SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ] અધ્યાત્મક૫મ [ ચતુથ વતાં કેવા કેવા કેવા સંસ્કાર થાય છે તે પર જે ધ્યાન આપવામાં આવે તે ઉપદેશ લાગ્યા વગર રહે નહિ. પૈસા માટે પરદેશગમન, નીચસેવા, ટાઢ, તડકા અને તીવ્ર વચને સહન કરવામાં આવે છે. પૈસા માટે ખુશામત કરવામાં આવે છે. પૈસા માટે ખટપટ કરવામાં આવે છે. અને પૈસા માટે અનેક વિડંબના સહન કરવામાં આવે છે. જે કદર્થનાને અંશ સહન કરવાથી મુનિમાર્ગમાં મોક્ષ મળે, તેવી કદઈને પૈસા સારુ અનાદિ મોહ-મદિરામાં ચકચૂર થયેલ છવ કરે છે, પણ વિચારતું નથી કે આ બધું શા સારુ? મૂઢ અવસ્થામાં અથડાઈ–પછડાઈ અનંત કાળ રખડ્યા કરે છે. સિંદુરપ્રકરમાં કહે છે કે “ધનથી અંધ થયેલી બુદ્ધિવાળા પુરુષ વિષમ અટવીમાં ભ્રમણ કરે છે; વિકટ દૂર દેશાંતરમાં ફરે છે, ગહન સમુદ્રનું ઉલ્લંઘન કરે છે, બહુ દુખવાળી ખેતી કરે છે, કૃપણ પતિની સેવા કરે છે અને હસ્તીઓના સંઘટ્ટથી અપ્રવેશ્ય સંગ્રામમાં જઈ પ્રાણ આપે છે. આ સર્વ લેભનું ચેષ્ટિત છે.” - સુખ ક્યાં છે? પૈસાદારની હવેલીમાં? રાજાના મહેલમાં? ચક્રવતીના આવાસમાં? દ્રના ઇંદ્રાસનમાં ? કે બે ઘોડાની ગાડીમાં ? વિચારીને જવાબ દે એ શરત છે. જરા જુઓ, બહારના આડંબરમાં સુખ નથી. સુખી લાગતા માણસોનાં હદય સળગી જતાં હોય છે. ઘરમાં અનેક ખટપટ હોય છે અને મનમાં તો યુદ્ધ ચાલ્યા જ કરતું હોય છે. સુખ સંતોષમાં જ છે, ચાલુ સ્થિતિને તાબે થવામાં જ છે. ધન અસ્થિર છે, કેઈનું થયું નથી અને કેઈનું થવાનું નથી. પ્રાયે વિદ્યા અને ધનને વર છે. જ્ઞાન વગર સુખ નથી અને પૈસાદારને સુખી માનવા એના જેવી બીજી મૂઢતા નથી, અનેક દોષોથી ભરપૂર ધવળ શેઠ, મમ્મણ શેઠ, સુભૂમ ચકી વગેરેને નરકમાં નાખનાર, એકાંત ઉપાધિથી ભરપૂર, મનની અશાંતિનું પ્રબળ સાધન, અનેક દુઃખને વરસાદ વરસાવનાર, વિદ્વાનોથી અંધનું ઉપનામ મેળવનાર લમીનું સુખ ભોગવનાર ધનિકોને તે સુખ મુબારક હો ? ચાલુ જમાનાના વિચિત્ર રંગથી ભરપૂર જિન્દગીમાં અને ખાસ કરીને સખ્ત પ્રવૃત્તિનાં મધ્યબિંદુ ગણાતાં મેટાં શહેરના સુખી દેખાતા લેકને જોઈ જરા પણ મૂંઝાવું નહિ; જરા પણ અફસોસ કરવો નહિ; તેઓને સુખી માનવા નહિ; કારણ કે તેઓના ખાસ નજીકના સંબંધમાં ગયેલાઓ જાણે છે કે તેઓ સુખી નથી. આપણું સુખ આપણી સાથે જ છે અને આપણે તે પરમાનંદપદ પ્રાપ્ત કરવાની ઈચ્છામાં ચાલું સ્થિતિને તાબે થઈ, શુદ્ધ વૃત્તિએ રહી; ધર્મમય જીવન કરવાને ઉદ્દેશ રાખી, ઉરચતર અને વિશુદ્ધતર જીવન ગાળવાને આશય, ઉદ્દેશ અને ઈચ્છા રાખવી. મનુષ્યજીવનનો ઊંચે હેતુ પાર પાડવા સારુ મન પર અંકુશ રાખવાની અને લોભનો ત્યાગ કરવાની બહુ જરૂર છે. इति सविवरणो धनममत्वमोचननामा चतुर्थोऽधिकारः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy