________________
અધિકાર ] શાસગુણ
[ ૧૪૯ ज्योतिर्नाटकनीतिलक्षणधनुर्वेदादिशास्त्रैः परे, ફૂમ પ્રેક્તિ તુ જાનિ જ્ઞાન ગુલિમરીને જ્ઞાન + ૪. (શાર્દૂષિરહિત)
કેટલાક અભ્યાસીઓ બહુ પ્રકારના તર્કવિતર્કોના વિચારોમાં પ્રસિદ્ધ હોઈ વાદીઓને જીતીને આનંદ પામે છે, કેટલાક કલ્પના કરીને કાવ્યો રચીને કવિ તરીકે ખ્યાતિ મેળવી, આનંદ માને છે અને કેટલાક જ્યોતિષશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, ધનુર્વેદ વગેરે શાસ્ત્રના અભ્યાસ વડે ખુશી થાય છે, પરંતુ આવતા ભવમાં હિતકારી કાર્ય તરફ જે તેઓ અજ્ઞ (અથવા બેદરકારી હોય તે અમે તેઓને પેટભરા જ કહીએ છીએ.” (૪)
વિવેચન—ઉપરના લેકમાં કહી તે જ હકીકત સ્કુટ કરે છે. કેટલાક ન્યાય (Logic) ની કોટિમાં ઊંડા ઊતરી આનંદ માને છે, જ્યારે કેટલાક કવિ થાય છે, કેટલાક જોશી, નાટકકાર, મુસદ્દી, સામુદ્રિક જ્ઞાનમાં કુશળ, શસ્ત્રવિદ્યામાં પારંગત અને કેટલાક રસાયનશાસ્ત્રી (Chemist), આંકડાશાસ્ત્રી (Statistician), અર્થશાસ્ત્રી (Economist), ખગોળવેત્તા (Astronomer), ભૂતળવેત્તા (Geologist), વનસ્પતિવિદ્યાકુશળ (Botanist), ગણિતશાસ્ત્ર માં પ્રવીણ (Mathamatician), વૈયાકરણ (Grammarian) વગેરે વગેરે થાય છે; ઉદ્યોગ, ગુરુકૃપા અને ક્ષયોપશમ પ્રમાણે વિદ્વત્તા મેળવે છે, પણ જો તેમને ભવની બીક નથી, તે આવતા ભવમાં હિતકારી ધર્માનુષ્ઠાન કરી શકતા નથી અને ધર્માનુષ્ઠાન કર્યા સિવાય આવતા ભવ માટે તૈયારી નથી અને તે ધમી હવા કરતાં ધમી હવાને દેખાવ માત્ર કરે છે. આ પ્રમાણે હોય તે જાણવું કે તે માણસ પેટભરા જ છે અને કાળની સપાટીમાં લાગનારા પવન અનુસારે તણાઈ જવાના છે. અષ્ટકજીના ટીકાકાર કહે છે કે –
अविसे सिया मइ श्चिय सम्महि ट्ठिस्स सा मइनाणं ।
मइअन्नाणं मिच्छादिहिस्स सुयंपि एमेव ॥
સમ્યગ્દષ્ટિની બુદ્ધિ તે “મતિજ્ઞાન છે અને મિથ્યાદષ્ટિની બુદ્ધિ તે “મતિઅજ્ઞાન છે. મતિમાં કાંઈ ફેરફાર નથી. શ્રુતજ્ઞાનના સંબંધમાં પણ તે જ પ્રકારે સમજવું.”
મહાત કરનાર હોય તે પણ જ્યાં સુધી જ્ઞાનની અસર આત્મિક શુભ પ્રવૃત્તિમાં થતી નથી ત્યાં સુધી તેવા જ્ઞાનને શાસ્ત્રકાર અજ્ઞાન જ કહે છે. અને અજ્ઞાન તે કષાયાદિ મહારિપુઓથી પણ વધારે ખરાબ છે. આથી અમુક વ્યક્તિ વિદ્વાન હોય તો તેથી કાંઈ બહુ ખુશી થઈ જવા જેવું નથી. વાસ્તવિક તુલના તે પ્રવૃત્તિ ઉપર જ રહે છે અને જેઓ અમુક કાર્યને, આત્મિક ઉન્નતિ–અવનતિને અંગે, શું સંબંધ છે તે વિચારતા નથી અથવા વિચાર કરવાની દરકાર કરતા નથી અને વિચાર કરીને ઉન્નતિને માગે પ્રવૃત્તિ કરતા નથી, તેઓ વસ્તુતઃ અજ્ઞાની જ છે, સંસારરસિક જ છે, સંસારમાં રખડનારા જ છે અને તેથી તેઓને “પેટભરા કહેવા યુક્ત જ છે. જેઓ પિતાના પિટપૂરતે વિચાર કરી બેસી રહે છે તેઓ પેટભરા કહેવાય છે. અત્ર સંસારના વધારનારને તે નામ આપવું બહુ સાર્થક છે, વિચાર કરીને સમજવા યોગ્ય છે અને સમજાઈ જાય તેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org