________________
અધિકાર ] ધર્મશુદ્ધિ
[ ર૨૯ અત્ર એક ઘણી અગત્યની બાબત પર ધ્યાન ખેંચવાની જરૂર લાગે છે. આપણે આપણું વર્તન ગુણને અનુસરીને રાખવું. ઈરાદાપૂર્વક આપણાં વખાણ થાય, તેવી રીતે દુનિયાને બતાવવા ખાતર વર્તન કરવું નહીં, છતાં વખાણને પાત્ર આત્માને બનાવવામાં અડગ્રણ નથી, બલકે તેવા જ થવાની જરૂર છે. લોકો સ્તુતિ કરે તેમાં ગુણહાનિ થતી નથી, પરંતુ જેની સ્તુતિ થાય છે તેણે તે કરાવવાના હેતુથી કાંઈ પણ વર્તન કરવું જોઈએ નહિ અને વિદ્યમાન ગુણનો પણ સ્તુતિ સાંભળીને તેના પર મન આપવું જોઈએ નહીં.
અત્ર આ જીવમાં દેખીતો વિરોધ છે તે બતાવે છે. એક તો દરેકને આવતા ભવમાં સારું થાય તેવું કરવાની ઈચ્છા અને બીજું તેથી તદ્દન વિરુદ્ધ વર્તન. હે ભાઈ ! જે તું આવતા ભવમાં માનસિક કે શારીરિક સુખ મેળવવાની ઈચ્છા રાખતે હો તે પછી આ ભવમાં ઈર્ષ્યા કે અભિમાન કરી, પારકામાં ગુણ છતાં નિંદા, કે પોતામાં દોષ છતાં પ્રશંસા કે ઈર્ષ્યાથી બીજાના ગુણને પ્રકાશમાં ન આવવા દેવા વગેરે વગેરે નિષિદ્ધ કાર્યો કરી શા માટે સુખ મળવાના ઉપાયોને કાપી નાખે છે ? તારે તારા ગુણ બહાર પાડવાની ઈચ્છા રાખવી નહિ. વળી, યાદ રાખજે કે, ગુણ છે તે દાબડામાં નાખેલી કસ્તૂરી છે. જોકે કરી પિતે ઈરછા રાખતી નથી કે પોતાની સુગંધ બધે પ્રસરે, પણ ગુણનો તેમ જ કસ્તૂરીને સ્વભાવ છે કે તે પિતાના મૂળ ધર્મથી જ આપોઆપ સર્વત્ર પ્રસરે. વસ્તુ અવલોકન કરનાર તત્ત્વો સારી રીતે સમજે છે કે પ્રશસા-આબરૂ-ની પછવાડે દોડનારને તે મળતી નથી, પણ તેને જે લાયક થાય તેને વરવાને હાથમાં માળા લઇને તે આતુર ઊભી હોય છે અને ઈચ્છા કે અનિચ્છાએ તે વરે છે, એવો આ જગતનો ક્રમ છે. (૭; ૧૫૭)
“શુદ્ધ” ધર્મ કરવાની જરૂર : કરનારાઓની સ્વપતા सृजन्ति के के न बहिर्मुखा जनाः, प्रमादमात्सर्यकुबोधविप्लुताः ? । નાઢિષમા મમસામૂવુક્ષ્ય શુદ્ધ સુઝત ચરાવરિ ! ૮ | ( પંચાસ્થવિર)
પ્રમાદ, મત્સર અને મિથ્યાત્વથી ઘેરાયેલા કેટલાએક સામાન્ય માણસે દાન વગેરે ધર્મો કરે છે, પણ આ ધર્મો મલિન છે; તે તેઓની ઉપેક્ષા કરી શુદ્ધ સુકૃત્ય લેશમાત્ર એક અણું જેટલું પણ કર. (૮)
વિવેચન–મા, વિષય, કષાય, વિકથા અને નિદ્રા એ પાંચ પ્રમાદ છે. પરઋદ્ધિ કે ગૌરવ તરફ ઈર્ષા એ મત્સર. અને દષ્ટિરાગ વગેરે મિથ્યાત્વ; એને લીધે જીવ દાન, શીલ, તપ વગેરે કરે છે. મિથ્યાત્વથી માનતા માને છે, દષ્ટિરાગથી હજારો રૂપિયા ભેગી ભ્રમરના પગ આગળ સમર્પણ કરી દે છે, અજ્ઞાનથી લાંઘણે કરી કાયક્લેશ કરે છે, અહંકારથી નામની ખાતર લાખ રૂપિયાની સખાવત કરી દે છે અને વર્તમાનપત્રમાં નામ આવવા ખાતર મોટી રકમ ફંડમાં ભરી આપે છે, પણ આવી રીતે કરેલ ધર્મકાર્ય કલંકિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org