________________
અધિકાર ] યતિશિક્ષા
[ ૨૬૮ શુદ્ધ ચારિત્ર ધારણ કરી મનમાં ખુશી થજે, માત્ર વેશથી રા ચીશ નહિ. સાધુપણાની ફરજ એક બાજુએ અને બીજી બાજુએ નારકી તથા મૃત્યુ ધ્યાનમાં રાખજે. ફરજ ભૂલ્યા બન્ને રાક્ષસે તૈયાર છે, એ મનમાં ચકકસ રાખજે. (૪; ૧૮૫)
કેવળ વેશ ધારણ કરનારને તે ઊલટો દેષ वेषेण माद्यसि यतेश्चरणं विनात्मन् !, पूजां च वाञ्छसि जनाबहुधोपधिं च । मुग्धप्रतारणभवे नरकेसि गन्ता, न्यायं बिभर्षि तदजागलकर्तरीयम् ॥५॥(वसन्ततिलका)
હે આત્મન ! તું વર્તન (ચારિત્ર) વગર માત્ર યતિના વેશથી જ મકકમ રહે છે (અહંકાર કરે છે, અને વળી લોકોની પૂજાની અપેક્ષા રાખે છે; તેથી ભેળા વિશ્વાસ રાખનારા લોકોને છેતરવાથી પ્રાપ્ત થતા નરકમાં નું જરૂર જવાનું છે એમ લાગે છે. ખરેખર તું “અજાગલકર્તરી” ન્યાય ધારણ કરે છે.” (૫)
વિવેચન–“ઉપધિ” ધર્મોપકરણરૂપ સાધુનાં વસ્ત્ર, પાત્ર વગેરેને સમૂહવાચક શબ્દ છે. લોકે વંદન-નમસ્કાર કરે એવી ઈચ્છા રાખવી અને અનેક પ્રકારની ઉપાધિ મેળવવા ઈરછા રાખવી, એ ગુણ વગર ઠીક નથી. વંદન કોને ઘટે? ઉપાધિ શા માટે રાખવાની છે? એ કાંઈ માજશેખનું સાધન નથી, એ તે સંયમગુણની વૃદ્ધિમાં અગવડ ન પડે, તે સારુ યોજેલ સાધન છે. આવા બાહ્યાચાર ઉપર વૃત્તિ રાખવી અને પિતાનું વર્તન જરા પણ ઊંચું ન રાખવું, એ પિતાને હાથે પિતાને વધ કરવા જેવું છે. જેવી રીતે બકરીને એક ખાટકીએ મારવા તૈયાર કરી અને તે સારું છરી શોધવા લાગ્યો. બીજેથી તેને છરી પ્રાપ્ત થઈ નહિ; પણ જાતિસ્વભાવથી બકરીએ ભૂમિ ઉખેડી, પિતે દીઠેલી છરી દાટી, ઉપર ધૂળ વાળી અને તે ભાગ ઉપર ગળું રાખી તે છરી છુપાવવાની બુદ્ધિએ બેઠી. પરંતુ એમ કરવા જતાં એ જ કાતિ વડે તેને નાશ થયો ! આ “અજાગલકર્તરી” ન્યાય છે. આવી રીતે પિતાના હાથથી જ પિતાને નાશ કરે એ અનુચિત વર્તન છે. માત્ર વેશ યતિને રાખે અને વર્તન છેટું રાખવું એથી દુર્ગતિરૂપ દુઃખ પોતાના હાથે મેળવવા જેવું થાય છે. શુદ્ધ ચારિત્રવાન પણ વંદન, નમસ્કાર કે ઉપધિની વાંછા કરતા નથી, પણ કદી તેઓ કરે તે નીતિની અપેક્ષાએ કાંઈ પણ વાજબી ગણાય, કારણ કે તેમ કરવાને તેઓનો હક્ક છે. પણ તે નામધારી ! તારે તે એક પણ બચાવનું સાધન નથી. (૫; ૧૮૬)
બાહ્ય વેશ ધરવાનું ફળ जानेऽस्ति संयमतपोभिरमीभिरात्म-अस्य प्रतिग्रहमरस्य न निष्क्रयोऽपि । किं दुर्गतौ निपततः शरणं तवास्ते, सौख्यञ्च दास्यति परत्र किमित्यवेहि ॥६॥ (वसंततिलका)
મારા જાણવા પ્રમાણે હે આત્મન્ ! આવા પ્રકારના સંયમ અને તપથી તો (ગૃહસ્થ પાસેથી લીધેલાં પાત્ર, ભેજન વગેરે) વસ્તુઓનું ભાડું પણ પૂરું થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org