SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] શાસગુણ [ ૧૫૩ મુગ્ધબુદ્ધિ વિ. પંડિત धन्यः स मुग्धमतिरप्युदिताहंदाज्ञारागेण यः सृजति पुण्यमदुर्विकल्पः पाठेन किं व्यसनतोऽस्य तु दुर्विकल्पै-र्यो दुस्थितोऽत्र सदनुष्ठितिषु प्रमादी॥८॥(वसन्ततिलका) માઠા સંકલ્પ નહીં કરનાર અને તીર્થકર મહારાજે ફરમાવેલી આજ્ઞાઓના રાગથી શુભ ક્રિયા કરનાર પ્રાણી અભ્યાસ કરવામાં મુગ્ધ બુદ્ધિવાળો હોય, તે પણ ભાગ્યશાળી છે. જે પ્રાણી માઠા વિચારો કર્યા કરે છે અને જે શુભ કિયામાં પ્રમાદી હોય છે, તેવા પ્રાણીને અભ્યાસથી અને તેની ટેવથી શું લાભ છે?(૮) વિવેચન તીર્થંકર મહારાજે કહ્યું છે તે ખરું છે, બાકી સર્વ મિથ્યા છે” એવી સામાન્ય બુદ્ધિવાળા પ્રાણી સંસારસમુદ્ર તરી જાય છે; પણ જે પ્રાણી માઠા વિચાર કરતે હેય, સંસારમાં રામા રહેતે હેય, રાજકથાદિક વિકથામાં આસક્ત હોય અને શુભ ક્રિયામાં પ્રમાદી હોય તે પ્રાણી વિદ્વાન હોય તે પણ કામ નથી. શુદ્ધ શ્રદ્ધા કેટલો લાભ આપે છે તે અત્ર જોવાનું છે. શુદ્ધ શ્રદ્ધા વગર કાંઈ લાભપ્રદ થઈ શકતું નથી. ગણતરીમાં પણ જીવ ત્યારે જ આવે છે. અતીન્દ્રિય વિષયમાં શ્રદ્ધા રાખવાની જ જરૂર છે. મનુષ્યપ્રવૃત્તિમાં પ્રાણીને વિચાર કરવાને પણ બહુ વખત મળતું નથી, તેથી જેઓએ વિચાર કર્યો હોય તેઓ પર આધાર રાખી તેઓને પગલે પગલે ચાલવું શ્રેષ્ઠ છે. મનુષ્યજીવનકાળ અલ્પ છે, બુદ્ધિ મંદ છે અને અન્ય વ્યવહારમાં કાળક્ષેપ બહુ થાય છે, તેથી મેટે ભાગે તે જેઓનાં વચન આપ્ત લાગતાં હોય તેની પરીક્ષા કરીને તેને અનુસરવું, એ જ માર્ગ ગ્રહણ કરવા યોગ્ય જણાય છે. એક માણું મગ રસોઈ માટે ચૂલા પર ચઢાવ્યા હોય તો તેની પરીક્ષા માટે એક મગ બસ છે, તે પ્રમાણે આપ્તતાની પરીક્ષા કરવી. વીતરાગદશા, શુદ્ધ માર્ગકથન, અપેક્ષાઓનું શુદ્ધ સ્થાપન, નયસ્વરૂપને વિચાર અને સ્યાદ્વાદવિચારશ્રેણી –એ આતતાની પરીક્ષા માટે પૂરતાં છે. વિશેષ કૃપશમ હોય અને અનુકૂળતા હોય, તેણે વિશેષ પ્રકારે પરીક્ષા કરવાને અત્ર નિષેધ નથી, પરંતુ ગમે તેમ કરી આપ્તનાં વચન પ્રમાણે અનુષ્ઠાન કરવાની આવશ્યકતા અત્ર સ્વીકારી છે. અત્ર જે માર્ગનું દર્શન કરાવવામાં આવ્યું છે તેમાં પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનો નિષેધ નથી, પણ દુર્વિકલ્પને ત્યાગ કરવાને ઉપદેશ છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. (૯૯૯) શાસ્ત્રાભ્યાસ–ઉપસંહાર अधीतिमात्रेण फलन्ति नागमाः, समीहितैर्जीव ! सुखैर्भवान्तरे । स्वनुष्ठितै किं तु तदीरितैः खरो, न यत्सिताया वहनश्रमात्सुखी ॥१॥ (वंशस्थ ) માત્ર અભ્યાસથી જ ભવાંતરમાં ઈચ્છિત સુખ આપીને આગમ ફળતા નથી, * નુ કા પટઃ | અ. ૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy