________________
૩૨૦ ]
અધ્યાત્મકપડુંમ
[ત્રાશ
સામાન્ય માણસને માટે પણ હાસ્યાસ્પદ ગણાય છે, અને એવા વર્તનવાળાને દૂર કરવામાં વિલબ ન જ થવા જોઈએ. ખાસ કરીને સાધુએએ પેાતાનુ· વન ઉચ્ચ રાખવા માટે વિચાર કરવા જોઈએ. તેઓ બીજા સ`સારી જીવાના વર્તનથી બહુ ઊંચા વર્તનવાળા હોવા જોઈએ. સ્થૂળ બાબતમાં જ નહિ પણ માનસિક વિચારા અને કષાયાદિકની મ`તા માં પણ તેઓ ઉચ્ચ ભૂમિકા પર હાવા જોઈએ. આ હકીકત પર આખા અધિકારમાં વારંવાર ભાર મૂકવામાં આવ્યા છે. જમાનાના રંગ બદલાતા જાય છે. પ્રપંચ, અજ્ઞાન અને ઇંદ્રિયવશતાનેા ત્યાગ કરી નવા જમાનાને યાગ્ય શુદ્ધ ઉપદેશ આપવાની બહુજ જરૂર છે.
સાધુઓના વર્તન માટે વિશિષ્ટ ધારણ જોઈ એ, છતાં આજકાલ અભિમાનને અંગે થતા સમુદાયભેદ અને ચેાગ્યતા ન હોવા છતાં, પદવી માટે લાભ, ઘણે સ્થાનકે જોવામાં આવે છે. શ્રી મુનિસુંદરસૂરિ આ સ્થિતિને પાંચમા આરાના ભાવ જ કહે છે. એથી વધારે શું કહી શકાય? જમાનાની જરૂરિયાત સમજી, અંદરના વિક્ષેપ દૂર કરી, ધર્મપ્રભાવના કરવા સારુ સાધુઓએ ઉદ્યત થવુ જોઈએ. છતાં, કાળ માહાત્મ્ય કહેા કે ગ્રહ અવળા કહા કે ગમે તે કહો, પણ સાધુજીવન પાસેથી જે સ્પષ્ટ ઉપદેશની અને ઉદ્દેશની ઇચ્છા રખાય, તે તે વના જ સમજીએ જોઈ શકતા નથી. નકામા સમુદાયભેદ હવે છેડી દેવા જોઈ એ અને શાસ્ત્રક્ત નિયંત્રણાએ કબૂલ રાખી શાસનના સામાન્ય હિત માટે એકસરખા ઉદ્યમ કરવા જોઈએ, કારણ કે તેમ કરવાની બહુ જરૂર છે. આ વિષયમાં સાધુએ બહુ કરી શકે તેમ છે. વળી, ધાર્મિક ઉન્નતિ થવા સાથે પુણ્યબળ જાગશે, એટલે સામાન્ય સ્થિતિ પશુ સુધરી જશે, સાધુ વગેરે ધન! સરક્ષણકાર્યમાં ઘણું કરી શકે, તેનું કારણ એ છે કે તેઓને સ'સારની ઉપાધિ નથી, ભરપાષણની ચિંતા નથી, દીકરા દીકરી પરણાવવાં નથી, ઘરહાટ ચણાવવાં નથી અને મનને અન્યત્ર શકવુ પડે એવું કાઈ પણ કાર્ય નથી, તેમ જ કાઈની પરવા નથી.
આ અધિકારમાં કોઈ કોઈ વાર પુનરાવર્તન થયુ' છે. વિષયની ગભીરતા અને ગહનતાને લઈને પ્રેરણા કરવા સારુ એમ કરવુ" યુક્ત છે, દરેક વિષય પર પ્રસંગ મળતાં નોટ લખી છે તેથી ઉપસ'હારમાં વિશેષ લખવાની જરૂર નથી.
આ યતિશિક્ષા-ઉપદેશમાં સુરિમહારાજે ઘણુ કહ્યુ` છે. હે યતિ ! મનુષ્યભવ વગેરે જોગવાઈ મળ્યા પછી અને સંસારમાંથી નીકળવાનુ` આવું ઉત્તમ દ્વાર પ્રાપ્ત થયા પછી પણુ જો તું પૂરતા લાભ લઈશ નહિ તા પછી તને પસ્તાવે થશે. આ ભવમાં ઘેાડા વખત સુધી મન ૫૨ અંકુશ રાખી ઈંદ્રિયના વિષયા અને કષાયા તજીશ, તેા પછી તને મહાસુખ પ્રાપ્ત થશે, દુઃખના નાશ થશે અને પરવસ્તુને આશીભાવ મટી જશે, હું સાધુ ! તારું... જીવન સમિતિ અને ગુપ્તિમય છે. એ અષ્ટ પ્રવચનમાતા છે અને એને પાળવા માટે તારે યત્ન કરવા એ તારુ' મુખ્ય કર્તવ્ય છે. વિશેષ વિસ્તારથી તારે સયમના સત્તર ભેદો અને ચરણ-કરણ-સિત્તરી પાળવી એ તારુ' સાધ્યબિંદુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org