________________
૩ર ] અધ્યાત્મકલ્પમ
[ પ્રથમ વિવેચન–સમતાપ્રાપ્તિનું ત્રીજું સાધન વસ્તુસ્વરૂપની અને આત્મસ્વરૂપની વિચારણું છે. જ્યારે આત્મા શું છે અને તેને અને પુદગલને સંબંધ કેવો છે? ક્યાં સુધી ચાલે તેવો છે? વગેરે બાબતનો વિચાર યોગ્ય રીતે કરવામાં આવે ત્યારે મનમાં શાંતિ થાય છે અને નકામો વ્યવસાય ઘટી જાય છે. સમતાપ્રાપ્તિનું આ ઉત્કૃષ્ટ અંગ છે, એ અંગના સમર્થનમાં આ અધિકારના હવે પછીના ઘણા શ્લોકે છે અને અધ્યાત્મશાસ્ત્ર આ વિષયને જ પુષ્ટિ આપે છે. અનેક પ્રકારે વસ્તુસંબંધ ઓળખવાને અત્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તે પર ધ્યાન રાખી વિચારણા કરવાની બહુ જ જરૂરિયાત છે. જ્યાં સુધી ચગ્ય વિચારણા કરવામાં આવતી નથી ત્યાં સુધી જ આ જીવ પોતાની શક્તિને વ્યર્થ વ્યય કરે છે. તેથી આત્મવિચારણા કરવી એ બહુ જ ઉપયોગી છે. હકીકત એમ છે કે આ જીવ આકાશના તારાઓ અને દેવતાનાં વિમાનને વિચાર કરે છે, દૂર દેશમાં શું છે તે જોવા જાય છે અને પિતાની અપ્તરંગી જિજ્ઞાસાને વિવિધ રીતે તૃપ્ત કરે છે; પરંતુ પિતે કોણ છે? પિતે શું કરે છે? શા માટે કરે છે? તેને અર્થ શું છે? તેનું પરિણામ શું છે? તે સમજાતું નથી, સમજવા યત્ન કરતો નથી, સમજવાની જિજ્ઞાસા જાગૃત કરતો નથી, પરંતુ ઊંચે આકાશમાં જોતાં કૂવામાં પડનાર જ્યોતિષીની પેઠે તે ભૂલ ખાય છે, બીજે દેડવા કરતાં અનેક આશ્ચર્યનું ધામ પિતે કેણ છે? વિશ્વવ્યવસ્થામાં પોતે કઈ જગ્યા રોકે છે? કર્મ અને ભસ્થિતિના કાયદા પિતાને કેવી રીતે લાગુ પડે છે? તેનાથી છૂટવાને ઉપાય શું છે? એ સંબંધમાં વિચાર કરવાની બહુ જ જરૂર છે. આત્મિક વિચારણા તરફ અત્ર તેનું ધ્યાન ખેંચવામાં આવે છે.
હે ચેતન! બીજા માણસો તારાં વખાણ કરે, તારી સ્તુતિ કરે, એ સાંભળવાની તું ઈચ્છા રાખે છે; પણ તારામાં ગુણ ક્યા છે ? શ્રી મહાવીર સ્વામી જેવો તપસ્યાગુણ, ગજસુકમાળ જે ક્ષમાગુણ, શ્રીપાળ મહારાજા જેવું દાક્ષિણ્ય, કંઇક મુનિ જેવી સમતા, વિજયશેઠ જેવું બ્રહ્મચર્ય, બાહુબળી જેવો મદત્યાગ, હેમચંદ્રાચાર્ય, હરિભદ્રસૂરિ કે યશોવિજયજી જેવું શ્રુતજ્ઞાન વગેરે ગુણ તારામાં હોય અને પછી તે સ્તુતિની ઈચ્છા રાખતે હોય તે તે ઠીક ગણાય, પરંતુ તારામાં તે કાંઈ નથી, છતાં શા ઉપર તું વખાણ મેળવવા માગે છે? વળી હે ભાઈ! તે શું મોટું અદ્દભુત કામ કર્યું છે કે તું ઊંચી નજર રાખીને અભિમાનમાં તણાતો જાય છે? જે વેશ્યાના ઘરમાં બાર વર્ષ રહી અનેક વિષયસુખ ભોગવ્યાં, તે જ વેશ્યાના ઘરમાં, તે જ વેશ્યાની પ્રાર્થના છતાં, ચાર માસ સુધી અડગપણે બ્રહ્મચર્ય પાળનાર શ્રી સ્થલિભદ્ર મહારાજ જેવું અથવા તો છ ખંડ સાધનાર ચક્રવતી જેવું કાંઈ મહાન કામ કરીને અહંકાર કરતો હો તો જરા વાસ્તવિક લાગે, પણ તું તે નકામો ટે છેટે અક્કડ થઈને ચાલે છે, તેનું કારણ તું વિચાર કરીને અમને સમજાવ. વળી, હે બંધુ! તે ઘોર તપસ્યા, દેશવિરતિ, સર્વવિરતિ, ચિત્યપ્રતિષ્ઠા, તીર્થયાત્રા, સંઘભક્તિ, સુપાત્રદાન વગેરે કયાં મહાન કાર્યો કરી નાખ્યાં છે કે તારે નરકમાં જવાની બીક મટી ગઈ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org