________________
અધિકાર ] વૈરાગ્યપદેશ
[ ૨૧૧ શબ્દને અર્થ અત્ર વિચારવા જેવો છે. સકામ એટલે ઈચ્છાપૂર્વક–જાણી જોઈને-સમજીને કરેલું કાર્ય પણ એમાં ફળાપેક્ષા હોતી નથી અથવા હોય છે તે માત્ર કર્મક્ષય કરવાની જ હોય છે, પૌદ્દગલિક સુખ મેળવવાની હોતી નથી. અમુક ગુણસ્થાનક પ્રાપ્ત થયા પછી જ્યારે અસંગ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે, એટલે જ્યારે આત્મપરિણતિ એવી સીધી થઈ જાય છે કે વગર ધારણએ પણ શુદ્ધ વર્તન જ થાય, ત્યારે પછી “કર્મ ક્ષચ” ની પણ કામના રહેતી નથી, કીર્તિ, લાભ કે એવી ઈરછા રાખીને અનુષ્ઠાન કરવાની આજ્ઞા નથી, પણ કર્મક્ષયનું નિમિત્ત ધ્યાનમાં રાખી, તે કામનાથી અનુષ્ઠાન કરવાની આજ્ઞા છે. અને જ્યારે અસંગ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે, ત્યારે તે કામના પણ પોતાની મેળે જ જતી રહે છે. ભક્તિમાર્ગની પુષ્ટિને અંગે પ્રભુચરણે સર્વ અર્પણ કરવાને જે પ્રવાદ શ્રીમદ્દભગવદ્ગીતામાં કહે છે તેને આ વિષય સાથે બહુ સંબંધ નથી; કારણ કે એમાં પિતાની સ્થિતિ, અધિકાર કે ગ્યતા વગર કાંઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વગર કાર્ય–કર્મ કરવાની આજ્ઞા છે, એવા પ્રકારનું વર્તન અત્ર ઈષ્ટ નથી. કર્મક્ષયનું નિમિત્ત રહે, તે જ નવાં બંધાતાં અશુભ કર્મોને ડર અને મોક્ષ મેળવવામાં અનુકૂળ થઈ પડે તેવા શુભ કર્મો પર સારું લક્ષ્ય રહે. આવા પ્રકારનાં અનુષ્ઠાનને જૈન પરિભાષામાં “કામ” અનુષ્ઠાન કહેવામાં આવે છે. (૧૮; ૧૪૨)
પાપકર્મોમાં ડહાપણુ માનનાર પ્રત્યે प्रगल्भसे कर्मसु पापकेष्वरे ! यदाशया शर्म न तद्विनानितम् । વિમવયંશ વિનશ્વર તુર્ત, જિમેર જિંતુતિવતો દિ? ? ( વંશરથ)
જે સુખની ઈચ્છાથી તે પાપકમાં મૂર્ખાઈથી તલ્લીન થાય છે, તે સુખ તે જીવિતવ્ય વગર કાંઈ કામનાં નથી; અને જિંદગી તે શીધ્ર નાશવંત છે, એમ જ્યારે તું સમજે છે, ત્યારે અરે ભાઈ! તું દુર્ગતિનાં દુઃખથી કેમ બનતો નથી ?”(૧૯)
વિવેચન—ઘણું જ પાપમાં પણ મગરૂબી માને છે. પિતે પોપકારી વ્યાપાર કરતે હોય, તે બીજાને જણાવે છે કે અરે ભાઈ ! આ વ્યાપારથી આ લાભ છે અને અર્થશાસ્ત્રીઓને આ વિચાર છે અને આમ છે ને તેમ છે વગેરે. વ્યાપારની પ્રવૃત્તિમાં જે અસદ્દવ્યાપાર કરે છે અને તેનાથી જે સુખ મેળવવા ઈચ્છે છે તે સુખને આધાર તે માત્ર જિંદગી ઉપર છે, એટલે પ્રાપ્ત કરેલું સુખ બહુ તે આ ભવ સુધી ચાલશે, તેથી વધારે કાંઈ પણ સાથે આવતું નથી. પેદા કરેલા પૈસા, બાંધેલી હવેલીઓ, વાડીઓ, સુંદર ઘેડાની જોડીઓ અને પહેરવાનાં કપડાં તથા છાંટવાનાં સેન્ટ-લવંડર-સર્વ અહી જ રહેવાના છે. વળી, જિંદગીને ભરોસો નથી. પૂરેપૂરો તંદુરસ્ત દેખાતે માણસ પળવારમાં ઊડી જાય છે, વળી, જિંદગી આવી અસ્થિર છે અને પાપકર્મોથી આગામી ભવમાં દુઃખ તે બહુ પડવાનું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org