________________
અધિકાર ] સમતા
[ ૩૩ જેણે આ જીવનમાં કોઈ મહાન કાર્ય કર્યું હોય તેને તે બહુધા નરકમાં જવાનું હેતું નથી અને તેના જીવનની સફળતા ગણાય છે, પરંતુ તારે તે હજુ નરક-નિગોદમાં જવાની બીક ઊભી જ છે. વળી હે ભવ્ય ! તું આમ ચિંતા વગરનો થઈને ફર્યા કરે છે તેથી અમને તો મોટું આશ્ચર્ય થાય છે, કારણ કે જેને માથે શત્રુ હોય તે સંભાળ રાખ્યા વગર ફરી શકે નહિ અને ફરે તે દુર્દશા પામે. તારે માથે તે યમ જે અ-પ્રતિહત-શાસનવાળે શત્રુ ગાજે છે, છતાં તું બેદરકાર થઈને ફર્યા કરે છે ત્યારે શું તે શત્રુને તે જીતી લીધું છે ? તું આવા વિચાર કેમ કરતું નથી?
ઉપર જણાવેલા ગુણે જે પ્રાણીમાં હોય તેણે પણ સ્તુતિની ઈચ્છા રાખવી ઘટતી નથી અને મહાન આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવાં કાર્યો કરનારને પણ મદ કરો ઘટતો નથી; અને સુકૃત્ય કરનાર પણ બીક તજી દેતું નથી તેમ જ યમના ભયને જીતનાર પણ આત્મચિંતવન મૂકતો નથી અને જે જે મહાન પ્રાણીઓએ એ ગુણે વગેરે પ્રાપ્ત કર્યા છે તેઓએ પણ સ્તુતિની ઈરછા રાખી જ નથી અને અહંકાર પણ કર્યો નથી, એ આપણે સારી રીતે જાણીએ છીએ. પરંતુ સૂરિમહારાજ તે આ જીવને કહે છે કે આવા ગુણ વગેરે તારામાં હોય અને પછી સ્તુતિ વગેરેની ઈચ્છા રાખતા હો તો જાણે વ્યાજબી ગણાય, પણ તે કાંઈ તારામાં નથી, છતાં તુ શેના ઉપર મકકમ રહે છે?
આવી રીતે પિતામાં કયા ગુણે છે અને પોતે ક્યાં મોટાં કામ કર્યા છે, તેને બરાબર વિચાર કરી અને તેમ કરીશ ત્યારે જ તને આત્િમક સ્વરૂપ સમજાશે. ઉપદેશ દેવાની આ નૂતન પદ્ધતિ બહુ અસરકારક છે, કારણ કે મનુષ્યની તીણ લાગણીને તે પ્રેરે છે અને જાગૃત થવાની ઈચ્છા રાખનાર અભ્યાસી મુમુક્ષુ તેનું તાત્પર્ય સમજી આત્મવિચારણા કરવા ઉક્ત થઈ જાય છે. (૧૮)
જ્ઞાનીનું લક્ષણ गुणस्तवैयौँ गुणिनां परेषामाक्रोशनिन्दादिभिरात्मनश्च । मनः समं शीलति मोदते वा, खिद्येत च व्यत्ययतः स वेत्ता ॥१९॥ (उपजाति)
બીજા ગુણવાન પ્રાણીઓના ગુણની સ્તુતિ કરે ત્યારે અને અન્ય માણસો પિતા પર આક્રોશ કરે અથવા પોતાની નિંદા કરે તે વખતે જે પિતાના મનને સ્થિતિસ્થાપક રાખે છે અથવા તે વખતે જે આનંદ પામે છે અને તેથી ઊલટી વાત બનતાં (એટલે પરગુણનિદા અથવા આત્મપ્રશંસા થતાં) જે ખેદ પામે છે તે પ્રાણી જ્ઞાની-જાણકાર કહેવાય છે.” (૧૯)
વિવેચન-બીજા પ્રાણીઓનાં દાન, લેકસેવા, દેશસેવા, કમસેવા, ધૃતિ, ક્ષમા, બ્રહ્મચર્ય, ઔદાર્ય, ગાંભીર્ય, નિષ્કપટતા, સરળતા વગેરે ગુણોની પ્રશંસા સાંભળીને જ્ઞાની પુરુષ પિતાના મનની સ્થિરતા ખેઈ બેસતો નથી. સામાન્ય માણસો પૈકી ઘણા પરગુણસ્તવન સાંભળી ઈર્ષ્યા કરે છે, ચાલે તે ઘસાતું બોલે છે, કેટલીક વાર ગુણને અવગુણ કરી,
અ.
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org