________________
પિરના મમત્વ કરતાં પણ ઘણીવાર તે વધી જાય છે. ધનના મમત્વથી પ્રાણી ગમે તેવું દુર્વચન બેલે છે, ગમે તેની સાથે લડે છે, પિતાની સ્તુતિ કરે છે અને ગમે તેવું અકૃત્ય, અપ્રામાણિકપણું કે હિંસા કરવામાં પાછી પાની કરતા નથી. આવી જ જાતનું મમત્વ પિતાનાં પુત્ર, સ્ત્રી અને બીજા સંબંધીઓ પર થાય છે. એને પરિણામે જીવ અનેક પ્રકારનાં નાટક કરે છે, ચાળા કરે છે અને બાળચેષ્ટા કરે છે. આવી જ જાતનું પણ સર્વથી વધારે સખત પિતાની જાત પરનું મમત્વ છે. એના મમત્વ ખાતર છવ માનસિક તેમ જ શારીરિક અનેક ઉપાધિઓ સહન કરે છે. આ મેહ અને મમતાનું વાસ્તવિક સ્વરૂપ સમજવાની બહુ જરૂર છે. સર્વ પૌગલિક પદાર્થો પર છે; એને અને આત્માને કઈ જાતને સંબંધ નથી. આત્માને તે તેઓ પરના મમત્વથી ઊલટું વધારે સહન કરવું પડે છે, વગેરે વિષયે મનમાં સ્કૂટ કરવાની જરૂર છે. તેમ થાય ત્યારે જ સમજાય છે કે આત્મવ્યતિરિક્ત બીજી કઈ પણ વસ્તુ પર મમત્વ રાખવું તે તદ્દન મૂર્ખતા છે, સંસાર છે, પરિભ્રમણ છે. આ સ્થિતિનું નામ વૈરાગ્ય કહેવાય છે.
વૈરાગ્યમમત્વ-વિનંત જ જરમાન્ પિત્તા, ૨ માદઃ ર્થના –એટલે જેનામાંથી રાગ ગયે તે વિરાગ અને તેનો ભાવ તે વૈરાગ્ય. રાગ અને મમત્વ એ પર્યાયવાચી શબ્દો છે, લગભગ એક જ અર્થવાળા છે. રાગ-દોષ બહુ જ નિકટ સંબંધવાળા હેવાથી આ વિષયમાં જ્યાં જ્યાં રાગ શબ્દ આવે ત્યાં ત્યાં ઠેષ શબ્દ સાથે જ સમજી લેવો. આ રાગ પ્રાણીને ખરેખર ફસાવનાર છે. એનું દુ:ખ એ છે કે રાગ કરતી વખતે ઘણી વેળા પ્રાણીને ખબર પડતી નથી કે હું પૌગલિકદશામાં-વિભાવદશામાં-વતું છું. ટૂંકામાં કહીએ તો, રાગ આ જીવને પિતાને કરીને મારે છે. રાગને તેટલા માટે ઉપમિતિભવપ્રપંચાના કર્તા શ્રી સિદ્ધર્ષિ ગણિ કેશરીનું ઉપનામ આપે છે. આ મોહ-મમત્વ-રાગને દૂર કરવાને ઉદ્દેશ વૈરાગ્યને હેય છે. એ રાગને દૂર કરવાનું કારણ એક જ છે અને તે એ છે કે આ જીવને સંસારમાં ૨ખડાવનાર તે છે. એને લીધે જીવ વસ્તુસ્વરૂપ યથાર્થ રીતે સમજી શકતો નથી અને બહુ નીચી હદમાં રહી ગોથાં ખાધા કરે છે. એને કેફ ચડે છે ત્યારે તે જીવ પોતાના કર્તવ્યાકર્તવ્યનું ભાન પણ ભૂલી જાય છે. આવી સ્થિતિમાં તે બહુ કર્મબંધ કરે છે; અને રેંટમાળા તુલ્ય સંસાર-અરધદૃઘટીમાં ફર્યા કરે છે. એક ખાડામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ રખડતાં તેને છેડે આવતા નથી. એ મમત્વ-રાગ દૂર કરવાનાં સાધને અનેક હોય છે. તેમાં મુખ્યત્વે કરીને વસ્તસ્વરૂપનું ચિંતવન (ભાવના ભાવવી વગેરે ) છે અને તે વૈરાગ્યગ્રંથમાં અથવા અધ્યાત્મગ્રંથોમાં ખાસ બતાવેલું હોય છે.
આધુનિક વાતાવરણ આ જમાનાની કેટલીક ખાસિયત છે. વસ્તુસ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન થતું નથી અને શિક્ષણ નવીન પદ્ધતિ પ્રમાણે મળે છે, તેથી કેળવાયેલા વર્ગમાં મોટો ભાગ મટીરીઍલિસ્ટ (જડવ દી) થઈ જાય છે. સ્પેન્સર, મલ, હેગલ વગેરેના લેખ આ વલણને પુષ્ટિ આપે છે. આવા પ્રકારનું
ઉન્નતિને વિરોધ કરનારું છે, કારણ કે જ્યાં આત્માનું અસ્તિત્વ જ સ્વીકારવામાં આવતું ન હોય ત્યાં તેની ઉન્નતિ-અવનતિને ખ્યાલ જ કયાંથી આવે ? આત્મિક જ્ઞાન જ્યારે અનુભવપૂર્વક લેવામાં આવે ત્યારે જ ખરેખરો લાભ કરનાર થઈ પડે છે અને તેવા જ્ઞાનની જ બહુ આવશ્યકતા છે. નવીન સંસ્કારવાળાં પ્રાણીઓ તો આ ભવની જાળમાં એટલાં બધાં લપટી જાય છે કે તેઓને પરભવ માટે વિચાર કરવાની કુરસદ પણ મળતી નથી. કાંઈક જીવનકલહ પણ વધતો ચાલ્યો, તેથી ઉદરપૂરણના વ્યવસાયમાં સવારની સાંજ અને સાંજની સવાર પડી જાય છે. કુદરતના સામાન્ય નિયમ વિરુદ્ધ લાંબા કલાક સુધી કામ કરવું પડે છે અને વરસના બાર માસમાં એકબે માસ પણ નિવૃત્તિ મળી શકતી નથી. આવી રીતે પચાસપિસો વરસની જિંદગી પૂર્ણ થાય છે અને કેઈ પણ પ્રકારનું સાધ્ય સાક્યા વગર જિંદગીનો છેડો આવે છે. મોટાં શહેરોમાં આ સ્થિતિ આપણે ખાસ જોઈએ છીએ. નાનાં શહેરેનું વલણ પણ તેવું થતું જાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org