SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] વેરાગ્યપદેશ [ ૧૦૧ વૃદ્ધાવસ્થામાં અશક્તિ આ વને નકામાં બનાવે છે. બાકીના મધ્યના વખતમાં બને તે કર. ફરી ફરીને આવી જોગવાઈ મળશે નહિ. જે અત્યારે ભૂલ્યો તે પાછા ફરીને જલદી ઠેકાણે પડીશ નહિ ધર્મ વગરનું જીવન એ નકામું જીવન જ છે. ધર્મ વગર દુઃખને નાશ થતો નથી અને ધર્મ પ્રાપ્તિ માટે ભાગે મનુષ્યભવમાં જ થઈ શકે છે, તેથી આ અવસરને લાભ લેવા કહ્યું છે. અનંત કાળનું સ્વરૂપ પાંચમા કર્મગ્રંથથી જાણી લેવું. પુદ્દગળપરાવર્તનનું સ્વરૂપ જાણવા જેવું છે. તેના દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવથી પ્રત્યેકના બાદર અને સૂક્ષમ ભેદ કરતાં આઠ પ્રકાર થાય છે. ઔદારિક, વૈક્રિય, તિજસ, કામણ, ભાષા, શ્વાસોચ્છવાસ અને મનોવણપણે ચૌદ રાજલોકનાં સર્વ પુદગળો પરિણમા એટલે પ્રત્યેક વર્ગણારૂપે દરેક પુદ્દગળપરમાણુ પરિ માવે ત્યારે દ્રવ્યથી બાદર પુદ્ગીપરાવર્તન થાય (કેઈક આચાર્યો પ્રથમની ચાર વર્ગણારૂપે સર્વ પુદ્દગળ પરિણુમાવવાનું કહે છે.) એ જ પુÉગળપરમાણુને પ્રથમ ઔદારિક વગેરણારૂપે ભગવે, ત્યાર પછી અનુક્રમે વિક્રિય વણારૂપે ભોગવે, યાવત્ મવર્ગણરૂપે ભગવે. તેમાં એક પરમાણુને ઔદારિક તરીકે ભગવ્યા પછી, વચ્ચે વૈક્રિયાદિક રૂપે ગમે તેટલા ભગવે તે ગણવા નહિ. એવી રીતે અનુક્રમે સાત વણપણે સર્વ પુદગળો ભગવાય ત્યારે દ્રવ્યથી સૂમ પુદગળપરાવર્તન થાય છે. લોકાકાશના અસંખ્ય પ્રદેશ છે. તે દરેક પ્રદેશને મરણથી સ્પર્શે ત્યારે ક્ષેત્રથી બાદર પુગળપરાવર્તન થાય છે. અને લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમસર એક પછી એક પ્રદેશે સ્પશર મરણ પામે, એમ સર્વ પ્રદેશને અનુક્રમે સ્પર્શ થાય ત્યારે ક્ષેત્રથી સૂક્ષ્મ પુદ્ગીપરાવર્તન થાય છે. આમાં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે કઈ પણ એક પ્રદેશે મરણ થયા પછી તેને અનંતર પ્રદેશે મરણ થાય તે જ પ્રદેશ ગણા; બાકી અન્ય પ્રદેશેએ વચ્ચેના વખતમાં ગમે તેટલાં મરણ થાય તે પ્રદેશ ગણવા નહિ. ઉત્સર્પિણીના અને અવસર્પિણીના સર્વ સમયે આડાઅવળા મરણથી સ્પશે ત્યારે કાળથી બાદર પુદ્ગીપરાવર્તન થાય છે. અને, ઉપર બતાવેલી રીત પ્રમાણે, એક કાળચકેના પ્રત્યેક સમયને અનુક્રમે મરણ વડે સ્પશે, ત્યારે કાળથી સૂક્ષ્મ પુગીપરાવર્તન થાય છે. એમાં ઉત્સર્પિણીમાં પ્રથમ સમયે કાળ કર્યા પછી તેના પછીના જ બીજા સમયે બીજી કઈ પણ ઉત્સર્પિણીમાં કાળ કરે તે જ ગણાય છે, વચ્ચેના મરણસમયે ગણતા નથી. કષાયના કારણથી જે અધ્યવસાય થાય તેને લીધે કર્મબંધ થાય છે. એ કર્મબંધમાં * આ વિષય વધારે પારિભાષિક (technical) છે. એ બરાબર સમજવા માટે ગુરુગમની જરૂર પડશે. કાંઈક જરૂરી હકીકત ઉપમિતિભવપ્રપંચાના પ્રથમ ભાગના ભાષાંતરમાં બતાવી છે. પ્રકાશક, શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy