________________
૫૪.
बाल्येऽपि रश्मीन्सरमीजवन्धुरिवावधानानि वहन्सहस्रम् ।
अष्टोत्तरं वर्तुलिकानिनादशतं स्म वेवेक्ति धियां निधिर्यः ।। જેમ નાને સૂર્ય હોય તે પણ એક હજાર કિરણો ધારણ કરે છે, તેમ આ સરિ નાના હતા ત્યારે પણ એક હજાર અવધાન કરી શકતા હતા અને તે બુદ્ધિના ભંડાર આચાર્ય મહારાજ એક સે ને અઠ જાતના વાટકાને નાદ પારખી શકતા હતા.” આ સંબંધમાં ટીકાકાર એક કથાનક કહે છેઃ એક વખત પાટણ શહેરમાં દૂર દેશથી વાદીઓ આવ્યા. તેઓ પત્રાવલંબન વગેરે પણ કરતા હતા. રાજસભામાં વાદવિવાદ છ માસ સુધી ચાલે અને છેવટે પિતાનું અદ્ભુત ચાતુર્ય બતાવવા સાથે મુનિસુંદરને એક સે આઠ વાટકાના જુદા જુદા અવાજ ગમે તે અનુક્રમે પૂછવામાં આવતાં કહી બતાવી બુદ્ધિબળ પ્રગટ કરી સર્વ વાદીઓને પરાસ્ત કર્યા.
___अलम्भि याम्यां दिशि येन कालीसरस्वतीदं बिरुदं बुधेभ्यः ।।
रवेरुदीच्यामिव तत्र तेजोऽतिरिच्यते यत्पुनरत्र चित्रम् ॥ - દક્ષિણ દેશને પંડિત તરફથી તેઓશ્રીને “કાલી સરસ્વતીનું બિરુદ પ્રાપ્ત થયું હતું. સૂર્યનું તેજ તે ઉત્તર દિશામાં વૃદ્ધિ પામતું હોય છે, પણ આમને પ્રતાપ તે દક્ષિણમાં પણ વિસ્તરતા હતા, એ મહા-આશ્ચર્યનું કારણ થયું છે.
આ પ્રમાણે તેઓની નજીકના સમયના વિદ્વાને તેઓ માટે શ્રેષ્ઠ મત ધરાવતા હતા. તેઓની શક્તિ બહુ અદભુત હતી તે તો તેઓના ગ્રંથ પરથી પણ જણાય છે. તેઓએ જે વિષ લીધા છે તે સંબંધમાં કોઈ પણ જાતના ક્ષે.ભ કે ભય વગર હિંમતથી અને સત્યતાથી તેઓ જોયા છે. તેઓનું આત્મિક બળ યતિશિક્ષા અધિકાર બહુ સારી રીતે બતાવી આપે છે. આવી બાબતમાં આવા આકરા શબ્દોમાં પિતાના જ વર્ગને શિક્ષા આપવી એ મન પર અસાધારણ કાબૂ અને માનસિક ધર્યા વગર બનતું નથી. એ અધિકારને દરેકે દરેક કલેક સૂરિમહારાજની આમવિભૂતિ બતાવવા માટે પૂરત છે.
આ મહાત્મા આચાર્ય સંવત ૧૫૦૩ કાર્તિક સુદ એકમે કાળ કર્યો તેઓની પછી મૂળ પાટ પર શ્રી રત્નશેખરસૂરિ આવ્યા.
આ ગ્રંથકર્તાના વખતમાં જૈન સમાજનું બંધારણ કેવું હશે તે વિષે અનુમાન કરતાં પહેલાં એમણે કયા કયા ગ્રંથ બનાવ્યા છે તે જોઈ લઈએ. આ ૨ હાત્માએ ધણ ગ્રંથ બનાવેલા હોવા જોઈએ એવું અનેક કારણથી અનુમાન થાય છે. તેઓ મોટી વય સુધી જીવ્યા છે, બાલ્યકાળથી દીક્ષિત થયા છે, સ્મરણશક્તિ, કલ્પનાશક્તિ અને તર્ક શકિત માટે ઉપનામે મેળવ્યાં છે અને જે ગ્રંથે મળે છે તેમાં તેઓને ભાષા ઉપર કાબુ અસાધારણ માલૂમ પડે છે; પણ ત્યાર પછીના મુસલમાની કાળમાં રાજ્ય તરફના જુલમને લીધે અને લોકોની અસ્ત-વ્યસ્ત રિસ્થતિને લીધે બહુ ગંધ નષ્ટપ્રાય થઈ ગયા અને તેથી પણ વધારે ખુવારી છેલ્લાં ત્રણ વરસમાં શાસ્ત્રાભ્યાસ તરફ વિશેષ અભિરુચિની ગેરહાજરીને લીધે થઈ. એ આપણે અનેક કારણોથી જાણીએ છીએ. તેથી આ ગ્રંથકર્તાના કરેલા ગ્રંથના સંબંધમાં પણ તેમ જ બનવાનો સંભવ છે. તપાસ કરતાં જે ગ્રંથોના નામે મળી શક્યાં છે, તે નીચે પ્રમાણે છે –
૧, ત્રિદશતરંગિણી-આ ગ્રંથમાં વીશ તીર્થકરનું ચરિત્ર અને સુધર્માસ્વામથી મૂળ પાટ ઉપર થયેલા આચાર્યોનાં નામ આપ્યાં છે. એ ગ્રંથના ત્રણ મેટા વિભાગ પાડયા હોય એમ જણાય છે. પ્રથમ વિભાગમાં શ્રી વીર પરમાત્માનું ચરિત્ર, બીજા વિભાગમાં વીશ તીર્થકરોનાં ચરિત્ર અને ત્રીજા વિભાગમાં આચાર્યોનાં વર્ણન આપ્યાં છે. આ ત્રણ વિભાગે પર્યુષણ પર્વમાં હાલ જેમ કલ્પસૂત્ર પરની બાધિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org