SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] દેવગુરુધર્મશુદ્ધિ કુગુરુના ઉપદેશથી કરેલે ધર્મ પણ નિષ્ફળ છે फलाद् वृथा स्युः कुगुरूपदेशतः, कृता हि धर्मार्थमपीह सूद्यमाः ॥ ત૬ દિવાલ પશુ મદ્ર દે! સુઇ વિરુદ્ધ મા પદ્ધિતાáસિ . . (રાદથવૃત્ત) “સંસારયાત્રામાં કુગુરુના ઉપદેશથી ધર્મને માટે કરેલા મોટા પ્રયાસ પણ ફળની બાબતમાં જોઈએ તે વૃથા નીવડે છે, તેટલા માટે હે ભાઈ ! જે તું હિતની ઈચ્છા રાખત હો તે દષ્ટિરાગ પડતો મૂકીને અત્યંત શુદ્ધ ગુરુને જ ભજ.” વિવેચન–દષ્ટિરાગથી બે રીતે વાત બગડે છે. પ્રથમ તે અમુક ધર્મ–દર્શન માટે દષ્ટિરાગ થાય છે, પછી તેને મેટામાં મેટા ધર્માધ્યક્ષે ગમે તેવા દુરાચારી હોય, “મહારાજા લાઈબલ કેસ જેવા ફજેતા કોટે ચઢી જગતની બત્રીશી પર ચઢતા હોય, છતાં પણ ભેળા પ્રેમલાઓ તે જ ભાવથી “જે જે કરવા મંડ્યા રહે છે. બીજું, દષ્ટિરાગ અમુક વ્યક્તિ પ્રત્યે થાય છે. પોતાના ગુરુ ગમે તેવા વિષથી સંસારદશાવાળા અથવા આત્મદશામાં ઊંઘતા હોય, છતાં પણ, ચોથા શ્લોકમાં કહ્યું તેમ, તેના જ વહાણુમાં બેસી રહેનારા છો સંસારયાત્રામાં નિષ્ફળ નીવડે છે. હવે આવી રીતે દષ્ટિરાગથી ગ્રહણ કરેલા ગુરુની ફરમાસથી ધર્મ માટે ગમે તેટલાં સદાચરણ કર્યા હોય, પણ દષ્ટિરાગરૂ૫ મિથ્યાત્વશલ્ય નષ્ટ ન થવાથી તેનું ફળ કાંઈ થતું નથી. મિથ્યાત્વરૂપ અજ્ઞાનથી છવાયેલ અગીતાર્થ ગુરુ દેશકાળાદિ જ્ઞાને રહિત હોય છે, અને એક વખત તેના ઉપર ઉપરથી સારા લાગતા ઉપદેશથી દાન, તપસ્યા, ઉજમણાં કે વરઘોડા ચઢાવવામાં આવે, તે પણ તેથી નશ્ચયિક જ્ઞાનના અભાવે વપરવિવેચન વિનાના કેવળ શુભ વ્યવહારબળે લાભ થતું નથી. જમાનાની જરૂરિયાત ન સમજનાર, વિષયમાં આસક્ત અને બહારના આડંબરવાળા ગુરુના વચનને અનુસરવાની જરૂર નથી, એમ શાસ્ત્રમાં પણ ફરમાન છે. ટીકાકાર “ગરછાચારપયન્ના'માંથી નીચેની ગાથા ટાંકે છે? अगीयस्थस्स वयणेणं अमियपि न घुटए । गीयत्थस्स षयणेणं, विस हालाहलं पिबे ॥ એટલે “અગીતાર્થના વચનથી અમૃત પણ ન પીવું, જ્યારે ગીતાર્થના વચનથી હલાહલ ઝેર હોય તે તે પણ પી જવું.” આનું કારણ સ્પષ્ટ છે. દેખીતા વિરુદ્ધ લાગતા હુકમો પણ ગીતાર્થ બહુ વિચાર કરીને કરે છે, ત્યારે અધૂરી તપાસ અને અવલોકનને આધારે પિતા પૂરતી સમજણ અનુસાર થયેલે અગીતાર્થને હુકમ દેખીતે સારે અને મનગમતો હોય, તે પણ લાભ કરતું નથી, પણ નુકસાનકારક થઈ પડે છે. કેટલીક વાર તદ્દન સંસારવાસમાં સુખ માનનારા વિષયાનંદી ગોરજી અને શ્રીપૂ તરફે દષ્ટિરાગી શ્રાવકે બહુ ભાવ બતાવે છે, પણ શાસ્ત્રકાર અત્ર સ્પષ્ટ અક્ષરોમાં કહે છે કે તેઓના આશ્રય તળે રહીને કરેલ ધર્મ ઘણ નિષ્ફળ છે, આ ઉપરાંત સાધુ કહેવાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy