________________
અધિકાર ] . દેવગુરુધર્મશુદ્ધિ
[ ર૪૧ વિવેચન–વહાણને કપ્તાન મૂખ હોય, તે તે વહાણ ધારેલ બંદરે પહોંચતું નથી; ગાડી હાંકનાર માગને અજાણે હોય તે, આડે રસ્તે ચઢી જઈ ફેરે ખવરાવે છે, પણ ઈચ્છિત સ્થળે પહોંચી શકાતું નથી, ઘડિયાળની રચના ન સમજનાર તેને સુધારવા જતાં ઊલટું નુકસાન કરે છે, તેવી જ રીતે શુદ્ધ ધર્મ ન સમજનાર તથા ન કરનાર પોતાની સાથે આવનારને પણ ભેખડે ભરાવે છે. અનુભવથી જણાય છે કે જે વિષયમાં પોતાનું જ્ઞાન ન હોય તેવા વિષયમાં માથું મારનાર દુનિયાનાં બહુ પ્રાણી હોય છે. રોગી પાસે જતાં દરેક માણસ ઔષધ બતાવવા મંડી જાય છે અને જાણે પોતે માટે વિદ્ય હોય એવી સત્તાથી લે છે. આવા ઔષધથી દુનિયાને બહુ નુકસાન થયું છે, પણ આંધળી દુનિયા લેભથી કે રાગથી આવા ઊંટવૈદ્યોને જ બહુમાન આપે છે !
રસાયણ જે લેગ્ય રીતના અનુપાનથી ખાવામાં આવે તે શરીરને બહુ મજબૂત કરે છે, પણ જે તેની ક્રિયામાં ફેરફાર થઈ જાય, તે આખી જિંદગી સુધીનું દુઃખ થાય છે, કારણ કે ઘણુંખરું તે શરીરે ફૂટી નીકળે છે, મૂર્ખ વૈદ્ય જે રસાયણ ખવરાવે, તો જરૂર ગફલતી થાય છે, તેમાં ધારેલ લાભ મળતો નથી, પણ કેટલીક વાર ઊલટું પિતાનું હોય તે પણ જાય છે. આવી જ રીતે અજ્ઞાની કે વિકારી ગુરુના બતાવેલા ધર્મથી પણ મિક્ષને બદલે સંસારવૃદ્ધિ થાય છે. આ શ્લોકમાં સંસારી જીવને રોગી સાથે, ધર્મને રસાયણ સાથે અને ગુરુને વૈદ્ય સાથે દાંત-દાર્ટીતિક સંબંધ છે. (૨, ૧૬૬) .
તે ડૂબે અને બીજાને ડુબાવે તેવા કુગુરુ समाश्रितस्तारकबुद्धितो यो, यस्यास्त्यहो मज्जयिता स एव । ओघं तरीता विषमं कथं स, तथैव जन्तुः कुगुरोर्भवाब्धिम् ॥३॥ ( उपजाति )
આ પુરુષ તારવા સમર્થ છે, એવી બુદ્ધિથી જેનો આશ્રય કરવામાં આવે, તે આશ્રય કરનારને જ્યારે આશ્રય આપનાર જ ડુબાડનાર થાય ત્યારે પછી આ આકરો (અથવા ચપળ) પ્રવાહ તે પ્રાણી કેવી રીતે કરી શકશે? તેવી જ રીતે કુગુરુ આ પ્રાણીને સંસાર સમુદ્રથી કેવી રીતે તારશે?” (૩) ' વિવેચન–જે વહાણમાં કપ્તાનના ભરેસાથી બેઠા હોઈએ તે જ કપ્તાન જ્યારે વહાણને ગાબડું પાડે, ત્યારે તેને પણ વિનાશ થાય છે અને વહાણમાં બેસનારાઓને પણ વિનાશ થાય છે. સંસારસમુદ્રની યાત્રા કરવા માટે ગુરુરૂપ કપ્તાન (ડેલ)ના આશ્રય તળે ચાલનાર ધર્મરૂપ વહાણુમાં બેઠા પછી, અગ્ય આચરણ કે મદિરાપાન કરનાર કપ્તાન
જ્યારે વહાણને ડુબાડે છે, ત્યારે પોતાને અને બાકીના સર્વને વિનાશ થાય છે, તેટલા માટે ગુરુની પસંદગી બરાબર કરવી અને તેમ કર્યા પછી તેને આધુનિક અને ભાવી જીવન સેંપી દેવું. અ. ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org