SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ શમ નામ કાઢવાની ખરજ આવે છે, તેમ ધર્મીમાં નામ કાઢવાની ખરજ આવે તેમ કર, તારા પેાતાના આત્મહિત માટે, તારી કામ માટે, તારા દેશ માટે, મનુષ્યસમૂહ માટે, આખી સૃષ્ટિ માટે તારાથી અને તે કર. કાંઈ ન અને તે તું જે સ ંજોગામાં મુકાયલા હૈ। તેમાં ઉત્તમ રીતે તારા પાઠ ભજવ. તુ' આવતા ભવ ઉપર આધાર રાખતા હૈ। તા તારી ભૂલ છે, કારણ કે ત્યાં તને આવી જોગવાઇ મળશે કે નહિ એ કહી શકાય નહિ; અને વળી, તારી જવાબદારી કે ફરજ શું છે તેનું જ્ઞાન અને વિવેક ત્યાં તને રહેશે કે નહિ તે પણ કહી શકાય નહિ; માટે આ સારી જોગવાઈના લાભ લેવા તું યત્ન કર. ચિટ્ટાન ૪જી મહારાજ બરાબર એ જ મતલબનુ' ગાન રેડે છેઃ— ચેતન ચાર ગતિમાં નિશ્ચે, માક્ષદ્વાર એ કાયા કરત કામના સુર પણ ચાકી, જીનકુ` અન`લક માયા રે, પૂરવ પુષ્ય ઉત્ક્રય કરી ચેતન, નીકા નરભવ પાયા રે, રહિરિ જીમ રતન ખાણુ તિમ, ગુણ સહુ યામે સમાયા રે, હિમા મુખથી વરત જાકી, સુરપતિ મન શકાયા હૈ... ।। પૂરવ૦ યા તન વિષ્ણુ તિહુ કાલ કહેા કિન, સાચા સુખ નિપજાયા રે, અવસર પાય ન ચૂક ચિદાનંદ, સતગુરુ યુ· દરસાયા રે. ॥ પૂરવ૦ (૧૩૯) ધર્મ કરવાની આવશ્યકતા; તેથી થતા દુ:ખય धर्मस्याक्सरोऽस्ति पुद्गलपरावर्तैरनन्तैस्तवा यातः सम्प्रति जीव ! हे प्रसहतो दुःखान्यनन्तान्ययम् । स्वल्पाहः पुनरेष दुर्लभतमास्मिन् यतस्वार्हतो, धर्म कर्तुमिमं विना हि नहि ते दुःखक्षयः कर्हिचित् ॥ ७ ॥ ( शार्दूलविक्रीडित ) હું ચેતન ! બહુ પ્રકારે અનેક દુઃખા સહન કરતાં કરતાં અનંતા પુદ્દગલપરાવર્તન કર્યા પછી હાલમાં તને આ ધર્મ કરવાના અવસર પ્રાપ્ત થયા છે; તે પણ થાડા દિવસ ચાલશે. અને ફરી ફરીને તેવે અવસર મળવેા મહામુશ્કેલ છે; માટે ધર્મ કરવામાં ઉદ્યમ કર. આ વગર તારાં દુઃખને કદી પણ અંત થશે નહિ.” (૭) વિવેચન—અનંત દુઃખ ખમતાં અને અનંત કાળ ગયા પછી, કુદરતી રીતે નદીના પ્રવાહમાં અથડાઈ અથડાઈને ગાળ થતા પાષાણના ન્યાયથી, આ જીવ મનુષ્યભવ પામે છે. એની દુર્લભતા કેટલી છે તે ઉપર સમજાઈ ગયુ` છે. એ મનુષ્યભવ પણ વળી બહુ થોડા વખત ચાલે છે. આ જમાનામાં મનુષ્યનુ' ઉત્કૃષ્ટ ૧૦૦ વર્ષનું આયુષ્ય ગણીએ, તે તેમાંથી પ્રથમનાં ૨૦ અને પછવાડેનાં ૩૦ વર્ષ લગભગ નકામાં છે. બાળપણામાં અન્નતા અને ૧. અભિલાષા. ૨. મનુષ્યકાયાની. ૩. અમાપ. ૪. રગિરિ. ૫. ઈંદ્ર. ૬. ભૂલ. ૭. બતાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy