SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ] અધ્યાત્મકપમ केचित्वागमपाठिनोऽपि दधतस्तत्पुस्तकान् येऽलसाः, त्राहितेषु कर्मसु कथं ते भाविनः प्रेत्यहाः १ ॥ ७ ॥ ( शार्दूलविक्रीडित ) “ કેટલાંક પ્રાણીઓએ શાસ્ત્રના અભ્યાસ કર્યાં ન હોય તેાપણુ ખીજાના જરા ઉપદેશથી, મુશ્કેલીથી સાધી શકાય તેવાં શુભ અનુષ્કાના તરફ આદરવાળા થઈ જાય છે અને શ્રદ્ધાપૂર્વક શુદ્ધ આશયવાળા થઈ જાય છે તેને ધન્ય છે ! કેટલાક તે આગમના અભ્યાસી હાય અને તેનાં પુસ્તકા પાસે રાખતા હોય, છતાં પણ આ ભવ-પરભવનાં હિતકારી કાર્યાંમાં પ્રમાદી થઈ જાય છે અને પરલેાકને હણી નાંખે છે, તેનું શુ થશે ?” (૭) વિવેચન—વિદ્યા અને મુક્તિપ્રાપ્તિને કેવા સ'ખ'ધ છે તે વિચારવા જેવુ છે. વિદ્વાનાને જ મેાક્ષ મળે છે એમ નથી, પણ અભ્યાસની સાથે સરળતા, સદ્ઘતન જોઈએ. Smiles નામના એક પ્રખ્યાત ગ્રંથકાર કહે છે કે ‘અસાધારણ વિદ્વત્તાની સાથે હલકામાં હલકા દુર્ગુણા કેટલીક વાર મળેલા હોય છે, અને ઉચ્ચ ચારિત્રને વિદ્યા સાથે કાંઈ પણ ખાસ સંબંધ નથી.' દેવ-ગુરુ-ધર્મ પર શુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ વન અને સરળ સૌમ્ય પ્રકૃતિથી ઘણા ભદ્રિક જીવા તરી ગયા છે. હકીકત આમ છે, છતાં પણ વિદ્યાવાનને સંસાર તરવા સહેલા પડે છે એમાં તેા જરા પણ શક નથી. જ્ઞાનીને વિચારણા-વતન સારાં થઈ જવાને બહુ સભવ છે અને અજ્ઞાની કરોડો વર્ષે જે ક ક્ષય કરે તે, જ્ઞાની એક શ્વાસેાચ્છ્વાસમાં કરી શકે છે. પણ આવી સગવડ છે તે સાથે જ જો જ્ઞાની પ્રમાદી થઈ જાય, આડંબર કરનારા થઈ જાય, વાહવાહ ખેલાવનારા થઇ જાય, આશીભાવ રાખી ધર્માચરણ કરે, તા તેને માટું નુકસાન થાય છે અથવા ઢંકામાં તેનેા અધઃપાત થાય છે. જેમ કમ ક્ષયનુ પ્રખળ સાધન જ્ઞાનીના હાથમાં રહે છે, તેમ તીવ્ર કર્માંબધ અને જવાબદારીનું જોખમ પણ તેને માથે વધારે છે. જ્ઞાનવાને-વિદ્યાવાને બહુ વિચારીને દરેક કાય કરવાની જરૂર છે. મૂળ શ્લાકમાં શાસ્ત્રના અભ્યાસ નહિ કરનાર એમ કહ્યુ' છે તે અલ્પ અભ્યાસ કરનારા માટે હાય એમ સમજાય છે. આ àાથી અજ્ઞાનવાદને પુષ્ટિ આપી નથી તે ખાસ સમજવાની જરૂર છે. આ આખા અધિકારમાં જ્ઞાનને અલ્પાંશ પદ આપવામાં આવ્યું હોય, ત્યાં વિષયપ્રતિભાસ જ્ઞાનને અંગે તે કથન છે એમ સમજવુ. તત્ત્વસ વેદન જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તા આ અધિકારમાં વર્ણવેલી સ્થિતિ હેાય જ નહિ. તે જ્ઞાનવાનને હૈય-ઉપાદેયના શુદ્ધ નિશ્ચય હાય છે, તેની વૃત્તિ સ્વસ્થ હેાય છે અને તેની મુખમુદ્રા પર શાંત રસ ઢળેલા હાય છે. તેવા જ્ઞાનવાળાનું વર્તન પણ બહુ શુદ્ધ હેાય છે અને તેની અને અલ્પ અભ્યાસીની કદી પણ સરખામણી થઈ શકે જ નહિ. શાસ્ત્રકાર અજ્ઞાનવાદની કદી પણ પુષ્ટિ આપતા નથી એ ખાસ ધ્યાનમાં રાખવાનુ છે. બાકી જ્ઞાનનાં પુસ્તકાના ભ’ડાર કબજામાં રાખવાથી અને માટી સભાએ જીતવામાત્રથી કાંઈ બહુ લાભ નથી એ અત્ર ઉદ્દેશ છે. (૭;૯૮) * જીએ હરિભદ્રસૂરિજી અષ્ટક ( – ૬ ). Jain Education International [મ્મમ For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy