SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મકલ્પમ [ હાલ જેઓ ગુરુનું નામ ધારણ કરી ચામર, છત્રની શોભા ઉપરાંત માથે પટિયા પાડી સ્થળ વિષયમાં આસક્ત રહે છે અને સામાન્ય માણસને પણ ન છાજતાં દુશ્ચરિત્રે આચરે છે, તેઓએ આ લેકથી બહુ ધડો લેવાનું છે. અત્ર જેઓ શુદ્ધ માર્ગ બતાવતા નથી, જેઓ શુદ્ધ માર્ગનું સેવન કરતા નથી, તેવા ચોથા પ્રકારના ગુરુનું વર્ણન કર્યું છે. પોતે ડૂબે અને બીજાને ડુબાડે, એવા પથ્થર સમાન ગુરુથી એક પણ જાતને લાભ થવા સંભવ નથી. આ પ્રમાણે વરતુસ્થિતિ સમજીને જીવે એગ્ય ગુરુને આશ્રય કરે ઉચિત છે. આ શ્લેકમાં કુત્સિત ટંડેલની કુગુરુ સાથે અને પ્રવાહની સંસાર સાથે દષ્ટાંત-દાખું. તિકતા સમજવી. (૩; ૧૬૭) શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ભજવાને ઉપદેશ गजाश्वपोतोक्षस्थान् यथेष्टपदाप्तये भद्र ! निजान् परान् वा । भजन्ति विज्ञाः सुगुणान् भजैवं, शिवाय शुद्धान गुरुदेवधर्मान् ॥ ४॥ (उपेन्द्रवजा) હે ભદ્ર! જેવી રીતે ડાહ્યા પ્રાણીઓ, ઈછિત જગ્યાએ પહોંચવા સારુ પોતાનાં અથવા પારકાં હાથી, ઘેડા, વહાણ, બળદ અને રથ સરસ જોઈને રાખી લે છે, તેવી જ રીતે મેક્ષ મેળવવા માટે શુદ્ધ દેવ-ગુરુ-ધમને ભજ.” (૪) વિવેચન–મેક્ષનગર પહોંચવા માટે દેવ, ગુરુ અને ધર્મ એ વાહન છે. જેમ પરગામ જવા માટે સારામાં સારાં વાહન માટે માણસે જોગવાઈ કરે છે, ઘરનાં તયાર કરે છે અથવા માગી લાવે છે, તેવી જ રીતે મોક્ષનગર પહોંચવા માટે તારે અઢાર દુષણ રહિત દેવ, પંચ મહાવ્રતના ધરનાર ગુરુ અને આપ્તપ્રણીત ધર્મને આશ્રય કરે. જે રથના હાંકનારનું સ્થાન ગુરુમહારાજાને મળેલું હોય અને જેની ઉપર ધર્મની ધજા ફરકતી હોય અને જેને માર્ગ અખલિત વહન કરાતો હોય, તે ધર્મરથ મનગર જલદી પચે, એ સ્વાભાવિક છે. તારા પોતાના કુળદેવ, કુળગુરુ કે કુળધર્મ જે ઉપર કહ્યા તેવા સારા હોય, તે તેને માની લેજે, તેને સેવજે, પણ બરાબર પરીક્ષા કરીને પછી તેમ કરજે. તેમાં પિતાના કે પારકો છે એ જોવાનું કામ નથી, પણ શુદ્ધ હોય તેને આદરવા એ કામ છે. ઘરને ઘેડે ખરાબ હોય, વાહન સારું ન હોય અને પારકું સારું હોય તે તેમાં બેસી જવું; કારણ કે દરેકને ઉદ્દેશ ઈચ્છિત સ્થાનકે પહેચવાને છે. પોતાના કે પારકામાં કાંઈ ખાસ વિશેષતા નથી. “પ્રસ્તુત ચાલુ વિષય ગુરુશુદ્ધિને છે. છતાં પણ વિષયને અનુકૂળ ધર્મ અને દેવ યાદ આવતા હોવાથી તે બન્નેનું પ્રતિપાદન નકામું નથી.” (૪ ૧૬૮) * ધનવિજય ગણિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy