SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ [ સસસ ૧ર૦ ]. અધ્યાત્મક૫કુમ માયનિગ્રહ ઉપદેશ अधीत्यनुष्ठानतपःशमाद्यान् , धर्मान् विचित्रान् विदधत्समायान् । न लप्स्यसे तत्फलमात्मदेह-क्लेशाधिक तांश्च भवान्तरेषु ॥११॥ (उपजाति) શાસ્ત્રાભ્યાસ, ધર્માનુષ્ઠાન, તપસ્યા, શમ વગેરે વગેરે અનેક ધર્મો અથવા ધર્મકાર્યો માયા સાથે આચરે છે, તેથી તારા શરીરને કલેશ થવા ઉપરાંત ભવાંતરને વિષે બીજું કાંઈ પણ ફળ મેળવવાનો નથી અને તે ધર્મો પણ ભવાંતરમાં મળવાના નથી.” (૧૧) વિવેચન–શાસ્ત્રાભ્યાસ, પ્રતિક્રમણ(આવશ્યક) વગેરે ધાર્મિક અનુષ્ઠાન, બાહ્યાભંતર બાર પ્રકારના તપ, ઉપશમ, દમ, યમ, દાન વગેરે વગેરે અનેક ધર્મકાર્યો કરતાં છતાં પણ સાથે માયા હોય તે વેઠ થાય છે, લાભ થતો નથી. માયા-કપટ-લુચ્ચાઈ-બગવૃત્તિ એને ત્યાગ કરવો બહુ મુશ્કેલ છે. વળી, ક્રોધ તથા માન બહુધા જણાઈ આવે છે; માયા ગુપ્ત રહીને કામ કરે છે, તેથી સામા માણસને તેની ખબર પડતી નથી અને કેટલીક વાર માયા કરનારને પણ ખબર પડતી નથી. જેને લોકે “ભદ્રિક જીવો કહે છે તેવા થવાની બહુ જરૂર છે. એટલું તે સત્ય છે કે આવા ભદ્રિક પ્રાણીઓને કર્મબંધ બહુ ઓછો થાય છે. ઉપાધ્યાયજી મહારાજ કહી ગયા છે કે “કેશને લોચ કરાવો, શરીર પરથી મેલને ત્યાગ ન કરે, ભૂમિ પર શયન કરવું, તપસ્યા કરવી, વ્રત ધારણ કરવાં વગેરે આચરણે આચરવાં તે સાધુને સહેલ છે, પણ માયાને ત્યાગ મહામુશ્કેલ છે.” ૧૯ આવા વિદ્વાન અવકનકારનાં વચન પર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. માયા બહુ ઊંડાણમાં થાય છે તેથી બહુધા તે જાણી શકાતી નથી. સિફત, એટીકેટ (ગૃહસ્થાઈને નિયમ), બિનજરૂરિયાતી વિવેક અથવા formality વગેરે માયાના અનેક ભેદે છે. આ જમાનાના જીવનમાં માયાના પ્રસંગો વધતા જાય છે. રાજ્યનું અંગ બહુધા ક્રોધ ને માન હોય છે, તેને બદલે હવે માયા ને લોભ થતાં જાય છે. આ જમાનામાં ઉપર ઉપરની ટાપટીપ વધતી જાય છે અને વધશે એમ લાગે છે. વળી, વાણિયાપણું એ માયાના પર્યાય તરીકે વપરાય છે. આથી જૈનધર્મને અનુસરનારાઓએ મોટા ભાગે આ પાપથી વધારે ડરવાની જરૂર છે. શ્રી ઉદયરત્નજી કહે છે કેમુખ મીઠે જુઠે મનેજી, ફૂડ કપટને રે કેટ; જીભે તે જીજી કરે છે, ચિત્તમાં તાકે ચેટ રે, પ્રાણી! મ કરીશ માયા લગાર. આવી રીતે માયાને ઓળખી, તેને ત્યાગ કરવાની મુશ્કેલી સંબંધી વિચાર કરી. તે પર ચિત્ત લગાડી માયાને ત્યાગ કરવો જોઈએ. હવે શાસ્ત્રકાર કહે છે, તમે ગમે તેવું ધર્મકાર્ય કરે, પણ તમારા અંતરમાં જે માયાકપટ હશે, તે તમને ફેકટની મહેનત જ થશે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે કુસુમપુર * માયાની સજઝાય. (અઢાર પાપસ્થાનકની સઝાય પૈકી). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy