________________
અધિકાર ] કષાયત્યાગ
[૧૩૩ રાણીએ તે ઊલટો તેનો જીવ લેવાનો નિશ્ચય કરી એક લાક્ષાગૃહ બનાવ્યું અને તેમાં નવપરિણીત વધૂ સાથે કુંવરને મોકલ્યો અને રાત્રે આગ લગાડવાને વિચાર કર્યો. આ દુષ્ટ નિર્ણયની ખબર કુંવરને બીજા મંત્રીએ કરી અને ભૂમિમાં કરેલી સુરંગને રસ્તે થઈ કુંવરને બહાર સહીસલામત કાઢો. અરણ્યમાં એકલા ફરતાં કુંવર મહાઅટીમાં આવી પહોંચ્યા. તે વખતે એક બ્રાહ્મણ સાથે થયે અને અટવી ઉતારી. રાજય મળે ત્યારે આવવાનું કહી બ્રહ્મદરે કૃતજ્ઞપણું બતાવ્યું. અનુક્રમે કેટલેક કાળે બ્રહ્મદત્તને કાંપિલ્યપુરનું રાજ્ય મળ્યું અને છ ખંડ પૃથ્વી સાધી ચક્રવતી થયા. ઉક્ત બ્રાહ્મણ આ હકીક્ત જાણી કાંપિલ્યપુર આવ્યું અને બહુ પ્રયાસે ચક્રવતીને મળે. ચક્રવર્તીએ યથારુચિ વર માગવા કહ્યું. બ્રાહ્મણે વિચાર કરી જવાબ આપવા જણાવ્યું. ઘરે આવી પોતાની સ્ત્રીને પૂછતાં તેણીએ વિચાર કર્યો કે જે આને ગામગરાસ મળશે તે તેના વહીવટની ખટપટ કરવી પડશે અને ઋદ્ધિને અંગે ગરીબ અવસ્થામાં પરણેલી સ્ત્રી પસંદ આવશે નહિ તે મારે ત્યાગ કરશે. આથી તેણીએ એવી સૂચના કરી કે આપણું કુટુંબને દરરોજ એક એક ચૂલે ખાવાનું મળે અને એક મહોર દક્ષિણ મળે એવું વરદાન માગો. બ્રાહ્મણે આવું જ વરદાન માગ્યું. રાજાએ બ્રાહ્મણની પશ્ચિમબુદ્ધિ માટે ખેદ બતાવ્યું. હવે બ્રાહ્મણને પ્રથમ દિવસે બ્રહ્મદત્તને રસોડે જમવાનું હતું, ત્યાં જમી મહેર મેળવી. પછી ચક્રવતીની એક લાખ બાણુ હજાર અંતેઉરીને ત્યાં જ. આવી રીતે છ ખંડમાં દરેક ઘરે જમવાનું હતું, પણ પ્રથમ દિવસે ભજનમાં જે મીઠાશ આવી હતી તે ફરીવાર આવી નહિ અને દરરોજ પ્રથમ દિવસનું જમણ સંભાર્યા કરે. આથી પ્રથમ શ્લોકમાં કહે છે કે “પ્રસન્ન મનવાળા બ્રહ્મદત્ત ચક્રવતી પાસે બ્રાહ્મણે પ્રાર્થના કરી કે “મને આખા ભરતક્ષેત્રમાં પ્રત્યેક ગૃહે ભેજન અપાવે.” આ પ્રમાણે વરદાન પ્રાપ્ત કરેલ તે બ્રાહ્મણ કદાચિત પ્રથમ દિવસે કરેલ ભેજન બીજી વાર મેળવે; પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ પામી હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતું નથી.” (૧)
ઘત–એક રાજા બહુ વૃદ્ધ થયે, પરંતુ કઈ પણ પ્રકારે મરણ પામે નહિ, તેને પુત્ર માટી વયને થયો હતો, અને પ્રત્યેક દિવસ તે પિતાના મરણની રાહ જોતો હતે. વૃદ્ધ રાજાને પણ રાજ્યમહ બહુ તીવ્ર લાગ્યું હતું, તેથી પુત્રને રાજ્ય આપી શકતો નહોતે. પુત્રને છેવટે ઈચ્છા થઈ કે પિતાને મારીને પણ રાજ્ય લેવું. વૃદ્ધ રાજાને આ વાતની ખબર પડી એટલે તેણે એક યુક્તિ કરીઃ રાજસભામાં એક હજાર ને આઠ થાંભલા હતા અને પ્રત્યેક થાંભલે એક સે ને આઠ હાંસો હતી. રાજાએ પુત્રને કહ્યું કે મારે તને હવે રાજય સેંપી દેવું છે, પણ આપણા કુળને એવો રિવાજ છે કે પુત્રે રાજ્ય લેવા પહેલાં પિતા સાથે ઘત રમવું અને ઘતમાં એક વાર જીતે ત્યારે એક હાંસ જીતી ગણાય. અને તેવી રીતે એક સે આઠ વાર જીતે ત્યારે એક સ્તંભ જ ગણાય. આવા એકસો આઠ સ્તંભ જીતે ત્યારે પુત્રને રાજ્ય મળે, પણ રમતાં રમતાં વચ્ચે એક વાર હારી જાય તે અગાઉની સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org