SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] શાસ્ત્રગુણ [ ૧૫૭ આયુષ્ય સાગરેપમથી ગણાય છે. સાગરોપમ એટણે અસંખ્યાતા વર્ષનું એક પાપમ અને દશ કટાર્કટિ પલ્યોપમે એક સાગરોપમ. પલ્યોપમને પણ ખ્યાલ આવી મુશ્કેલ છે. (પાંચમાં કર્મગ્રંથની ગાથા ૮૫મી જુઓ.) આવું મેટું આયુષ્ય અને તેમાં દુખ, દુઃખ ને દુઃખ જ છે એટલે ક્ષણમાત્ર પણ સુખ નથી. નરકભૂમિને સ્પર્શ કરવતની ધાર કરતાં પણ કઠોર છે અને ત્યાંની ઠડી આગળ ઉત્તર ધ્રુવની ઠંડી અને તાપ આગળ સહરાના રણને તાપ કાંઈ ગણતરીમાં નથી. ક્ષેત્રવેદના બહુ જ સત છે. કેટલાંક ક્ષેત્રો તદ્દન ઠંડાં છે, ત્યાંની ઠંડી નહન થઈ શકે નહિ; જ્યારે કેટલાંક ક્ષેત્રે તદ્દન ગરમ છે. એનાં દુઃખને ખ્યાલ એટલા પરથી આવશે કે નારકેને ઉષ્ણ ક્ષેત્રમાં એટલી વેદના થાય છે કે તેને ઉપાડી ખેરના અંગારાની ખાઈમાં ભર ઉનાળામાં સુવાડવામાં આવે તે જેમ મનુષ્ય કમળની શય્યામાં સુખેથી સૂઈ રહે તેમ, છ માસ સુધી નિદ્રા કરે. આ પ્રથમ પ્રકારની ક્ષેત્રવેદના છે. જિજ્ઞાસુએ તેનું વિશેષ સ્વરૂપ બીજા ગ્રંથાથી જાણી લેવું. બીજા પ્રકારની પરમાધામીકૃત વેદના છે. આ હલકી જાતના અસુરે ને દુઃખ દેવામાં જ આનંદ માને છે. તેઓ તેને મારે છે, કૂટે છે, તેના શરીરને તેડે છે, કાપે છે, તેને રાડો પડાવે છે, એક પર બીજાને નાખે છે, કરવતથી વેરે છે, જીભ ખેંચે છે અને એવી એવી બીજી અનેક પ્રકારની વેદનાઓ કરે છે, તેને ખ્યાલ આવી મુશ્કેલ છે. આ ઉપરાંત ત્રીજી અ ન્યકૃત વેદના છે. અગાઉના વિરભાવથી જે પરસ્પર કપાઈ મરે છે, લડે છે અને કદર્થના પામે છે, પમાડે છે, ઉપરની હકીકત ઉપરથી જણાયું હશે કે કોધી, અહંકારી, કપટી, લોભી, વિષયમાં આસક્ત જીવ સદરહુ ગતિમાં જાય છે. જે તારી કલ્પનાશક્તિ સારી હોય તો ઉપરનું સ્વરૂપ જાણ્યા પછી પણ તને નરકની બીક લાગતી નથી? વિષયજન્ય સુખ-માની લીધેલું સુખ-ક્ષણવાર, પાંચ મિનિટ, કલાક, દિવસ જ ચાલે છે અને તેના બદલામાં નારકીનાં દુખે સાગરોપમ ચાલે છે, માટે હવે તારી મરજી પ્રમાણે ગમે તે પ્રકારનો આદર કર. (૧૦-૧૧; ૧૦૧-૧૦૨) તિર્યંચગતિનાં દુખે बन्धोऽनिशं वाहनताडनानि, क्षुत्तृड्दुरामातपशीतवाताः । निजान्यजातीयभयापमृत्युदुःखानि तिर्यविति दुस्सहानि ॥१२॥ (उपजाति) “નિરંતર બંધન, ભારનું વહન, માર, ભૂખ, તરસ, દુષ્ટ રેગે, તડકે, ઠંડી, પવન, પિતાની અને પારકી જાતિને ભય અને કુમરણ–તિર્યંચગતિનાં આવા પ્રકારનાં અસહ્ય દુખે છે.” (૧૨) વિવેચન-બંધન તે ગાડાં, હળ, ચક્કી વગેરેમાં તડકે, ઠંડી અને પવન તે અનુક્રમે ઉનાળો, શિયાળો અને ચોમાસાની ઋતુના ઉપદ્રવ છે. પોતાની જાતિને ભય તે હાથીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy