________________
ર૧૦ ] અધ્યાત્મકલ્પદ્રુમ
[અષ્ટમ નહિ ઘમ” સત્ત્વવંત પ્રાણી હોય છે તે ધર્મને માટે જીવિતવ્ય તજે, પણું જીવિતવ્યને માટે ધર્મ ન તજે; કારણ કે ધર્મ એ સર્વસ્વ છે અને એનાથી સર્વ મળે છે. પણ જ્યારે ધર્મને ગુમાવી દેવામાં આવે છે ત્યારે પછી એશ્વર્ય, યૌવન, વૈભવ કાંઈ પણ મળતું નથી અને રાખેલું હોય છે તે પણ જાય છે, માટે પ્રાણુત કષ્ટ પણ ધર્મને ત્યાગ ન કરવો આ હેતુથી જ સૂક્તમુક્તાવલિકારે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ પુરુષાર્થોમાં કેવળ ધર્મને જ પ્રધાન કહ્યો છે. તarfi બર્મ પ્રવરે નિત્ત-તે ત્રણે પુરુષાર્થોમાં ધર્મ પુરુષાર્થને જ્ઞાનીએ શ્રેષ્ઠ બતાવે છે. ગૃહસ્થોએ ત્રણે પુરુષાર્થ સરખી રીતે સાધવા
ગ્ય છે, એમ જે કહેવામાં આવે છે તે પણ જ્યારે ધર્મને બાધ ન થતો હોય ત્યારે જ સમજવું. (આ વિષય પર વિશેષ હકીકત બારમા અધિકારમાંથી મળશે.) (૧૭૧૪૧)
સકામ દુ:ખ સહન; તેનાથી લાભ दुःख यथा बहुविधं सहसेऽप्यकामः, कामं तथा * सहसि चेत्करुणादिभावैः । अल्पीयसाऽपि तव तेन भवान्तरे स्या-दात्यन्तिकी सकलदुःखनिवृत्तिरेव॥१८॥(वसन्ततिलका)
“વગર ઈછાએ જેમ તું બહુ પ્રકારનાં દુઃખ સહન કરે છે તેમ જ જો તું કરુણાદિક ભાવનાથી ઈચ્છા પૂર્વક થોડાં પણ દુખે સહન કરીશ તે ભવાંતરે હંમેશને માટે સર્વ દુઃખની નિવૃત્તિ થશે જ.” (૧૮)
વિવેચન–આ પ્રાણી પૈસા ખાતર અને કર્મના પરાધીનપણથી, ટાઢ, તડકો, ભૂખ, તરસ વગેરે સર્વ વેઠે છે, બે વાગે ખાય છે, આ બે દિવસ ભૂખ્યા રહે છે, ચિડાઉ શેઠિયાઓના ફટાવાળા હુકમ ઉઠાવે છે, માર ખમે છે અને સ્વાધીન અને પરાધીનપણે સર્વ પ્રકારનાં દુઃખ ખમે છે. આ જ પ્રકારનાં કષ્ટો કર્મક્ષયની ઈરછા સહિત સહન કરવાથી યતિએ મોક્ષ મેળવે છે. આ જીવને ઇરાદો ફેર હોવાથી તેને લાભ મળતો નથી. જે પ્રથમ અધિકારમાં કહ્યું છે તેવા સ્વરૂપવાળી મિસ્ત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવના ભાવીને રીતસર દુઃખ સહન કરવામાં આવે, તે તે કામ થઈ જાય. મેઘકુમારે હાથીના ભવમાં કરુણું લાવી ત્રણ દિવસ પગ ઊંચે રાખ્યો તેથી કેટલું સુખ પામ્યા ! હજારે વરસ સુધી ઘેર તપસ્યા કરે, છતાં મનમાં ઈછા પૌગલિક સુખની હોય, તે અજ્ઞાન, કષ્ટ વડે ઊલટે સંસાર વધારે છે. વળી, બીજી રીતે જોઈએ તો, એકેદ્રિય બેઇઢિય. તેઈન્દ્રિય અને ચૌરિંદ્રિયપણામાં તેમ જ પંચેદ્રિય તિર્યચપણમાં આ જીવ કર્મક્ષયની ઈચ્છા વિના ઘણાં દુઃખે સહન કરે છે. હવે જે દુઃખ આ જીવે સહન કર્યા છે તેથી થોડાં દુખે પણ તે પૌગલિક સુખની વાંછા સિવાય સહન કરે, તે તેને હંમેશને માટે દુઃખને છેડે આવી જાય. આવાં દુખે સમકિત દષ્ટિ જીવો મુદ્દગળના સુખની બુદ્ધિ સિવાય સહન કરે છે, તેથી તેને સકામ નિર્જરા થાય છે. સકામ”
* एकाचार्यमतेनानित्यमात्मनेपदमनुबन्धनिर्दिष्टमिति परस्मैपदम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org