જમણી બાજુએ ફરે અને એક ડાબી બાજુએ ફરે. તે સ્તંભની ઉપર એક સુંદર પૂતળી માંડી અને તેનું મુખ નીચું જોતું કરાવ્યું. નીચે મોટી તેલની કડાઈ માંડી. તેની બાજુમાં કન્યા પંચવણી ફૂલમાળ હસ્તમાં લઈ ઊભી રહી. નીચેની કઢાઈમાં નજર રાખી, ઉપર આઠ ચકમાં પસાર કરી, રાધાની ડાબી આંખને વીધે, એવી રીતે જે રાજપુત્ર બાણ મારે તેને વરવું, એવી તેની પ્રતિજ્ઞા હતી, રાજપુત્રએ કાર્ય શરૂ કર્યું. કેટલાક તે પિતાની જગ્યા પરથી ઊઠયા જ નહિ, કેટલાક કઢાઈ સુધી જઈ પાછા આવ્યા; કેટલાક ધનુષ્ય પડતું મૂકી ચાલ્યા અને એવી રીતે સર્વ નષ્ટભ્રષ્ટ થયા. ઇંદ્રદત્ત રાજાના બાવીશ પુત્રોને પણ એ જ હાલ થયા ત્યારે રાજા બહુ ખિન્ન થઈ ગયે. મંત્રીએ પછી ત્રેવીસમા પુત્રની હકીકત કહી, રાજાને સંબુદ્ધ કર્યો. રાજાને સર્વ હકીકત યાદ આવી. સુરેંદ્રદત્તને કાર્ય કરવા રાજાએ આજ્ઞા કરી. તે ઊઠો, ચાલ્ય, ધનુષ્ય લીધું, નીચી દષ્ટિ કરી, ધનુષ્ય વાળ્યું, બાણને વેગ કર્યો અને સર્વ ચકો જ્યારે અમુક સ્થાનમાં આવ્યાં, ત્યારે બાણ છોડયું, જેણે આઠ ચકોની વચ્ચે થઈ કઈ પણ આરાને સ્પર્શ કર્યા વગર રાધાની ડાબી આંખને વીધી. તુરત જ કુંવરીએ વરમાળા તેના ગળામાં | આરે પણ કરી. આ હકીકત પર વિચાર કરતાં સાતમા લેકમાં કહે છે કે “રાધાના મુખ નીચે ચક્રો અનુક્રમે એકબીજાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે છે અને તેની નીચે ધનુર્ધર પુરુષ નીચું મુખ કરીને ઊભે રહ્યો છે. કદાચ કોઈ ભાગ્યવંત નિપુણ તે રાધાની ડાબી આંખ બાણના મુખથી વીંધી શકે, પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતો નથી.” (૭) ફર્મ–એક બહુ મેટે કહે છે, તેમાં એક કાચબો રહે છે. તેણે એક વખત પાણી ઉપરની સેવાળ તૂટવાથી આસો સુદ પૂર્ણિમાની રાતે આકાશમંડળમાં સકળકળાસંપૂર્ણ નયનાનંદકારી, સમગ્ર નક્ષત્રે બિરાજમાન ચંદ્ર દીઠે. આથી તેને બહુ આનંદ થયો. આ કુદરતી દેખાવ પિતાના કુટુંબને દેખાડવા તે ડૂબકી મારી પાણીમાં ગયે અને કુટુંબને લઈને પાછો આવ્યા, ત્યાં તે સેવાળ મળી ગઈ હતી. આથી ચંદ્રદર્શન કર્યા વિના જ તેના કુટુંબને પાછું ફરવું પડ્યું. પૂર્ણિમાની રાત્રિ, સેવાલનું સફેટન અને કુટુંબ સહિત પિતાની હાજરી, એ સર્વ વેગ ફરી વાર મળવા મુશ્કેલ છે. આથી આઠમા શ્લોકમાં કહે છે કે “સેવાળ-બંધ છૂટવાથી એક સરોવરમાં રહેલ કાચ પૂર્ણચંદ્રનાં દર્શન કરવાથી બહુ આનંદ પાયે અને તેનું દર્શન કરવા માટે પિતાના કુટુંબને લઈ આવે, પણ સેવાલ મળી ગઈ. આ પ્રમાણે પુનર્દશન કદાચ તે કરે, પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ પામી હારી જાય છે તે તેને ફરી વાર પ્રાપ્ત કરી શકતું નથી.” (૮) અ. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy