________________
[ ૩૩૮
અધિકાર ]
મિથ્યાત્વાદિનિધ મનુષ્ય અને તિર્યંચમાં પણ કેટલાક અંધ હોય છે, પરંતુ આવા પ્રકારના સંયમથી શું ? તેમ જ આંખ મીંચીને બેસી રહે, તેથી પણ શું ? તેથી કાઈ મહાલાભ થતું નથી; કદાપિ જરા જરા લાભ થાય છે તે હિસાબમાં નથી, પરંતુ જ્યારે સુંદર સ્ત્રીનું રૂપ જુએ, તેની હંસગતિ અને સુંદર મુખ, હૃદયવિસ્તાર અને કાળી જંઘા જુએ, અથવા નાટક કે કુદરતની સુંદર સિનેરી જુએ ત્યારે, તેમ જ કુછ દુર્ગધ અને રેગથી બગડેલ શરીરવાળાને જુએ ત્યારે, બન્ને ઉપર સમદષ્ટિ રહે તે જ ચક્ષુરિંદ્રિયને સંવર થયો કહેવાય. આનું નામ ખરેખર સંયમ છે. બાહ્ય સંયમ તે ઘણી વાર થાય છે, થઈ જાય છે. તેટલા માટે શાસ્ત્રકાર કહે છે કે “તે જ પુરુષને ધન્ય છે, તેને જ અમે નમસ્કાર કરીએ છીએ કે જે પુરુષના હૃદયમાં અરધી આખે જેનારી અર્થાત્ કટાક્ષ નેત્રે જેનારી સ્ત્રી અટકતી નથી.” (ઇંદ્રિયપરાજયશતક)
ચક્ષુરિન્દ્રિયને સંયમ ન કરવાથી પતંગિયું બહુ દુઃખ પામે છે. દિવાના રૂપથી આકર્ષાઈ ચક્ષુરિન્દ્રિયને પરવશ થઈ તેમાં ઝંપલાવીને પિતાના પ્યારા પ્રાણ ખુએ છે. (૧૩; ૨૫૧)
ધ્રાણેન્દ્રિયસંવર घ्राणसंयममात्रेण, गन्धान् कान् के त्यजन्ति न ? ।
દાનિg તૈg, રામદેવ ચાલ્પનિઃ + ૨૪ છે (અનુષ્ટ્ર)
નાસિકાના સંયમમાત્રથી કેણ ગધને ત્યજતું નથી ? પણ ઈષ્ટ અને અનિષ્ટ ગમાં જેઓ રાગદ્વેષ ત્યજી દે છે, તે જ મુનિ કહેવાય.” (૧૪)
વિવેચન—ઉપર પ્રમાણે ભાવ સમજ. સેંટ, લવંડર, અત્તર કે સુગંધી પદાર્થોની ગંધ આવવાથી રાગ ન થાય અને વિષ્ટા વગેરેની દુર્ગધથી ઠેષ ન થાય, ત્યારે ધ્રાણેન્દ્રિયને સંવર થયો સમજો. ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુ પર સમભાવ રાખ, એ સંવર છે. જેઓ ઇદ્રિયગમાં ચોંટી રહેતા નથી, ગૃદ્ધિભાવ કે આસક્તિ રાખતા નથી, તેઓ ખરા સંયમવાન કહેવાય છે. તેટલા માટે શાસ્ત્રકાર કહે છે કે “લીલે અને સૂકે એવા બે માટીના ગોળા ભીંત તરફ ફેંકયા તે બે ગેળા ભીતે અથડાયા આ બેમાં જે લીલો મેળો હતે તે ભીંતે ચૂંટી રહ્યો અને સૂકો મેળે ન ચેટી રહ્યો. એ પ્રકારે ઇન્દ્રિયોગમાં લંપટી અને દુબુદ્ધિ પુરુષે સંસારરૂપ ભીતમાં ચોંટી રહે છે અને જે કામગથી વિરામ પામ્યા છે, તે સૂકા ગોળાની પિઠે સંસારભીંત પર ચેટી રહેતા નથી.” (ઈદ્રિયપરાજયશતક)
અત્ર ચીકાશ તે રાગદ્વેષજન્ય સમજવી. ભીંત આગળ જતાં સુધી તે બન્નેની ગતિ સરખી જ હોય છે, પણ પછી સ્થિત્યંતર થઈ જાય છે.
કમળની સુગંધમાં લપટાઈ ભ્રમર તેમાં આસક્ત થઈ જાય છે અને શહેરમાં આવી જઈ તેમાં બેસી રહે છે; જાણે છે કે સૂર્ય અસ્ત થતાં કમળ મીંચાઈ જશે અને પિતે કેદખાને પડશે, છતાં હમણાં ઊડું છું, ઊડું છું, એવા વિચારમાં ને વિચારમાં આસક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org