SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનક્રિયાથી સાધ્ય પ્રાપ્ત થાય છે. એ સાથે શું છે? એ વિચાર કરવા પહેલાં એટલું જાણવાની જરૂર છે કે વૈરાગ્યને વિષય ઉક્ત ભેદજ્ઞાનનું કારણ અને કાર્ય બને છે. જ્યારે વૈરાગ્યના વિષયમાં પ્રવેશ થાય તેનાથી જીવનું સ્વરૂપ, સગાંસ્નેહીનું સ્વરૂપ, પ્રિય વસ્તુઓ, ઘર, ઘરેણાં, ફરનીચરનું સ્વરૂપ અને તે સર્વની સાથે જીવન સંબંધ સમજાય ત્યારે ભેદજ્ઞાન થાય છે અને ભેદજ્ઞાન થાય ત્યારે તે સર્વ ઉપર વૈરાગ્ય ઉતપન્ન થાય છે. સાક્ષીભાવ જે જીવને વસ્તુ સ્વરૂપ સમજવાથી ભેદજ્ઞાન થાય છે તેને એક મહાન તત્વ પ્રાપ્ત થાય છે. તેનું વર્તન બહુ ઊંચા પ્રકારનું થઈ જાય છે, તે સંસારનાં કાર્યોમાં ફેગટ પડતો નથી, પડે તે તેમાં બહુ જીવ ઘાલતા નથી, પણ નિરંતર તેથી દૂર ને દૂર રહેવા ઈચ્છે છે. ટૂંકમાં કહીએ તે, વેદાંતીએ જેને “સાક્ષીભાવ' કહે છે તેને મળતી અતિ ઉદાત્ત સ્થિતિને પ્રાપ્ત કરે છે. આવી સ્થિતિમાં આવ્યા પછી કેટલાક સંયોગોને લીધે કદાચ તેને વ્યવહારમાં રહેવું પડે તે તેના અંતઃકરણમાં લેવા મિથ્યા વ્યવહાર પર આસક્તિ હતી નથી, ગૃદ્ધિ હેતી નથી, એકતા હોતી નથી. ઉપરથી સર્વ કાર્યો તે કરે છે, પણ પિતાનું માનીને કોઈ કાર્ય કરતા નથી, અને જેમ કારાગૃહમાં રહેલે પ્રાણી તેમાંથી છૂટવાની ઈચ્છા કર્યા કરે છે તેમ તે સંસારરૂપી કારાગૃહભૂમિમાંથી દૂર ખસી જઈ આત્મિક ભૂમિમાં પ્રવાસ રાખ્યા કરે છે અને જ્યાં સુધી તે ભૂમિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અવિશ્રાન્તપણે પુરુષાર્થ કર્યા કરે છે. સાધ્યને ખ્યાલ–આ સાધ્ય શું છે તે પણ હવે જોવું જોઈએ. એ વાતને નિર્ણય છે કે સર્વ પ્રાણીને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. સુખ માટે જેટલે પ્રયાસ કરવો પડે તેટલે આ જીવ કરે છે અને દુઃખથી દૂર રહેવા માટે પણ બનતી દૈશિશ કરે છે. જેઓ વિશેષ સમજ્યા ન હોય તેઓ ગમે તેટલા અભણ હોય તો પણ સુખને સાધ્ય માને છે. સાધ્ય સર્વ પ્રાણુઓનું એક જ છે માત્ર તેને ઓળખવામાં જ્ઞાનની કસોટીની જરૂર છે. કેટલાક જીવો સ્ત્રી સૌંદર્યના ઉપભેગમાં, કેટલાક પુત્રના પ્રેમમાં, કેટલાક ધનના ભંડારમાં, કેટલાક સુંદર મહેલમાં, કેટલાક સારા બાગબગીચામાં, કેટલાક સુંદર ફરનીચરમાં અને કેટલાક મનહર ગાડી-ઘડામાં સુખ માને છે; કેટલાક પ૫કારના કાર્યો કરી, દેશસેવા, કમસેવા, મનુષ્યસેવા કે પ્રાણીસેવા કરી અથવા તનિમિત્તે ધન ખરચી તેમાં સુખ માને છે; કેટલાક પ્રેમ ખાતર પિતાની જાતને ભેગ આપી દે છે, કેટલાક પોતાની જાતને તપ, જપ, ધ્યાનમાં વાપરી સંતોષ પામે છે; કેટલાક વાચન, મનન, નિદિધ્યાસનમાં સમય ગાળી જ્યારે તે વિષયમાં રમણ કરતા હોય છે ત્યારે અત્યંત સુખ અનભવે છે, કેટલાક પ્રાપ્ત થયેલ ઈદ્રિયના ભેગને અસ્વીકાર કરી તેના ત્યાગમાં સુખ માને છે. આવી રીતે જુદી જુદી બાબતમાં સુખ માનવામાં આવે છે. આ સુખનું વાસ્તવિક સ્વરૂપ આ જીવ સમજ નથી તેથી, ઉપર જણાવ્યું તેમ, કલાક સામી બાબતમાં અને કેટલાક ખોટી બાબતમાં સુખ માને છે. અધ્યાત્મગ્રંથે આવા પ્રાણીઓને કહે છે કે તમે સુખ મેળવવાની ઈચ્છા કરે તે પહેલાં ખરું સુખ શું છે અને તે ક્યાં મળે તેમ છે, તેને ખ્યાલ કરે, અભ્યાસ કરે, વિચાર કરે; એક વખત સાધ્ય નક્કી કરીને પછી આગળ ચાલે. બહુધા એમ બને છે કે સત્ય હકીકતને અભાવે આ જીવ તાત્કાળિક પૌગલિક દષ્ટ સુખમાં સંતોષ માની પરિણામે તેથી શતા લાભાલાભ તરફ દૃષ્ટિ રાખી શકતું નથી. વળી, સુખ એ શુભ કર્મને ઉદય છે અને એકઠી કરેલી જમે પૂંછને વ્યય છે; જ્યારે વાસ્તવિક રીતે તે તે પણ આનંદ નથી; આ વાત સમતાનું સુખ સમજે ત્યારે લક્ષમાં આવે છે. ખરા સુખની વાનગી–મોક્ષ એ એવા પ્રકારનું સુખ છે કે જે સુખ પછી દુઃખ કદી પણ આવતું જ નથી. વળી, ત્યાં પૌગલિક નહિ પણ આત્મિક આનંદ નિરંતર છે. એ સ્થિતિમાં અત્ર માની લીધેલ સુખ, જે સોનાની બેડી જેવાં છે અને દુઃખે, જે લોઢાની હેડ જેવાં છે, તે નથી. આ મેક્ષ આપણું પરમ સાખ હેવું જોઈએ, અને એ મેળવવા માટે ગમે તેટલે પ્રયાસ કરે પડતે હેય તે પણ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy