SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨૧ અધિકાર ]. કષાયત્યાગ નામના નગરમાં એક શેઠને ઘેર બે સાધુ ઊતર્યા હતા. એક મુનિ ભેળા સાધારણ બુદ્ધિના, સરળ, ગુણગ્રાહી અને, ટૂંકામાં કહીએ તો, “ભદ્રિક” હતાજ્યારે બીજા બહુવિદ્વાન હતા, પણ કપટી અને નિંદા કરનાર હતા. જ્ઞાની મહારાજ કહે છે કે લેકે કે બીજા સાધુની. વાહવાહ બોલતા હતા, પણ પહેલે સાધુ થોડા કાળમાં મેક્ષે જશે, જ્યારે બીજે ઘણે સંસાર પરિભ્રમણ કરશે. માયાયુક્ત જ્ઞાન પણ નકામું છે, બે કે વધારે નુકસાન કરનારું છે. “શાસ્ત્રમાં બીજી બધી બાબતમાં સ્યાદ્વાદ છે, પરંતુ માયા કરવાના પ્રસંગે (ધર્મોપદેશાદિ) આવે તે વખતે નિષ્કપટી રહેવું એ આજ્ઞા તો જૈન શાસ્ત્રમાં એકાંત છે.* આ ટંકશાળી વચન ઉપાધ્યાયજી મહારાજનાં છે. જેમ માયાથી આ ભવમાં લાભ થત નથી, તેમ પરભવમાં પણ લાભ થતું નથી. શ્રી સિંદૂરપ્રકરમાં કહ્યું છે કે – विधाय मायां विविधैरुपायैः, परस्य ये वश्चनमाचरन्ति । ते वश्चयन्ति त्रिदिवापवर्ग-सुखान्महामोहसखाः स्वमेव ।। જે પ્રાણીઓ અનેક પ્રકારના ઉપાયો વડે માયા કરીને બીજાઓને છેતરે છે, તેઓ મહામહના મિત્ર હેઈને પિતાના આત્માને જ દેવલોક અને પ્રેક્ષના સુખથી છેતરે છે.” આવાં આવાં અનેક કારણોથી માયાને ત્યાગ કરવો એ ઉચિત છે. માયા અંતરનો વિકાર છે અને તેથી બીજા માણસ તેને જોઈને તે સંબંધી ઉપદેશ કે શિક્ષા આપે એ પણ ઘણુંખરું બનતું નથી. (૧૧; ૮૧). લોભનિગ્રહ सुखाय धत्से यदि लोभमात्मनो, ज्ञानादिरत्नत्रितये विधेहि तत् । दुःखाय चेदत्र परत्र वा कृतिन् ! परिग्रहे तद् बहिरान्तरेऽपि च ॥१२॥ (उपजाति) હે પંડિત ! જે તું તારા પિતાના સુખ માટે લેભ રાખતે હે તે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ રત્ન મેળવવા માટે લેભ રાખ, અને જે આ ભવ અને પરભવમાં દુઃખ મેળવવા માટે લેભ રાખતે હે તે આંતર અને બાહ્ય પરિગ્રહ માટે લેભ રાખ.” (૧૨) વિવેચન–આત્માના સુખ માટે જે લોભ રાખતે હે તે આત્માના મૂળ ગુણે પ્રાપ્ત કરવા લેભ રાખ. જે બાહ્ય વસ્તુ માટે (ધૂળ) લોભ રાખીશ તે તેથી આંતર અને બાહા પરિગ્રહ વધશે, જે બનેથી આ ભવ અને પરભવમાં નિરંતર દુઃખ પ્રાપ્ત થાય છે. આ ભવમાં મન ચિંતામાં વ્યાકુળ રહે છે ને પરભવમાં અધોગતિ થાય છે. બાહા પરિગ્રહ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપું, સેનું, ધાતુ, દ્વિપદ અને ચતુષ્પદ એ નવવિધ છે અને આંતર પરિગ્રહ છે મિથ્યાત્વ, ત્રણ વેદ, હાસ્યાદિ ષટ્રક અને ચાર કષાય & વિધિ નિષેધ નવી ઉપદિશે, સુણે સંતાજી, એકાંતે ભગવંત–ગુણવંતાજી; કારણે નિષ્કપટી થવું, સુણે સંતાજી, એ આણુ છે તંત–ગુણવંતાજી.—યશવિજયજી, અ, ૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy