SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪] અધ્યાત્મકલ્પદ્રુમ [ ષક વખતની દેવીને અંગ્રેજીમાં આ પ્રમાણે ચીતરી છે. તેના તાળવા ઉપર બાલની ચોટલી છે, પછવાડે માથે બેડું છે. પ્રસંગ-વખત-તક આવતાં તેને જે આગળથી પકડે છે તે તેની ચોટલી પકડી શકે છે અને તેને લાભ મેળવે છે; જે પછવાડેથી પકડવા જાય છે તેના હાથમાં બેડું માથું આવે છે, એટલે કે ગયો અવસર ફરીને આવતો નથી. માટે કોઈ પણ તક હાથમાંથી જવા દેવી નહિ અને હૃદયમાં સોનેરી અક્ષરથી કરી રાખવું કે “વખત પિસે છે. મૃત્યુથી ડરવું એમ અત્ર કહેવાને ઉદ્દેશ નથી, પરંતુ કહેવાની મતલબ એ છે કે મૃત્યુને નજરમાં રાખી આળસ-પ્રમાદ ન કરવા, પણ અહર્નિશ કર્તવ્ય-પરાયણ રહેવું. (૬; ૬૭) સુખ માટે સેવાતાં વિષયોનાં દુઃખ विभेषि जन्तो! यदि दुःखराशेस्तदिन्द्रियार्थेषु रतिं कृथा मा । तदुद्भवं नश्यति शर्म यद् द्राक्, नाशे च तस्य ध्रुवमेव दुःखम् ॥७॥ (उपजाति) હે પ્રાણી! જે તે દુઃખની બીક રાખતે હે તે ઈદ્રિના વિષમાં આસક્તિ કર નહિ. તે (વિષય)થી ઉત્પન્ન થયેલું સુખ તે તુરત નાશ પામે છે અને તે નાશ પામે ત્યારે તે પછી લાંબા વખતનું દુઃખ જ છે.” (૭) વિવેચન–વિષયસુખની બાબતમાં બહુ વિચારવા જેવું છે. એક તો તેના પરિણામે દુષ્કૃત-જન્ય દુઃખ થાય છે; બીજું, તેના અભાવે દુઃખ થાય છે અને ત્રીજું તે છેડે વખત ચાલે છે. આ ત્રણ હકીકત જુદા જુદા રૂપમાં ઉપર જોઈ ગયા. એથી હકીકત એ છે કે જે આપણે તેઓને તજ્યાં હોય તો બહુ આનંદ આપે છે, પણ જો તેઓ આપણને તજી જાય છે તે બહુ દુઃખ દેતાં જાય છે. પરિપકવ ઉમ્મર થયા પહેલાં જેઓ ઇદ્રિયભેગે તજી દે છે, તેઓ શરીર અને મનનાં ઊંચા પ્રકારનાં સુખ પામે છે. ભર્તુહરિ કહી ગયા છે કે ૪૪ ચRT મહુવકન વિથ (જે વિષયને પિતાની મેળે જ તજ્યા હોય તે તેઓ અનંત સુખ આપે છે), પરંતુ વૃદ્ધ ઉંમરે, શરીર અશક્ત થયા પછી જે તેઓ આપણને છોડી જાય તો મનમાં મહાખેદ થાય છેઃ શ્લોકના ચેથા પાદમાં કહ્યું છે તેને આ ભાવ છે. માટે સર્વ પ્રાણીઓએ વિષયત્યાગ કરવાની ઈચ્છા રાખવી અને તેને માટે પ્રયાસ કરો. વિષય સેવવા ખાતર ઉક્ત ચાર પ્રકારની અગવડ સહન કરવી, એમાં જરા પણ ડહાપણ નથી અને તેને ત્યાગ કરવો એ ધારવામાં આવે છે તેટલું મુશ્કેલ નથી. (૭ ૮) તું શા ઉપરથી વિષયોમાં રાચે છે? मृतः किमु प्रेतपतिर्दुरामया, गताः क्षयं किं नरकाश्च मुद्रिताः । જુવાર વિમર્થના :, સૌ વિવિમુરારિ ૮ એ (વંશવૃત્ત) * Gooddess of Time has been personified એટલી પકડવાથી વ્યંતર વશ થાય છે એવી માન્યતા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy