________________
૨૯
કરવો જોઈએ. એનાં કારણ બહુ વિચારવા ગ્ય છે. આપણે શુભ કાર્યો કરીએ છીએ. દાન, જ્ઞાન, ક્રિયા, દમ વગરને હેતુ શે ? કઈ કહેશે કે જનહિત. જનહિત કરવાનો હેતુ છે? આ પ્રમાણે સવાલ પૂછતાં પૂછતાં છેવટે મોક્ષ પ્રાપ્ત કરવાને હેતુ જ આવશે. આત્મા સર્વ વ્યાવહારિક ઉપાધિઓથી મુકાઈ સ્થિરતામાં રહે એ સ્થિતિ પ્રાપ્ત કરવાનું સર્વનું અંતિમ સાધ્ય છે. અને તેને માટે જ સર્વ પ્રયાસ છે અથવા હોવા જોઈએ. તાત્કાલિક સુખમાં રાચેલે જીવ મોક્ષસુખને અનુભવ સમજે નહિ, ક૯પી શકે નહિ અને તે પ્રાપ્ત કરવાને લલચાય નહિ, તેટલા માટે એ સુખનું સ્વરૂપ બતાવવા વૈરાગ્યના ગ્રંથે પ્રયાસ કરે છે. તેઓ પ્રથમ સમતાનું સ્વરૂપ બતાવી જીવને સમજાવે છે કે, સ્વર્ગસુખ અને મોક્ષસુખ તો દૂર રહેલાં છે, પણ તારે જે તેની વાનકી જોવી હોય તે સમતાસુખમાં જોઈ લે. આ વૈરાગ્યને વિષય વસ્તસ્વરૂપ અને પ્રાણીઓનો અરસપરસ સંબંધ તેમ જ આ જીવના આચાર, વ્યવહાર, વર્તન વગેરે બાબતે બહુ ઊંડા આશયથી અને સ્પષ્ટ રીતે બતાવે છે. તે વિષયમાં મુખ્ય પેટાવિષયે કયા કયા આવે છે તે જોઈએ. - પ્રેમાદિભાવવિચારણા-પુત્ર, પ્રિયા, પૈસા અને શરીરને પ્રેમ શી ચીજ છે અને તે કેટલો અને કેવો લાભ કે હાનિકર્તા છે એ વૈરાગ્યના વિષયમાં બહુ ઉત્તમ રીતે બતાવેલું હોય છે. એ સિવાય મન અને કર્મગ્રહણને સંબંધ, ચિત્તદમનની જરૂરિયાત, તેથી થતો મહાન લાભ, કષાયનું સ્વરૂપ, વિષયપ્રમાદ વગેરેની રચના ઈત્યાદિ અનેક વિષયો ચર્ચવામાં આવે છે. આ સર્વને હેતુ એક જ છે અને તે એ છે કે વસ્તુસ્વરૂપ બરાબર ઓળખી સ્વવતુ ઉપર દઢ ચિત્ત લગાડવું અને તેને પ્રગટ કરવી અને તેની સાથે જ પરવતુનું સ્વરૂપ સમજી તેને બની શકે તે પ્રમાણમાં ત્યાગ કરવો અને ન બની શકે તે સંબંધમાં વિચાર ચલાવી ગ્ય પ્રયાસ કરો અને ધીમે ધીમે તેને પણ ત્યાગ કરવો. વૈરાગ્યના વિષયને આ હેતુ છે, આ તેનું લક્ષણ છે અને આ તેનું અંતિમ સાધ્ય છે. આ વિષયની પુષ્ટિમાં અને અંતિમ સાધ્ય પ્રાપ્ત કરવાની શિક્ષા આપતાં બીજી અનેક પ્રકારની વ્યવહારુ અને ધાર્મિક શિક્ષાઓ આવી પડે છે. વૈરાગ્યનો વિષય એટલે વિસ્તૃત છે કે તેને સંબંધ આપણી જિંદગીના નાનામોટા સર્વે બનાવો સાથે હોય છે. આ હકીકતને લઈને એ વિષયની વિશાળતા બહુ રહે છે. એક બાબત ખાસ ધ્યાન આપવા જેવી છે અને તે અનુભવથી સમજાય તેવી છે; તે એ છે કે, વૈરાગ્યના કોઈ પણ વિષય ઉપર વિચાર ચલાવતાં જે આનંદ અંતરાત્મા અનુભવે છે તે અપૂર્વ છે અને તેથી સમજાય છે કે આત્માને પ્રાપ્તવ્ય સ્થિતિ તે એ જ છે. માત્ર પ્રતિસંબંધને લીધે આ જીવ બીજી સ્થિતિ અનુભવે છે અને કોઈવાર પરવસ્તુઓના સંબંધથી આનંદ પામે છે. આપણે એક વાતને વિચાર કરતાં ગૂંચવાતા હોઈએ અને તે વાતને નિર્ણય થાય— એક ગણિતનું મોટું મનેયત્ન કરતા હોઈએ અને દાખલ થઈ જાય, એક પુસ્તક વાંચતા હોઈએ અને તેમાંથી કોઈ મહાન સત્ય સમજાઈ જાય અથવા જાણવામાં આવે તે વખતે બહુ આનંદ થાય છે ને સુખ મળ્યું લાગે છે. એ સ્થિતિ ખરેખર સમજવા યોગ્ય છે. તેને Conscious satisfaction એટલે આત્મિક સંતેષ કહે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવી એ વૈરાગ્યના વિષયનું સાધ્ય છે અને હંમેશને માટે (અવિનાશી) પ્રાપ્ત કરવી એ પરમ સાધ્ય છે. આ કારણને લીધે વૈરાગ્યના વિષયની મહત્તા બહુ છે. અધ્યાત્મશાસ્ત્રનો ઉદ્દેશ વૈરાગ્ય ઉત્પન્ન કરવાનું જ છે. સાંસારિક ભાવ તરફ જેવો આ જીવને વૈરાગ્ય થાય તે આત્મિક જાગૃતિ સાથે જ થાય છે, તેથી અધ્યાત્મગ્રંથે વૈરાગ્યના વિષયને જ પુષ્ટિ આપે છે. વૈરાગ્યના વિષયને આથી શે
છે તે સમજાયું હશે. એ બનેનો સંબંધ છે એમ કહેવું તેના કરતાં તેઓ એકબીજાનાં અંગ છે એમ કહેવું વધારે યોગ્ય થઈ પડશે. આત્મા સંબંધી વિચાર કરનાર અધ્યાત્મશાસ્ત્ર આત્માને અનાદિ સંબંધથી થયેલા મોટા પ્રેમ અને મમત્વથી દૂર હઠાવી તે પરની પ્રીતિને નાશ કરવા કહે છે, જે, બીજા શબ્દોમાં કહીએ તો, વૈરાગ્ય છે. અ, ક. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org