________________
અધિકાર ] યતિશિક્ષા
[ ૩૧૭ સામાયિક એટલે સમતાને જેમાં લાભ થાય છે તે સાધુ આ વખત સામાયિકમાં જ વર્તે છે. વાંચનારને નવાઈ લાગશે, પણ સાધુ ખાતાં-પીતાં અને નિહારાદિ દરેક ક્રિયા કરતાં પણ સામાયિકમાં જ છે, કારણ કે સર્વ કાળ તેઓ આત્મિક ઉન્નતિ અને સંયમ પાળવાના ઉદ્યમમાં જ વતે છે. એક ક્ષણમાત્ર સામાયિકમાં હોય તે ઉપર કહ્યું તેટલું તે સ્થળ સુખ મળે છે. આવું મહાઊંચા પ્રકારનું સાધુનું જીવન તને પ્રાપ્ત થયું છે. હવે જરા પ્રમાદ કરીને જે તું આળસમાં વખત કાઢીશ કે વિષય-કષાયમાં પ્રવૃત્તિ કરીશ, તે અનંત સંસાર વધશે, ઉપર કહેલે મોટો લાભ મળશે નહિ અને ફરી વાર સંયમની પ્રાપ્તિ થવી પણ મુશ્કેલ પડશે. (પ૬; ૨૩૭)
સંયમનું ફળ–ઐહિક, આમુમિક; ઉપસંહાર नाम्नापि यस्येति जनेऽसि पूज्यः, शुद्धात्ततो नेष्टसुखानि कानि । तत्संयमेऽस्मिन् यतसे मुमुक्षोऽनुभूयमानोरुफलेऽपि किं न ? ॥५७ ॥ (उपजाति)
“સંયમના નામમાત્રથી પણ જે તું લેાકોમાં પૂજાય છે, તે જે ખરેખર તે શુદ્ધ હોય તે કયું ઈષ્ટ ફળ તને ન મળે ? જે સંયમનાં મહાન ફળ પ્રત્યક્ષ અનુભવવામાં આવ્યાં છે, તે સંયમમાં હે યતિ ! તું કેમ યત્ન કરતું નથી ?” (૫૭)
વિવેચન-ગંભીર આશયવાળે આ શ્લોક તેના અધિકારીએ બહુ જ વિચારવા ગ્ય છે. હે મુનિ ! તને વસ્ત્ર, પાત્ર, આહાર આપવા માટે લોકો પડી મરે છે, તને વાંદે છે, પૂજે છે, નમે છે અને માન આપે છે, એ સર્વનું કારણ શું? તું સંયમવાન છે, એટલા નામમાત્રથી જ તને આવું મોટું માન મળે છે. જે રાજાઓ અથવા શેઠિયાઓ, ગવર્નર પાસે ડેક નમાવતાં પણ વિચાર કરે, તે તારી પાસે પંચાંગ પ્રણામ કરે છે, એ સંયમના નામને છે. કેટલાક અપ્રામાણિક વ્યાપારીઓ પૈસા પેદા કરી જાય છે, પણ તે દેખાવમાં પ્રામાણિક રહે તે જ તેમ કરી શકે છે. સ્પષ્ટ રીતે કહે કે “હું અપ્રામાણિક છું' તે તેને વ્યવહાર ચાલે નહિ. એવી રીતે સંયમના મહાન ગુણે તારામાં છે એમ ધારી તને લોકે નમન-પૂજન કરે છે. એ જ ગુણે જે ખરેખર તારામાં હશે તે પછી તેને મોટે લાભ થશે. દુનિયામાં એવી કઈ પણ વસ્તુ નથી કે જે સંયમવાનને મળે નહિ. સંયમવાનને ઈચ્છા જ થતી નથી એ ખરું છે, પરંતુ મોક્ષસુખ તે તેને પણ ગમે છે અને એ સુખ પણ સંયમથી મળી શકે છે. આવાં સંયમનાં ફળ વિચારીને મુમુક્ષુ જીવ શાંત ચિત્તે આદરવા ગ્ય હોય તે જ આદરે છે. આ ની બાબત પર સાધુજીવનને આધાર છે, તેથી દરેક અધિકારીએ આ વિષય પર શાંતિના વખતમાં, એકાગ્ર ચિત્તે, લાંબા કાળ સુધી, વિચાર કર. સંસારની દઢ ભાવના છૂટવાનું અને પિતાની ફરજ બજાવવાનું દ્વાર આ વિચાર ઉઘાડી આપશે. (૫૭; ૨૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org