________________
૩૩૮]. અધ્યાત્મકલ્પકુમ
[ ચતુ વિવેચન—ઉપર વચનયોગ માટે કહ્યું તેમ જ કાયાની અપ્રવૃત્તિ માત્રથી કાંઈ લાભ થતું નથી, પરંતુ જરૂરનું એ છે કે કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ થવી જોઈએ, એટલે તેના વડે શુભ ક્રિયા અનુષ્ઠાન કરવાં જોઈએ. આ પ્રમાણે મન-વચન-કાયના પેગેની પ્રવૃત્તિ સંબંધી ઉપયોગી ઉપદેશ આપ્યો. હવે પાંચ ઇન્દ્રિયના સંવરની વાત કરે છે. (૧૧; ૨૪૯).
શ્રોત્રેન્દ્રિયસંવર श्रुतिसंयममात्रेण, शब्दान् कान् के त्यजन्ति न ?।।
इष्टानिष्टेषु चैतेषु, रागद्वेषौ त्यजन्मुनिः ॥ १२ ॥ ( अनुष्टुप् ) કાનના સંયમમાત્રથી કોણ શબ્દને ત્યજતું નથી ? પણ ઈષ્ટ અને અનિષ્ટ શબ્દ પર રાગ દ્વેષ તજી દે, તેને મુનિ સમજવા.” (૧૨) - વિવેચન–કુદરતી સંયમ બે રીતે આવે છે. ચઉરિન્દ્રિય સુધી શ્રોત્રેન્દ્રિય હતી જ નથી, તેને અથવા બહેરાને સ્વભાવે શ્રોત્રસંવર થાય છે. કૃત્રિમ સંયમ કાનમાં આંગળી નાખી કે પૂમડાં નાખી, બેસી રહેવાથી થાય છે. આવી રીતે બાહ્યા સંયમથી ઇન્દ્રિયને સંયમ તે અનેક વાર થાય છે, પરંતુ એવા પ્રકારના કર્માધીનપણે થયેલા બાહ્ય સંયમથી કાંઈ લાભ થતો નથી, પણ એક તરફ વાયોલિન, હારમોનિયમ, પિયાને અથવા વેણુ, મૃદંગ, દિલરૂબા વગેરેના કોમળ વનિ ચાલતા હોય અને એક બાજુ કૂતરાનું ભસવું, બેસૂર અને સાસૂર જેવા અવાજથી ચાલતું ગાયન, અથવા ગધેડાનું ભૂંકવું ચાલતું હોય, એ બને સાંભળીને મનમાં જરા પણ પ્રેમ કે ખેદ આવે નહિ, સમભાવ રહે, એમાં જ ખરેખરું મહત્તવ છે. એ જ મુનિપણું છે અને એવી સમવૃત્તિવાળા પ્રકૃષ્ટ જીવનને વૃદ્ધિ પામતાં વખત લાગતો નથી. ( શ્રોત્રેન્દ્રિય વશ ન રાખવાથી હરણ બહુ દુઃખી થાય છે. પારધી જ્યારે જાળ પાથરે છે ત્યારે હરણને તેમાં ફસાવવા સારુ વાંસળી વગાડે છે. સુંદર સ્વરથી આકર્ષાઈ ગયેલું ઇદ્રિય-પરવશ હરણ પારધીના સપાટામાં આવી જાય છે. સાંભળવાની તેમાં તેને બીજી દિશાનું ભાન રહેતું નથી. તેટલા માટે શાસ્ત્રકાર કહે છે કે “જીવિતવ્યને અશાશ્વત જાણી; મોક્ષમાર્ગના સુખને શાશ્વત જાણું અને આયુષ્યને પરિમિત જાણીને ઈદ્રિયભેગથી વિશેષ કરીને નિવર્તવું.” (ઇદ્રિયપરાજયશતક) (૧૨; ૨૫૦)
- ચક્ષુરિન્દ્રિયસંવર चक्षुःसंयममात्रात्के, रूपालोकांस्त्यजन्ति न ? । इष्टानिष्टेषु चैतेषु, रागद्वेषौ त्यजन्मुनिः ॥ १३ ॥ ( अनुष्टुप् )
માત્ર ચક્ષુના સંયમથી કેણ રૂપpક્ષણ તજતા નથી? પણ ઈષ્ટ અને અનિષ્ટ રૂપમાં જેઓ રાગ દ્વેષ છોડી દે છે, તે જ ખરા મુનિ છે. (૧૩)
વિવેચન–તેઈદ્રિય સુધીના સર્વ જીવે ચક્ષુ વગરના હોય છે. વળી, પંચેન્દ્રિય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org