________________
૩૪]. અધ્યાત્મકલ્પદ્રુમ
[ પ્રથમ દેખાડે છે અને તદ્દન અધમ વૃત્તિવાળા તે ગુણિયલ પુરુષની નિંદા કરે છે. જ્ઞાનીનું લક્ષ્ય તે સર્વદા ગુણ ઓળખવાનું અને ગુણ પ્રાપ્ત કરવાનું જ હોય છે. તેથી જ્યારે જયારે તે અમુક વ્યક્તિમાં કઈ પણ સદગુણ છે એમ સાંભળે છે ત્યારે ત્યારે મનને સ્થિર રાખી તે સાંભળે છે, એટલું જ નહિ, પણ ગુણનું અસ્તિત્વ વિચારી આનંદ પામે છે, ગુણને પ્રત્યક્ષ ભાવ જોઈ-જાણી તે તો રાજી રાજી થઈ જાય છે અને ગુણવાન તરફ સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે. બીજા માણસેના ગુણોને હલકા પાડતા નથી અથવા તેની કિંમત ઓછી કરવા જેવું ગૂઢ વચન બોલતા નથી. જ્ઞાની માણસો આવા હોય છે; કારણ કે ગુણ પ્રાપ્તિને ઉપાય જ તે છે. “રાગ ધરીજે જિહાં ગુણ લહીએ” એ ભાવ જાણકાર માણસ સ્વાભાવિક રીતે જ સમજે છે. માધ્યચ્ય ભાવનામાં નિર્ગુણ ઉપર સમચિત્ત રાખવાને ઉપદેશ આપ્યો હતે. અત્ર ગુણવાન ઉપર ઈર્ષ્યા દૂર કરી પ્રેમ રાખવા અને ગુણ ઉપર રાગ કરવાને ઉપદેશ છે. કહ્યું છે કે : परगुणपरमाणून पर्वतीकृत्य नित्यं, निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥
આણુ જેવા પારકા ગુણોને પર્વત જેવા માનીને નિરંતર પિતાના હૃદયમાં વિકસ્વરભાવ પામતા સન્ત પુરુષો કઈ કઈ હોય છે.”
આવી રીતે ગુણગ્રાહીપણું પ્રાપ્ત કરવાની બહુ જરૂર છે. બીજાના નાના ગુણને પણ માટે સમજી તે પ્રાપ્ત કરવા પ્રયાસ કરો. આને બદલે જે તે ગુણની ઉપેક્ષા કરવામાં આવે અથવા તેની ઈર્ષ્યા કરવામાં આવે અથવા તે નિંદા કરવામાં આવે તે બહુ હાનિ થાય છે. મરી ગયેલ, દુધવાળે, હાડપિંજરશેષ શ્વાન જોઈને પણ દુર્ગછા ન લાવતાં કૃષ્ણ વાસુદેવે તેના દાંતની પંક્તિનાં વખાણ કર્યા, એ ગુણગ્રાહીપણાનું અપૂર્વ દષ્ટાંત બહુ વિચારવા ગ્ય છે. સાધારણ રીતે એવા શ્વાન તરફ મેં મરડીને કે મોં પર રૂમાલ ઢાંકીને જ ચાલવાની રીત જોવામાં આવે છે. તે છતાં એમાંથી પણ શુભ ગ્રહણ કરવાની બુદ્ધિ બહુ લાભ કરનારી નીવડે છે. હંસને દૂધ અને પાણી જુદાં પાડવાની ટેવ છે એ મોટી વાત નથી, પરંતુ એમાંથી દૂધ જ ગ્રહણ કરવાની ટેવ છે એ મેટી વાત છે અને અનુસરવા યોગ્ય છે. આવા ગુણ ગ્રહણ કરનારા પુરુષે ઓછા હોય છે એ ખરું, પણ તેવા હોય છે ખરા અને આપણે પણ વિચાર કરીએ તે તેવા થઈ શકીએ. ઘણાં પ્રાણીઓની ટેવ આખા સુંદર શરીરમાં ક્ષત ક્યાં છે એ શોધવાની હોય છે. ગુણવાનમાં કઈ સહજ દેષ હોય તે શોધી તે દ્વારા તેનું નબળું બોલનારા બહુ આમિક હાનિ પામે છે. ગુણગ્રાહીપણાની ટેવ બહુ લાભકર્તા છે.
જ્ઞાની પુરુષનું બીજું લક્ષણ એ છે કે બીજે કઈ પ્રાણું પિતાની નિંદા કરે અથવા પિતાની ઉપર ક્રોધ કરે તો તે વખતે પણ પિતાના મનને સ્થિરતામાં રાખે; પિતાની નિંદા સાંભળી તે ગુસ્સે થઈ જતો નથી અને તેનું મન તે વખતે અતિવ્યસ્ત થઈ જતું નથી,
* જુઓ શ્લોક ૧૬ મો અને તેના પરની નેટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org