SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦] અધ્યાત્મક૫મ [ચતુર્દશ પણામાં પડ્યો રહે છે. અંતે સાંજે કમળ મીચાઈ જાય છે અને નિર્દોષ પણ ઈદ્રિયપરવશ ભ્રમણ સુગંધના લેભમાં તેમાં સપડાઈ જાય છે. પ્રભાતે નીકળવાની આશા રાખે છે, તેવામાં જો કોઈ હાથી આવે છે, તો તે કમળને તેડીને ખાઈ જાય છે. એ રીતે તે પિતાને પ્રાણ અર્પણ કરે છે. (૧૪; ૨૫૨ ) રસનેન્દ્રિયસંવર जिह्वासंयममात्रेण, रसान् कान् के त्यजन्ति न ? ।। મનસા વ્યક તાનિદાન , વીસિ તw રપ (મનુષ્ટ્ર ) જિલ્લાના સંયમમાત્રથી કોણ રસને ત્યજતું નથી? હે ભાઈ! જે તું તપનું ફળ મેળવવાની ઈચ્છા રાખતા હોય તે સુંદર લાગતા રસોને તજી દે.” (૧૫) વિવેચન~વ્યવહારમાં પણ કહેવત છે કે “જેની દાઢ ડળકી, તેને પ્રભુ રૂઠયો.” સંસારમાં અનત ભવ પર્યત રખડાવનાર આ ઇક્રિય છે. સારું ખાવાના વિચારમાં અને તેને ગ્ય સાધન તૈયાર કરવામાં સારા ખાવાના પદાર્થો મેળવવામાં અને છેવટે સારું ખાવામાં આ જીવ ધન્યતા માને છે. દુનિયામાં ખાઈપીને આનંદ માનનારા ધર્મો પણ નીકળેલા છે ! ખાવા પીવામાં જ મોક્ષ માનનારા જિલ્લાના લાલચુ જીવો મનુષ્યનું ખરું સાધ્યબિંદુ શું છે તે ચૂકી જાય છે. વળી, આવા બાહ્ય રસપષણથી ઈદ્રિય તૃપ્ત થતી નથી; અનંત વખત મેરુપર્વતના ઢગલાથી પણ અનંતગણે બરાક ખાધે, છતાં જીવને તૃપ્તિ થતી નથી. તેથી રસનેન્દ્રિયને વશ કરવા માટે અસાધારણ પ્રયાસ કરવાની જરૂર છે. એટલા માટે શાસ્ત્રકાર કહે છે કે “જો તું સંસારથી બીતે હું અને મેક્ષપ્રાપ્તિની ઈરછા રાખતો છે, તે ઈદ્રિનો જય કરવા માટે અસાધારણ પુરુષાર્થ ફેરવ. (શ્રીમદ્ યશોવિજયજી; ઈદ્રિયજયાષ્ટક) માછલાંને પકડવા માટે માછીમાર લોઢાને કાંટો પાણીમાં મૂકે છે, તેની સાથે મિષ્ટ લેટની પીંડીઓ બાંધે છે. રસનાની લાલચે માછલું તે ખાવા આવે છે; તે ખાતાં ખાતાં કાંટામાં ભેંકાઈ જાય છે. આવી જ રીતે અનેક પક્ષીઓ પણ ખાવાની લાલચે જાળમાં ફસાઈ જાય છે. શાસ્ત્રકાર સર્વ ઈદ્રિયમાં રસનેન્દ્રિયને જીતવી મુશ્કેલ કહે છે. __ अक्खाण रसणी, कम्माण मोहणी, वयाण तह चेव बंभषयं ॥ गुत्तीण य मणगुत्ती, चउरो दुक्खेहि जिप्पंति ॥ –“ઈદ્રિયમાં રસનેન્દ્રિય, કર્મમાં મોહનીય કર્મ, તેમાં બ્રહ્મચર્યવ્રત અને ગુપ્તિમાં મને ગુપ્તિ એ ચારે વધારે મુશ્કેલીથી જીતી શકાય છે.” (૧૫, ૨૫૩) સ્પર્શનેન્દ્રિયસંયમ त्वचः संयममात्रेण, स्पर्शान् कान् के त्यजन्ति न ? । मनसा त्यज तानिष्टान् , यदीच्छसि तपःफलम् ॥ १६ ॥ ( अनुष्टुप् ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy