SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન શ્રી “અધ્યાત્મકલ્પદ્રુમ' એ પૂ.આ. શ્રી મુનિસુંદરસૂરિજી મ. સા.ની અધ્યાત્મ વિષયની અણમોલ કૃતિ છે. જીવનમાં આધ્યાત્મિક શાન્તિને પ્રસાર થાય અને જીવન વિશુદ્ધતર અને ઉન્નત બને તે શુભ-આશયથી શ્રી મતીચંદભાઈએ આ ગ્રંથનો અનુવાદ તથા તેનું વિવેચન લખેલ છે. આજ સુધીમાં આ ગ્રન્થની છ આવૃત્તિઓ બહાર પડેલ છે. અધ્યાત્મ જેવા શુષ્ક વિષયમાં આવો વિશાળ જન આદર ઉત્પન્ન કરવાનો યશ સ્વ. શ્રી મોતીચંદભાઈ કાપડીયાની અસાધારણ લેખનકલાની સિદ્ધિને આભારી છે. ઉલટભેર આવકાર પામતા આવા ગ્રંથનું પ્રકાશન એ અમારું પરમ સૌભાગ્ય છે અને તેથી જ આ ગ્રંથની સાતમી આવૃત્તિ પ્રગટ કરતાં અમે અતિ હર્ષ સાથે ગૌરવ અનુભવીએ છીએ. આ ગ્રંથનું મુદ્રણ શરૂ થતાં જ તેની માંગ શરૂ થઈ ગઈ છે જે સામાન્ય વાચક વર્ગની આવા સાહિત્ય પ્રત્યેની સુરુચિ તથા જિજ્ઞાસાનું પ્રતીક છે. જે કે આના પુનઃ પ્રકાશનમાં છેડો વિલંબ થયે છે છતાં અમને ક્ષમા આપી આવા સાહિત્યનો ચાહકવર્ગ આ પ્રકાશનને જરૂર અંતરના આગ્રહથી આવકારશે. આ આવૃત્તિના મુદ્રણ અંગે સંસ્થાની સાહિત્યપ્રવૃત્તિ સાથે વર્ષોથી નિકટપણે સંકળાયેલ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ પિતાની અસ્વસ્થ તબીયત હોવા છતાં મુદ્રણકાય સુઘડ અને ઝડપી થાય તે માટે સતત કાળજી રાખી છે તે બદલ અમે અન્તઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. જે કે આ ગ્રંથના પુનઃ પ્રકાશન સમયે શ્રી રતિલાલભાઈ આપણે વચ્ચે હાજર નથી તે બદલ અમે ખૂબ દુ:ખ અનુભવીએ છીએ. આ પુસ્તકનું સ્વરછ અને સુઘડ મુદ્રણ અમદાવાદની શ્રી પાશ્વ પ્રિન્ટરીએ કરી આપ્યું, તેના પ્રફરીડિંગનું કાર્ય શ્રી રતિલાલ ચીમનલાલ દોશીએ અને બાઇન્ડિંગ ભગવતી બાઇડિંગ વર્કસવાળા શ્રી નાનાલાલ વ્યાસે કરી આપ્યું છે, જે બદલ તેઓ પ્રત્યે અમે કૃતજ્ઞતાની લાગણી દર્શાવીએ છીએ. ઓગસ્ટ ક્રાંતિ માર્ગ શ્રી જયંતિલાલ રતનચંદ શાહ મુંબઈ-૪૦૦૦૩૬ શ્રી જગજીવન પિપટલાલ શાહ ચૈત્ર સુદ ૧૩ ડો. રમણલાલ ચીમનલાલ શાહ તા. ૩-૬–૧૮૬ મંત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy