SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] અધ્યાત્મકલ્પમ [ એકાદશ છે, ચંદ્રમાં કલંક તુલ્ય છે, સોનાની થાળીમાં લોઢાની મેખ છે, અનાદરણીય છે, ઈષ્ટ ફળ રેકનાર છે. સંસારમાં રઝળાવનાર છે. જે તારે ખરેખરું કામ કાઢવાની ઈચ્છા હોય તે એક જરા વખત પણ શુદ્ધ ધર્મ કર. ઉપર પહેલા કેઈ પણ પૌદગલિક ભાવો છોડી દે, સંસારને કાપી નાખ. પછી તું ખૂબી જજે, તને તે વખતે તારા મનમાં જ એ અપૂર્વ આનંદ થશે કે આખી જિંદગી તે એ આનંદ અનુભવ્યું નહીં હોય. શુદ્ધ આત્મિક સ્થિતિમાં રમણ કરવું એ સ્વાભાવિક દશા છે અને એવી દશા એક વાર પ્રાપ્ત કરી. પછી શું કરવું એ તને આપોઆપ સૂઝી આવશે. આ શ્લોકને ઊંડે આશય વિચારવા યોગ્ય છે. મોટાં મોટાં પુસ્તક વાંચવા યોગ્ય જ્ઞાન મેળવવા માટે એકડા શીખવાની જરૂર છે, અને સુંદર મંદિર ચણવા માટે પાયા ખોદવા જેવું કામ કરવાની પણ જરૂર છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની આવશ્યક્તા છે. એકડા જાણ્યા વગર અને પાયા છેદ્યા વગર સુંદર પરિણામ બતાવનારાં કાર્યો થતાં નથી એ સ્પષ્ટ છે. પણ સાથે યાદ રાખવું કે નિરંતર એકડા જ ઘૂંટવાનું કામ કરવાનું નથી, નિરંતર પાયા ખોદવાનું કામ કરવાનું નથી. સાધ્ય દષ્ટિમાં રાખીને જ આ બન્ને કાર્યો આદરણીય છે. મલિન ધર્માચરણે પણ અભ્યાસ પાડવા માટે ઉપયોગી છે, કારણ કે એ એકડા ઘૂંટવા જેવાં કાર્યો છે. અનાદિ અભ્યાસથી પ્રમાદ, માત્સર્ય, કષાય વગેરેને ત્યાગ સર્વથી બન ઘણું માણસને અશક્ય લાગે છે, પરંતુ પુરુષાર્થ કરવાથી તેને ત્યાગ થઈ શકે છે. ત્યાગ કરે છે એવી ચીવટ મનમાં હોય તો પણ બહુ ફેર પડે છે. આ તદ્દન જુદી વાત છે. અભ્યાસ પાડવા માટે એકડા ઘૂંટવાની ખાસ જરૂર છે, પરંતુ એકડાનું ને એકડામાં જ સુંદર રંગવાળું જીવન પૂર્ણ થાય, તે ઈષ્ટ નથી. ઉપાધ્યાયજી તે જ મતલબનું કથન અધ્યાત્મસારના બીજા અધિકારના વશમા કોકમાં કરે છે. મલિન ધર્મકાર્યોથી લાભ નથી એમ નથી, પણ તે બહુ અલ્પ છે, મુમુક્ષુ જીવની સાધ્ય મેળવવાની અપેક્ષાએ તદ્દન લાભ નથી, એમ કહીએ તો ચાલે. આ સર્વ હકીકતનું તાત્પર્ય એ જ નીકળે કે પ્રશસ્ત ધર્માચરણ કરવાં. આપણે એક સામાન્ય દાખલો લઈએ તે આ વાત વિશેષ સ્પષ્ટ થશે. એક પ્રાણીને દશ હજાર રૂપિયા ખરચવાની આપણે પ્રેરણા કરીએ. તે જીવ વ્યવહારુ છે, કમના અગમ સિદ્ધાંતને સમજાતું નથી, દુનિયાને કહે છે, આથી તેને માનની ઈચ્છા છે આવા પ્રસંગે તેને માન લઈને પણ દાન કરવા માં હરકત નથી. તેના દ્રવ્યને આ રસ્તે વ્યય થતાં થતાં તે દાનધર્મની ઉત્કૃષ્ટતા સમજશે અને પછી ગુપ્ત ધર્માદાથી અંતરંગ શાંતિ અને સંતોષ કે થાય છે તે ધીમે ધીમે સમજશે. અભ્યાસ પાડવા માટે પ્રથમ તેને માનની ઈચ્છાની તૃપ્તિ કરવી તે પણ ઈષ્ટ છે. વિશેષ સમજુ પ્રાણ પ્રથમથી જ આ વાત સમજી શકે છે અને તેનાં કાર્યો કઈ પણ એણિક મનોવિકારને તૃપ્ત કરવા માટે હોતાં નથી, પણ પરમ સાધ્ય પ્રાપ્ત કરવાના શુદ્ધ અધ્યવસાયથી ઉત્પન્ન થાય છે. છેલ્લો માગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy