________________
અધિકાર ] દેવગુરુધર્મશુદ્ધિ
[ ર૫૫ સુગુર સિંહ; કુગુરુ શિયાળ चतुष्पदैः सिंह इव स्वजात्यैमिलन्निमांस्तारयतीह कश्चित । सहैव तैर्मज्जति कोऽपि दुर्गे, शुगालवच्चेत्य मिलन् वरं सः ॥ १४ ॥ (उपेन्द्रवजा)
જેવી રીતે પિતાની જાતિનાં પ્રાણીઓને મળીને સિંહે તાર્યા હતાં, તેવી રીતે કેઈક (સુગુરુ) પિતાના જાતિભાઈ (ભવ્ય પંચેન્દ્રિયોને મળીને આ સંસારસમુદ્રથી તારે છે, અને જેવી રીતે શિયાળ પિતાના જાતિભાઈઓની સાથે ડૂબી મૂઓ, તેવી રીતે કોઈક (કુગુરુ) પિતાની સાથે સર્વને નરકાદિક અનંત સંસારમાં ડુબાવે છે, માટે આવા શિયાળ જેવા પુરુષ તો ન મળ્યા હોય તો જ સારુ.” (૧૪)
વિવેચન–અત્ર પહેલા અને ચોથા પ્રકારના ગુરુનું વર્ણન કર્યું છે. પહેલા પ્રકારના ગુરુ પોતે તરે છે અને આશ્રિતને તારે છે; તેઓ વહાણ જેવા છે. ચેથા પ્રકારના ગુરુ પોતે ડૂબે છે અને આશ્રય કરનારને પણ ડુબાવે છે, એ પથ્થર સમાન કુગુરુ સમજવા.
આ સંસારમાં રઝળતાં, જ્યારે કોઈ વખત સુગુરુને જગ થાય છે ત્યારે તેઓ આ જીવને ઉપદેશ આપી, સંસારથી ઉદ્વિગ્ન ચિત્તવાળે કરી, છેવટે તેને વૈરાગ્યવાસિત કરી સંસારથી સલામ લેવરાવે છે. આવા ગુરુ સિંહ સમાન છે. ટીકાકાર તે સંબંધમાં પંચે પાખ્યાનનું પ્રસિદ્ધ કથાનક કહેતાં જણાવે છે કે “બહુ ઝાડીથી ભરપૂર એક મોટું જંગલ હતું. ત્યાં ભયનું કારણે ઉત્પન્ન થવાથી સર્વ વનવાસી પ્રાણીઓએ મળીને સિંહને રાજાની પદવી આપી. હવે કઈક કાળે દાવાનળ પ્રકટ થયે, ચતરફ અગ્નિ ફેલાવા લાગ્યો અને બચાવનાં સાધનો અપ થતાં ગયાં. તે વખતે આ મહાન પશુરાજે સર્વ પ્રાણીઓને પિતાની સાથે લીધાં અને નદી કાંઠે ગયે. નદીમાં મહાપૂર હતું, છતાં પણ સર્વ વનવાસી પ્રાણીઓને પિતાને પૂછડે વળગાડી દીધાં અને એક છલંગ મારી સામે પાર સર્વેને પહોંચાડી દીધાં, વળી, જયારે તે જ જગલ નવપલ્લવિત થયું ત્યારે સર્વને પાછાં ત્યાં લઈ આવ્યું. આવી રીતે મહા મુશ્કેલીમાં પણ તેણે પિતાના જીવનની દરકાર ન કરી, પણ આશ્રિતોને તારવાના મહાપ્રયાસમાં ગમે તેટલો સ્વાત્મભેગ આપવા તૈયારી બતાવી એ સુગુરુનું લક્ષણ સમજવું. હવે ઉક્ત સિંહનું ચરિત્ર જોઈને એક શિયાળ પણ નજીકના જંગલનો સ્વામી બન્યો અને તે જ પ્રસંગ પ્રાપ્ત થતાં પશુ સહિત નદી ઓળંગવાને પ્રયાસ કરવા લાગ્યો. પરંતુ તેનામાં આત્મબળ કે અધિકાર ન હોવાથી તે પોતે પણ ડૂબી ગયો અને આશ્રિતેને પણ ડુબાવી દીધા! આવી રીતે અગીતાર્થ કુરુ પોતે સંસારસમુદ્રમાં ડૂબે છે અને આશ્રિતને ડુબાવે છે.”
આ સિંહ અને શિયાળના દષ્ટાંતની એક બીજી હકીકત એ પણ સમજાય છે કે જેઓ આત્મભેગ આપવાની તૈયારી બતાવ્યા સિવાય અને અધિકારની પ્રાપ્તિ વગર અધિપતિપણાનું પદ ધારણ કરવા ઈચ્છે છે, તે પિતાની જાતને પણ મહાનુકસાન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org