________________
અધિકાર ] યતિશિક્ષા
[ ૩૧૯ સુધરે તે ગ્રંથને માટે ઉદ્દેશ પાર પડે; છતાં ગ્રંથકર્તાએ પિતાની નેમ પાર પાડવા માટે, તેઓ તરફ પણ પૂરતાં કટુ વચન વાપર્યા નથી અને વિવેચનમાં પણ એ મુદ્દા ઉપર બહુધા લક્ષ્ય આપ્યું છે.
આ જીવને મુનિમાર્ગ બહુ કઠણ છે એમ લાગે છે. એનું કારણ એ છે કે જીવને અનાદિ અભ્યાસ ઈદ્રિયોનાં સુખ ભોગવવાં અને મનને નિરંકુશ છોડી દેવું એ થઈ ગયે છે. પ્રસંગ મળતાં પ્રમાદ અને કષાય કરવામાં આ જીવ વિચાર કરતા નથી. ડુંગર ચઢવું મુશ્કેલ લાગે છે, તેમ જ ગુણસ્થાન પર ચઢવું એમાં પ્રબળ પુરુષાર્થની જરૂર પડે છે. એ પુરુષાર્થ થાય નહિ ત્યાં સુધી એ માર્ગ અતિ મુશ્કેલ લાગે છે, પરંતુ એક વખત રાગ-દ્વેષ અને સંસારનું ખરું સ્વરૂપ જાણ્યા પછી અને આમિક તથા પૌગલિક ભાવ વચ્ચે તફાવત સમજ્યા પછી, સંસાર કડે ઝેર જેવો લાગે છે. આવા જ્ઞાનગર્ભિત વિરાગ્યવાસી જી એક વખત વમેલા સાંસારિક ભાવેને ચાહતા નથી, ઘૂંકેલું ગળતા નથી અને તત્ત્વતઃ તેના પર દુગછા રાખે છે. જેઓ આ સ્વરૂપ બરાબર સમજ્યા ન હોય, અથવા સમજીને પતિત થયા હોય, તેઓ કેઈ વખત વિષયાદિકને આધીન થઈ જાય છે, પૈસા રાખે છે, સ્ત્રીસંબંધ કરે છે અને ધર્મના બેટા બહાનાથી યાંત્રિક વિહાર જેવા ત્યાજ્ય કાર્યો પણ કરે છે. આ સર્વ સંસાર છે. એમાં વસ્તુસ્થિતિનું ખરું જ્ઞાન નથી, એ શ્રદ્ધા પણ નથી અને સંપ્રદાયના પ્રચલિત રિવાજોનું અનુસરણ પણ નથી. આવા પ્રકારની ચેષ્ટા જોઈ કવચિત્ મુનિમાર્ગ પર અપ્રીતિ ન કરવી. એ માર્ગ બહુ જ ઉત્તમ છે, એટલું જ નહિ પણ સર્વોત્તમ છે, સમતામય છે, મોક્ષસુખની પ્રસાદી છે અને સર્વ કલેશને નાશ કરનાર છે. એ માર્ગમાં આત્મકલ્યાણ તરફ લક્ષ્ય રાખી જેટલો પ્રયાસ કરવામાં આવે છે તેટલો લાભ થાય છે અને મળેલ લાભ જતું નથી. વળી, જેઓ એ માગ આદરી શકતા ન હોય, તેવાઓએ પણ એના ગુણ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવી અને તેના તરફ શુભ દષ્ટિ રાખ્યા કરવી. ઈચ્છા રાખવાથી તે પ્રયાસ કરવાથી ઈચ્છિત વસ્તુ કાળે પ્રાપ્ત થાય છે.
જેઓ દુનિયાના વ્યવહારથી બહાર હેઈ દુનિયાને ઉપદેશ દેવાની જગ્યા લેતા હોય, તેઓના સંબંધમાં અભિપ્રાય આપતાં ધારણ ઊંચા પ્રકારનું તે રાખવું જ જોઈએ. જેઓ ધાર્મિક બાબતે પર મોટાં ભાષણ આપતા હોય, દુનિયાની નજરમાં કામ ક્રોધાદિકથી મુક્ત ગણાતા હોય, તેઓ પણ પ્રાકૃત મનુષ્યની માફક વિષયાંધ અથવા ઇદ્રિયવશ થઈ જાય, તે માફ ન થઈ શકે તેવું વર્તન ગણાય. અને એવા ક્ષુલ્લક મનુષ્યને તે સમુદાય તુરત જ દૂર કરી નાખે છે, છતાં કેટલીક વખત દેખીતી બાબતમાં પણ મનુષ્યસ્વભાવ સરાગ દષ્ટિથી ભૂલ કરે છે. દોરા-ચિઠ્ઠી કરનાર, છડી પોકરાવનાર, રેલવેમાં મુસાફરી કરનાર, સ્ત્રીસંબંધ કરનાર અથવા વાડી-ગાડી રાખનાર આવા યતિ, ગોરજી કે સાધુઓ ધર્મને વગેવનારા થાય છે. તેવાઓને રાગથી સન્માન મળે છે તે અનિષ્ટ છે. આવું વર્તન તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org