________________
અધિકાર] મિથ્યાત્વાદિનિધ
- [૩૩૭ આવો ભય રહે છે, તે પર બહુ ખ્યાલ કરવા જેવું છે. આ તે જાપાનમાં આજે આમ થયું અને વીસુવિયસ જવાળામુખી ફાટક્યો, પાર્લામેન્ટમાં આવી તકરાર થઈ અને રાજ્યમાં આવી ખટપટ ચાલે છે–આવી આવી વાત કરીને નકામે કાળક્ષેપ કરવામાં આવે છે. ચાલુ ઈતિહાસ જાણ એ જુદી વાત છે, પણ પછી એ સંબંધી વાત કરી, વિચારે બતાવી, નકામો કર્મબંધ શા માટે કરે ? શાસ્ત્રકાર એક વ્યવહારુ વચન કહે છે કે “બહુ બેલે તે બાંઠે.” આમાં બધી વાતને મુઠ્ઠી આવી જાય છે. (૯; ૨૪૭)
કાયસંવર–કાચબાનું દૃષ્ટાંત कृपया संवृणु स्वाङ्गं, कूर्मज्ञातनिदर्शनात् ।
संवृतासंवृताङ्गा यत्, सुखदुःखान्यवाप्नुयुः ॥ १० ॥ (अनुष्टुप् ) “(જીવ ઉપર) દયા લાવીને, તારા શરીરને સંવર કર, કાચબાના દષ્ટાંતથી શરીરનો સંવર કરનાર અને નહિ કરનાર અનુક્રમે સુખ-દુઃખ પામે છે.” ()
વિવેચન-કાયસંવર–મન અને વચનની પ્રવૃત્તિ જેમ નુકસાન કરનારી છે, તેમ કાયાની પ્રવૃત્તિ પણ, સાવદ્ય હોય તે, અનંત સંસાર-પરિભ્રમણ કરાવે છે. કાગની પ્રવૃત્તિ કરવી તે પણ શુભ હેતુપૂર્વક કરવી. નિષ્ફળ અને હાનિકારક પ્રવૃત્તિને સંવર કરવાની આવશ્યક્તા બહુ જ છે. હઠાગ વગેરેથી શરીર પર જય થાય છે, તે તે માત્ર આરગ્યાદિ અહિક લાભ માટે થાય છે. જૈન શાસ્ત્રકાર એને બહુ અગત્ય આપતા નથી. એક વગડામાં જમીન પર બે કાચબા ચાલ્યા જતા હતા. તે વેળા કેઈ હિંસક જનાવર આવ્યું. તેને જોતાં જ બને કાચબાએ પિતાનાં પગ ને માથું અંદર લઈ લીધાં. પછી તે જનાવર દૂર ઊભું રહી તેના પગ ને માથું બહાર કાઢવાની રાહ જોવા લાગ્યું. કેટલીક વાર એક કાચબાએ અકળાઈને પગ અને માથું બહાર કાઢયાં, એટલે પેલા જનાવરે તે પકડીને તેને મારી નાખ્યું. બીજા કાચબાએ ઘણો વખત થયા છતાં પણ, પગ કે માથું બહાર કાઢયાં નહિ, તેથી છેવટે થાકીને પેલું જનાવર જતું રહ્યું.
આ બે કાચબામાં જે કાચબાએ પિતાનાં અંગોપાંગ ગેપવી રાખ્યાં, તે સુખ પામે અને બીજે દુઃખ પામે, માટે કાયાને સંવર કરવાની પણ ખરેખરી જરૂર છે. (૧; ૨૪૮)
કાયાની અપ્રવૃત્તિ વિ. કાયાને શુભ વ્યાપાર कायस्तम्भान्न के के स्युस्तरुस्तम्भादयो यताः । શિવા દેવાં, વાયdig હુવે રતન છે ? ! (અનુષ્ટ્રમ્ )
“ માત્ર કાયાના સંવરથી ઝાડ, તંભ વગેરે કણ કણ સંયમી ન થાય? પણ જેઓનું શરીર મેક્ષ મેળવવા માટે ક્રિયા કરવામાં ઉદ્યત થાય છે, તેવા યતિની અમે સ્તુતિ કરીએ છીએ. ”(૧૧) અ. ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org