________________
અધિકાર ] સમતા
[ ૪૧ સ્વરૂપે પ્રગટ થાય. આત્માનું રૂપ એક જ છે, પરંતુ કર્માવૃત હોય ત્યારે તે વિવિધ રૂપ ધારણ કરે છે.”
આવા અનાદિ કાળથી આવરિત સ્વરૂપવાળા આત્માને બીજું કઈ પિતાનું નથી અને કઈ પારકું નથી, તેમ જ કોઈ તેનું શત્રુ નથી અને કોઈ મિત્ર નથી. એનું પોતાનું છે તે એ જ (આત્મત્વ) છે. માતા, પિતા, સ્ત્રી, પુત્ર વગેરે સર્વે અનેક પ્રકારના સંબંધમાં અનંત વાર આવ્યા કરે છે અને તેથી તેઓ પોતાના કહેવાય જ નહિ, પોતાના હોય તે અત્રે રહી જાય જ નહિ, માટે એવા ક્ષણિક સંબંધને પિતાને કે પારકે માન, એ ખોટું છે. આ હકીકતના સમર્થનમાં શાસ્ત્રકાર કહે છે કે –
न सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं ।
न जाया न मुया जत्थ, सव्वे जीवा अणंतसो ॥
એવી કોઈ જાતિ નથી, એવી કઈ યોનિ નથી, એવું કેઈ સ્થાન નથી અને એવું કોઈ કુળ નથી કે જ્યાં સર્વ જીવો અનંત વાર જન્મ પામ્યા ન હોય અને અનંત વાર મરણ પામ્યા ન હોય.”
મતલબ કે સર્વ સ્થાનકે સર્વ સંબંધમાં આ જીવ અનંત વાર ઉત્પન્ન થયેલ છે. અનંત કાળચક્રનું માન જોઈએ અને સાથે વિચાર કરીએ કે આ જીવે અનંત પુદગળ પરાવર્તન કર્યા છે, એટલે આ હકીકત સ્પષ્ટ સમજાઈ જાય છે. વળી, એ પણ આથી સમજાય છે કે આપણે શત્રુ કોને કહેવા અને મિત્ર કેને કહેવા ? આ જીવના સંબંધમાં દરેક શત્રુ, મિત્ર તરીકે અનંત કાલમાં અનંત વાર થઈ ગયાનો સંભવ છે, માટે આ તારાં સગાંઓમાં કઈ તારાં નથી અને કઈ પારકાં નથી, છતાં તું તારાં ને પારકાં માને છે તે સંસારનું સ્વરૂપ, તારું પોતાનું સ્વરૂપ અને સામાન્ય રીતે જીવન કર્મ સાથેનો સંબંધ વગેરે તું જાણતો નથી, તેને લીધે જ છે.
આ તારો દેહ છે તે નાશવંત છે. તારા શરીરની આકૃતિ પણ નાશવંત છે. જરાવસ્થામાં તે બદલાઈ જશે અને અંતે રાખ થઈ જશે. આ શરીર પર મોહ તે પારકી વરતુ પર મોહ છે. યૌવન ગયા પછી રૂ૫ રહેતું નથી. દેહ જર્જરિત થાય છે, મોંમાંથી લાળ પડે છે, આંખે ઝાંખ આવે છે, શરીર ધ્રુજે છે, વાળ વેત થઈ જાય છે અને કપાળે કરચલી પડે છે. આવા શરીર પર પ્રેમ કરે, તેને પંપાળ્યા કરવું, તેની દરેક તબિયત જાળવવી, તેને ગમે તેવા અભક્ષ્ય પદાર્થોથી પિષવું એ મૂર્ખતા છે, દગ્ધતા છે, વસ્તુસ્વરૂપનું
* એક પુગળપરાવર્તનમાં કેટલો કાળ થાય છે તેને ખ્યાલ આપવો મુશ્કેલ છે. કોડ કે અબજો વર્ષથી તેનું માપ થઈ શકતું નથી. તેને ખ્યાલ કરવા માટે જુઓ સૂક્ષમ અદ્ધાસાગરોપમનું સ્વરૂપ (લેકપ્રકાશ-દ્રવ્યલોક, પ્રથમ સર્ગ, શ્લોક ૯૫). એવા વીશ કેડાડી સાગરોપમનું એક કાળચક્ર થાય છે અને એવા અનંત કાળચક્રે એક પગળપરાવર્તન થાય છે. એના વિશેષ સ્વરૂપ માટે દશમા અધિકારના સાતમા શ્લોકનું વિવેચન જુઓ.. અ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org