SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ દશમ અહુ તરતમતા હોય છે. કષાય મંદ કે તીવ્ર હોય તેમ કર્મના અનુબંધમાં ફેર પડે છે. એનાં અસખ્ય સ્થાનેા છે અને તેથી અનુબંધસ્થાન પણ અસ`ખ્ય છે, પ્રાણીને જેવી જેવી જુદી જુદી વાસના તેટલા તેટલા જુદા જુદા અધ્યવસાય થાય છે અને તે પ્રત્યેકમાં તરતમતા હોય છે તેથી પ્રત્યેકનુ સ્થાન જુદું પડે છે. એ અનુષ‘ધસ્થાન અસંખ્ય સમજવાં, એ સર્વ અધ્યવસાયસ્થાનક આગળપાછળ ફરસીને પૂરા કરે ત્યારે ભાવથી માદર પુદ્દ ગળપરાવર્તન થાય છે; અને પ્રથમ અપકષાયાયરૂપ અધ્યવસાયે છતા મરણ પામે, ત્યાર પછી બીજા ગમે તેવાં સ્થાનકોએ મરણ પામે તે ગણાય નહિ, પણ ત્યાર પછી તેની અનંતરના અધ્યવસાયસ્થાનકે મરણ પામે તે જ ગણાય. એવી રીતે સર્વ અધ્યવસાયસ્થાનક એ અનુક્રમ પ્રમાણે ચાલતા કાળ કરે ત્યારે ભાવથી સૂક્ષ્મ પુશળપરાવન થાય છે. આ સ્વરૂપમાં ખાદર પુદ્દગળપરાવર્તનના ચાર ભેદ કહ્યા છે એ જરા ઠીક લાગશે. કારણ કે એમાં બહુ ઓછા ભવા કરવા પડે છે (પ્રમાણમાં), પરંતુ શાસ્ત્રકાર કહે છે કે, એ સમજવાથી સૂક્ષ્મ ભેદ ગ્રાહ્યમાં આવે તેથી જ બતાવ્યા છે. બાકી, આ જીવે જે અનંત પુદ્દગળપરાવર્તન કર્યાં અને હજી કદાચ કરશે તા તે સૂક્ષ્મ સમજવાં, હે જીવ! આ સ્વરૂપ વાંચીને વિચારતાં આખા આડે આવશે. આવાં અનંત પુગળપરાવર્તન તે કર્યાં છે અને જો ધર્મ નહિ કરે તે। તેવા અનતા પુગળપરાવર્તન સુધી હજી રખડવુ' પડશે, પણ ન રખડવુ એ તારા હાથની ખાજીના ખેલ છે; માટે ઊઠ, પ્રમાદ ત્યાગ કર, ધર્મ કર અને ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કર ( ૭; ૧૩૧). અધિકારી થવા પ્રયત્ન કર गुणस्तुतीर्वाञ्छसि निर्गुणोऽपि सुखप्रतिष्ठादि विनापि पुण्यम् । अष्टाङ्गयोगं च विनापि सिद्धी - र्वातूलता कापि नवा तवात्मन् ||८|| ( उपजाति ) “તારામાં ગુણુ નથી તાપણુ તુ ગુણની પ્રશ'સા થતી સાંભળવા ઇચ્છે છે, પુણ્ય વગર સુખ અને આખરૢ ઇચ્છે છે, તેમ જ અષ્ટાંગ યાગ વગર સિદ્ધિઓની ” વાંછા રાખે છે. તારું વાયડાપણું. તા કાંઈ વિચિત્ર લાગે છે!” (૮) વિવેચન—આ જીવને એક એવી ટેવ પડી ગઈ છે કે પેાતાનામાં ન હેાય, તે ગુણેા હાવાના ફાંકા રાખવા, ગુણ વગર તે હાવાના દાવા કરવા, અથવા તે ગુણેા હોવાની સ્તુતિ થવાની ઈચ્છા રાખવી, એ મૂર્ખાઈ છે. તેવી જ રીતે પુણ્ય વગર શેઠિયા થઇને મેટરમાં ફરવાની કે માન–પ્રતિષ્ઠા મેળવવાની ઇચ્છા રાખવી તે ગેરવાજબી છે. દુનિયાનાં ભાગ્યશાળી પ્રાણીએ તે નથી જોયાં કે જેઓ જન્મે ત્યારથી તે મરે ત્યાં સુધી દુઃખના ખ્યાલ પણ કરી શકતાં નથી શ્રેણિક નામના રાજાને કરિયાણું ધારી શ્રેણિકને વખારે નાખા' એમ * અણિમા વગેરે આઠ સિદ્ધિ છે. જુઓ ધર્મરત્નપ્રકરણ પ્રથમ ભાગ તથા આદીશ્વરચરિત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy